Junagadh : રાતના સમયે જંગલમાંથી દીપડો સોસાયટીમાં ઘુસ્યો, દીપડાની લટારનો વીડિયો વાયરલ

Aug 9, 2025 - 23:00
Junagadh : રાતના સમયે જંગલમાંથી દીપડો સોસાયટીમાં ઘુસ્યો, દીપડાની લટારનો વીડિયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જુનાગઢ શહેરમાં દીપડાની લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. જાણવા મળ્યા અનુસાર ગિરનાર જંગલ પાસે આવેલા ભરડાવાવમાં છગનમામા સોસાયટીના વિસ્તારમાં રાતના સમયે જંગલમાંથી એક દીપડો સોસાયટીના વિસ્તારમાં આવી ચડ્યો હતો અને લટાર મારીને ફરી જંગલ તરફ જતો રહ્યો હોવાનું નજરે ચડી રહ્યું છે. ગિરનાર જંગલની નજીક વસેલા જૂનાગઢ શહેરમાં અવાર નવાર રાતમાં સમયે સિંહ, સિંહણ, દીપડા આવી ચડે છે.

અચાનક ગિરનારનો વનરાજ રોડની પાસે પહોંચ્યો

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ બીલખા રોડ ધરાનગર પાસે એક સિંહ રોડ નજીક આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સિંહ-દીપડા આવવા જૂનાગઢ માટે હવે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક વનરાજ ગિરનાર જંગલમાંથી બહાર નીકળીને ધરાનગર ગેઈટ પાસેથી રોડ ક્રોસ કરવા માટે અચાનક રોડના કાંઠે આવી ચડ્યો, પરંતુ તે સમયે ઢળતી સાંજનો સમય હતો અને અનેક વાહનો અહીંથી પસાર થતા હતા. રોડ ઉપર વાહનોની વણઝારને લઈને ડાલામથ્થો રોડ ઉપર ડોકું કાઢ્યું ત્યાં તો રસ્તા પરથી પસાર થતા વાહનો થંભી ગયા હતા. પરંતુ સિંહે માત્ર એક જ ઝલક બતાવી અને સેકન્ડોમાં સિંહ ફરીથી રોડ ક્રોસ કર્યા વગર જંગલ વિસ્તારમાં જતો રહ્યો હતો.

વનવિભાગની ટીમે દોઢ કલાક સુધી સિંહ પર નજર રાખીને અંતે જંગલ તરફ વાળ્યો

જો કે આ સમયે ગિરનાર રેન્જનો વનવિભાગનો સ્ટાફ સજ્જ હતો અને સ્ટાફ દ્વારા સિંહ ઉપર સતત મોનિટરીંગ રાખવામાં આવ્યું હતું અને દોઢ કલાક સુધી સિંહ પર નજર રાખીને અંતે જંગલ તરફ વાળ્યો હતો. આ ઘટના સિવાય આજે જૂનાગઢમાં વહેલી સવારે વાણંદ સોસાયટીમાં રબારીનેશમાં પણ એક સિંહ આવી ચડ્યો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયેલો છે, ત્યારે આજે જે રીતે ધરાનગર પાસે સિંહ રોડ ઉપર આવી ચડ્યાનો વીડિયો વાયરલ થતા અનેક વાહન ચાલકોએ સિંહ દર્શનનો લાભ ઉઠાવ્યો હતો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0