Kachchh Rain News: નખત્રાણામાં ચરીને પરત ફરતી 15 જેટલી ગાયો પાણીના પ્રવાહમાં તણાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. આ ઉપરાંત ઉપરવાસમાં વરસાદ થવાને કારણે જળાશયોમાં પણ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ત્યારે કચ્છના નખત્રાણાના નાની ખોંભડીમાં પાણીના પ્રવાહમાં 10થી 15 ગાયો તણાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. મેકણ સરોવરના ઓગનમાં પાણીના પ્રવાહમા પશુઓ તણાયા છે. ચરવા માટે ગયેલી ગાયો પરત ગામમાં આવતી વખતે તણાઈ હતી.
નાની ખોંભડી ગામની કેટલીક ગાયો સીમમાં ચરવા માટે ગઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે નખત્રાણાના નાની ખોંભડી ગામની કેટલીક ગાયો સીમમાં ચરવા માટે ગઈ હતી. ચરીને પરત ગામમાં આવી રહી હતી તે દરમિયાન મેકણ સરોવારના ઓગનમાં પાણીનો પ્રવાહ વધતાં 10થી 15 ગાયો તણાઈ હતી. ગાયો તણાઈ જવાથી પશુપાલકને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગાયો પર જીવનનો ગુજારો કરતાં પશુપાલક પર આભ ફાટે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયાં
કચ્છમાં અબડાસામાં ભારે વરસાદને કારણે ડાયવર્જન ધોવાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મંજલ રાયધણજર ગામ વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો છે. આ ઉપરાંત નખત્રાણા વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયાં છે. ગાંધીધામમાં પણ ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે.
What's Your Reaction?






