Junagadh News: 10 હજાર સિમેન્ટની થેલીનો ઓર્ડર આપો તો ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ અને બોલેરો ગાડી ફ્રી, જૂનાગઢનો બિલ્ડર છેતરાયો

Aug 6, 2025 - 22:30
Junagadh News: 10 હજાર સિમેન્ટની થેલીનો ઓર્ડર આપો તો ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ અને બોલેરો ગાડી ફ્રી, જૂનાગઢનો બિલ્ડર છેતરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં બાંધકામના ધંધા સાથે સંકળાયેલ યુવાને અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીની ડીસ્ટ્રીબ્યુશન એજન્સી લેવાની લાલચમાં એક ગઠીયાની જાળમાં ફસાઈને 22.05 લાખ ગુમાવ્યા હોવાનો ગુનો સાયબર પોલીસ સ્ટેશનમાં નોધાયો છે.

અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીની ડીસ્ટ્રીબ્યુશન એજન્સી લેવાની હતી

મૂળ ગોંડલના અને હાલ જૂનાગઢમાં ગીરીરાજ સોસાયટીમાં ફૂવા સાથે રહેતા પ્રેમ ભૂમિતભાઈ કાછડીયા નામનો યુવાન ફૂવા સાથે ભાગીદારીમાં બાંધકામનો ધંધો કરે છે, અને તેને આદિત્ય બિલ્ડર્સ નામે બેંકમાં એકાઉન્ટ પણ છે. તે અરસામાં તેમને અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીની ડીસ્ટ્રીબ્યુશન એજન્સી લેવાની હતી. જેથી તેઓએ ગુગલમાં દર્શાવેલ કંપનીનો ટોલ ફ્રી નંબર ઉપર કોલ કર્યો હતો અને ઇન્ક્વાયરી કરી હતી. થોડીવારમાં તેને સામેથી કોઈ હિન્દી ભાષી સુશીલકુમાર શાહનો ફોન આવ્યો હતો.

ડીસ્ટ્રીબ્યુશન એજન્સી રાખવી હોય તો રજીસ્ટ્રેશન ફી ભરવી પડશે

અને તેને કહ્યું કે તમારે ડીસ્ટ્રીબ્યુશન એજન્સી રાખવી હોય તો રજીસ્ટ્રેશન ફી ભરવી પડશે. જેથી પ્રેમ દ્વારા તે રકમ ભરપાઈ કરવામાં આવ્યા પછી તે શખ્સે તેને કંપનીના લોગાવાળી કન્ફર્મેશનન લેટર આપીને બાદમાં લાલચ આપી કે, તમે 10 હજાર સિમેન્ટની થેલીનો ઓર્ડર આપશો તો 30 ટકા ડિસ્કાઉન્ટ અને એક બોલેરો ગાડી ફ્રી મળશે. જેથી તે લાલચમાં આવીને પ્રેમ કાછડીયાએ હિન્દીભાષી શખ્સના કહેવા અનુસાર અલગ અલગ એનઓસી અને લાયસન્સ માટેની રકમ ઓનલાઈન બેન્કમાંથી ટ્રાન્સફર કરાવી હતી.પરંતુ ત્યાર બાદ પણ તેને સિમેન્ટની થેલીનો ઓર્ડર પૂરો ના કર્યો અને માલુમ પડ્યું કે,તેમની સાથે છેતરપીંડી થઈ છે. જેથી તેની પાસેથી કુલ 22.05 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોધાઇ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0