Kheda સામૂહિક દુષ્કર્મ કેસ મામલે પોલીસે 8 આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું

Apr 18, 2026 - 20:00
Kheda સામૂહિક દુષ્કર્મ કેસ મામલે પોલીસે 8 આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લામાં સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના ચકચારી કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં કુલ 9 નરાધમો સંડોવાયેલા હતા, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ગુનાની કડીઓ મેળવવા અને ઘટનાક્રમ સમજવા માટે પોલીસની ટુકડી તમામ આરોપીઓને લઈને ગુનાના સ્થળે પહોંચી હતી, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ગુનેગારોમાં પોલીસની આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.

રિકન્સ્ટ્રક્શન જોવા આખું ગામ ઉમટ્યું

જ્યારે પોલીસ આરોપીઓને લઈને ઘટનાસ્થળે પહોંચી, ત્યારે આખા ગામના લોકો નરાધમોનો ચહેરો જોવા અને પોલીસની કાર્યવાહી નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 9 આરોપીઓ પૈકી હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં તેને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ખાતરી આપી છે.

નરાધમોને કડક સજા કરવાની લોક માગ

આ અમાનવીય કૃત્યને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને પીડિતાના પરિવારજનોએ માંગ કરી છે કે, ગુનાહિત માનસિકતા ધરાવતા આ તમામ નરાધમો વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા પહેલા સો વાર વિચારે. પોલીસે પણ પુરાવા એકત્રિત કરી કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0