Khyati Hospital કાંડની આરોપી રાજશ્રી કોઠારીએ જેલની બહાર નીકળવા કરી જામીન અરજી

Feb 21, 2025 - 08:30
Khyati Hospital કાંડની આરોપી રાજશ્રી કોઠારીએ જેલની બહાર નીકળવા કરી જામીન અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિકાંડની આરોપી રાજશ્રી કોઠારી જેલમુક્ત થવા હવાતિયા મારી રહી છે,તો આરોપી રાજશ્રી કોઠારીએ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી છે કે તેને જેલની બહાર નીકળવું છે તો 24 ફેબ્રુઆરીએ રાજશ્રીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટે અગાઉ તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

તપાસમાં સહકાર આપવાનો ઉલ્લેખ

આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો ખ્યાતિકાંડમાં આ એક મહિલા આરોપી છે જે સમગ્ર કેસમાં મુખ્ય આરોપી તરીકેને ભુમિકામાં છે ત્યારે અગાઉ તો કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી પરંતુ આ વખતે જે જામીન અરજી કરવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,આરોપી તપાસમાં સહકાર આપશે અને જામીન શરતોનું પાલન કરશે તો આરોપી પોલીસ સમક્ષ હાજર થયા જેથી જામીન આપવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલની ડાયરેકટર હતી

ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ડાયરેક્ટર એવી રાજશ્રી કોઠારી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 32 દિવસ બાદ તેની રાજસ્થાનથી ધરપકડ કરી હતી.રાજશ્રીનો હોસ્પિટલમાં હિસ્સો 3.61 ટકા હતો અને આ પહેલા તેમના પતિ ડાયરેક્ટર હતા. આરોપી રાજશ્રી કોઠારીના પતિ પ્રદિપ કોઠારી તથા ચિરાગ રાજપૂતે કોરોના વખતે એશીયન બેરીયાટ્રીકસ હોસ્પીટલ લીઝ પર રાખી કોરોનાની ટ્રીટમેન્ટ ચાલુ કરેલ હતી.

શું હતો સમગ્ર મામલો?

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને એ પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી બે દર્દીનાં મોત થતાં હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યાં હોવાનું સામે આવ્યું હતું

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0