Kshtriya Aandolan News:ક્ષત્રિય સમાજનું આંદોલન અચાનક નબળું પડ્યું?

આંદોલનકારી મહિલાઓને સાઈડલાઈન કરાઈ : પદ્મિનીબા '350 ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરશે તે વાત ક્યાંય નથી' હું વ્યક્તિગત કેવી રીતે લડાઈ લડી શકું : પદ્મિનીબા રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં એક તરફ વિરોધ હજી શાંત નથી થઈ રહ્યો જ્યાં બીજી બાજુ ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું કે, હાલ સંકલન સમિતિની સાથે છું પણ ભવિષ્યમાં નહીં રહી શકું. છેલ્લા 14 દિવસથી ક્ષત્રિય સમાજ મહિલા આગેવાન પદ્મિનીબા રૂપાલાની ટિકિટ રદ્દ કરવા માટે અન્ન ત્યાગ કર્યો હતો. જે પછી મંગળવારે મોડી રાત્રે પદ્મિનીબાએ પારણાં કર્યા હતા. જે પછી આજે પદ્મિનીબાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, સંકલન સમિતિ સમાજને ગેરમાર્ગે દોરે છે. તેઓ પાર્ટ - 2માં શું કરે છે તે જોઈએ.આંદોલન અંગે કરી મહત્વની વાત આ સાથે જ તેમણે કહ્યું કે, આંદોલનને રાજકીય રૂપ ના આપવું જોઈએ.આંદોલનકારી મહિલાઓને સાઈડલાઈન કરવામાં આવી છે. તેમજ મહિલાઓની ઉમેદવારી અંગે પદ્મિનીબાએ જણાવ્યું કે, 350 ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરશે તે વાત ક્યાંય નથી. અન્યાય સામે લડાઈ લડવા નીકળ્યા હતા. પણ સમાજ જ અન્યાય કરે તેનું શું. હાલમાં તબીબોએ સ્વસ્થ ન થાય ત્યાં સુધી બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે.જ્યારે આગળની લડાઈ અંગે પદ્મિનીબાએ જણાવ્યું કે, હું વ્યક્તિગત કેવી રીતે લડાઈ લડી શકું. હાલમાં સંકલન સમિતિની સાથે છું પણ ભવિષ્યમાં સાથે નહીં રહી શકું. જેના સાથે જ ક્ષત્રિય સમાજના વિવિધ તર્કવિતર્ક સામે આવી રહ્યા છે. તેમજ રૂપાલા વિરુદ્ધનું આંદોલન ક્યાંક દિશાહીન બની રહ્યું હોય તેવું લાગે છે.

Kshtriya Aandolan News:ક્ષત્રિય સમાજનું આંદોલન અચાનક નબળું પડ્યું?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આંદોલનકારી મહિલાઓને સાઈડલાઈન કરાઈ : પદ્મિનીબા
  • '350 ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરશે તે વાત ક્યાંય નથી'
  • હું વ્યક્તિગત કેવી રીતે લડાઈ લડી શકું : પદ્મિનીબા

રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં એક તરફ વિરોધ હજી શાંત નથી થઈ રહ્યો જ્યાં બીજી બાજુ ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું કે, હાલ સંકલન સમિતિની સાથે છું પણ ભવિષ્યમાં નહીં રહી શકું.

છેલ્લા 14 દિવસથી ક્ષત્રિય સમાજ મહિલા આગેવાન પદ્મિનીબા રૂપાલાની ટિકિટ રદ્દ કરવા માટે અન્ન ત્યાગ કર્યો હતો. જે પછી મંગળવારે મોડી રાત્રે પદ્મિનીબાએ પારણાં કર્યા હતા. જે પછી આજે પદ્મિનીબાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, સંકલન સમિતિ સમાજને ગેરમાર્ગે દોરે છે. તેઓ પાર્ટ - 2માં શું કરે છે તે જોઈએ.

આંદોલન અંગે કરી મહત્વની વાત

આ સાથે જ તેમણે કહ્યું કે, આંદોલનને રાજકીય રૂપ ના આપવું જોઈએ.આંદોલનકારી મહિલાઓને સાઈડલાઈન કરવામાં આવી છે. તેમજ મહિલાઓની ઉમેદવારી અંગે પદ્મિનીબાએ જણાવ્યું કે, 350 ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરશે તે વાત ક્યાંય નથી. અન્યાય સામે લડાઈ લડવા નીકળ્યા હતા. પણ સમાજ જ અન્યાય કરે તેનું શું. હાલમાં તબીબોએ સ્વસ્થ ન થાય ત્યાં સુધી બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે.

જ્યારે આગળની લડાઈ અંગે પદ્મિનીબાએ જણાવ્યું કે, હું વ્યક્તિગત કેવી રીતે લડાઈ લડી શકું. હાલમાં સંકલન સમિતિની સાથે છું પણ ભવિષ્યમાં સાથે નહીં રહી શકું. જેના સાથે જ ક્ષત્રિય સમાજના વિવિધ તર્કવિતર્ક સામે આવી રહ્યા છે. તેમજ રૂપાલા વિરુદ્ધનું આંદોલન ક્યાંક દિશાહીન બની રહ્યું હોય તેવું લાગે છે.