Ahmedabad News : ફટાકડાના કારણે અમદાવાદની હવા બની પ્રદૂષિત, AQI 200 ને પાર, ઇમરજન્સી કોલનો રાફડો ફાટ્યો

Oct 21, 2025 - 10:00
Ahmedabad News : ફટાકડાના કારણે અમદાવાદની હવા બની પ્રદૂષિત, AQI 200 ને પાર, ઇમરજન્સી કોલનો રાફડો ફાટ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના પર્વ દરમિયાન ફટાકડાના બેફામ ઉપયોગને કારણે અમદાવાદની હવા અત્યંત પ્રદૂષિત બની ગઈ છે. શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) જોખમી સ્તરે પહોંચી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે બોપલ, ચાંદખેડા, રાયખડ અને મણિનગરમાં AQI 200ને પાર ગયો છે. જેમાં રાયખડમાં સૌથી વધુ 245 AQI નોંધાયો છે. ચાંદખેડામાં 213, બોપલમાં 229 અને મણિનગરમાં 211 AQI નોંધાયો છે. વધેલા AQIને કારણે બાળકો અને વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આ પ્રદૂષણ શ્વસન સંબંધિત રોગોને આમંત્રણ આપી શકે છે.

દિવાળીની રાત્રે ઇમરજન્સી કોલમાં 565નો વધારો

પ્રદૂષણની સાથે દિવાળીની રાત્રે ઇમરજન્સી સેવાઓ પર પણ ભારે બોજ પડ્યો હતો. રાજ્યભરમાં દિવાળીની રાત્રે 5,389 કોલ રીસીવ થયા હતા, જે સામાન્ય દિવસોની તુલનામાં 565 કોલ વધુ છે. આ કોલ વધારા પાછળના મુખ્ય કારણોમાં ફટાકડા સંબંધિત અકસ્માતો હતા. રાજ્યભરમાં દાઝી જવાના કુલ 56 કોલ નોંધાયા હતા, જેમાં અમદાવાદમાં 17 અને સુરતમાં 9 કોલનો સમાવેશ થાય છે. જામનગર અને નવસારીમાં પણ અનુક્રમે 5 અને 4 કોલ નોંધાયા હતા, જે દર્શાવે છે કે ફટાકડા ફોડવામાં બેદરકારીને કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

સામાન્ય દિવસ કરતાં 387 કોલ વધુ

ઇમરજન્સી કોલના આંકડાઓમાં સૌથી મોટો વધારો રોડ અકસ્માતના કોલ્સમાં જોવા મળ્યો હતો. દિવાળીની રાત્રે કુલ 916 રોડ અકસ્માતના કોલ આવ્યા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીમાં 387 કોલનો નોંધપાત્ર વધારો સૂચવે છે. આ વધારો મુખ્યત્વે રાત્રે વાહનોની વધુ અવરજવર, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને ફટાકડાના ધુમાડાને કારણે દૃશ્યતા ઘટવાના કારણે થયો હોવાનું મનાય છે. એક તરફ પ્રદૂષણનો પ્રકોપ અને બીજી તરફ અકસ્માતોનો રાફડો—આ બંને આંકડાઓએ દર્શાવ્યું છે કે દિવાળીની ઉજવણીમાં જાગૃતિ અને સાવચેતી કેટલી આવશ્યક છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0