Kheda News: મહિપતસિંહ ચૌહાણના પુત્ર ક્રિષ્નપાલસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો, 9 શખ્સોએ લોખંડની પાઈપથી માર્યો માર

Sep 27, 2026 - 23:30
Kheda News: મહિપતસિંહ ચૌહાણના પુત્ર ક્રિષ્નપાલસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો, 9 શખ્સોએ લોખંડની પાઈપથી માર્યો માર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લાના માતર તાલુકાના લવાલ ગામેથી સોશિયલ મીડિયાને લગતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહિપતસિંહ ચૌહાણના પુત્ર ક્રિષ્નપાલસિંહ ચૌહાણ દ્વારા સમાજસેવાની રીલ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવતી હતી. આ બાબતની અદાવત રાખીને ગામના જ કેટલાક શખ્સો દ્વારા તેમની સાથે દુશ્મની રાખવામાં આવતી હતી. આ અદાવતના કારણે જ ગામના ગેટ પાસે 9 જેટલા શખ્સોએ ભેગા મળીને યુવક પર ઘાતક હુમલો કર્યો હતો.

લોખંડની પાઈપથી માથામાં હુમલો, કાકા અને મિત્રને પણ માર માર્યો

યુવક લવાલ ગામના ગેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અગાઉથી જ તાક રાખીને બેઠેલા 9 શખ્સોએ તેને ઘેરી લીધો હતો. આ દરમિયાન આરોપીઓએ ઉશ્કેરાઈને લોખંડની પાઈપ વડે માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે ક્રિષ્નપાલસિંહ લોહીલુહાણ થઈ ગયા હતા. આ ઝઘડામાં બચાવવા માટે વચ્ચે પડેલા તેમના કાકા અને મિત્ર સાથે પણ આરોપીઓએ બોલાચાલી કરીને મારામારી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Kheda News: Youth Brutally Attacked Over Social Media Reels in Laval Village of Matar

ખેડાની હોસ્પિટલમાં સારવાર, માતર પોલીસ સ્ટેશનમાં 9 શખ્સો સામે ગુનો દાખલ

આ હિંસક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ક્રિષ્નપાલસિંહને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખેડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે ભોગ બનનાર પરિવાર દ્વારા માતર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે 9 શખ્સો વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: Kheda News : કપડવંજમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, નિરમાલી પાસે રૂ. 22.20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો!



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0