Junagadh Food Poisoning: કેશોદમાં ફૂડ પોઇઝિંગ થતાં 6 લોકો હોસ્પિટલના બિછાને પહોંચ્યા

કેશોદના બાલાગામ વાડી વિસ્તારમાં બની ઘટના6 લોકોને ગંભીર અસર,અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા પરિવારના સભ્યોએ ભોજન લીધા બાદ તબિયત લથડી ઉનાળો શરૂ થતાંની સાથે જ તંત્રને ફૂડ પોઈઝનીંગની સૌથી વધુ ચિંતા સતાવતી હોય છે. જેને લઈને તંત્રના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઘણીવાર ખાણીપીણીની દુકાનો પર દરોડા પાડવામાં આવતા હોય છે અને અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે. તેમ છતાં ઘણીવાર લોકો ખોરાકી ઝેરનો ભાગ બનતા હોય છે. આવી જ ઘટના સામે આવી છે જુનાગઢના કેશોદથી જેમાં 6 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં સારવાર માટે હોસ્પિટલ ભેગા થવું પડ્યું છે. જુનાગઢના કેશોદમાં ફૂડ પોઈઝનીંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જુનાગઢના કેશોદના બાલાગામ વાડી વિસ્તારમાં ફૂડ પોઇઝિંગ થતાં 6 લોકો અસરગ્રસ્ત થયા છે. 6 લોકોને ખોરાકી ઝેરની ગંભીર અસર થતાં તમામને સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે અસરગ્રસ્ત 6 લોકો એક જ પરિવારના સભ્યો છે. પરિવારના સભ્યોએ ભોજન લીધા બાદ તમામની તબિયત લથડી હતી. જેને કારણે તેમણે હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. જોકે, ખોરાકી ઝેરની અસર કયો ખોરાક આરોગવાથી થઈ તે માહિતી હજુ સામે આવી નથી.

Junagadh Food Poisoning: કેશોદમાં ફૂડ પોઇઝિંગ થતાં 6 લોકો હોસ્પિટલના બિછાને પહોંચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેશોદના બાલાગામ વાડી વિસ્તારમાં બની ઘટના
  • 6 લોકોને ગંભીર અસર,અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
  • પરિવારના સભ્યોએ ભોજન લીધા બાદ તબિયત લથડી

ઉનાળો શરૂ થતાંની સાથે જ તંત્રને ફૂડ પોઈઝનીંગની સૌથી વધુ ચિંતા સતાવતી હોય છે. જેને લઈને તંત્રના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઘણીવાર ખાણીપીણીની દુકાનો પર દરોડા પાડવામાં આવતા હોય છે અને અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે. તેમ છતાં ઘણીવાર લોકો ખોરાકી ઝેરનો ભાગ બનતા હોય છે. આવી જ ઘટના સામે આવી છે જુનાગઢના કેશોદથી જેમાં 6 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં સારવાર માટે હોસ્પિટલ ભેગા થવું પડ્યું છે.


જુનાગઢના કેશોદમાં ફૂડ પોઈઝનીંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જુનાગઢના કેશોદના બાલાગામ વાડી વિસ્તારમાં ફૂડ પોઇઝિંગ થતાં 6 લોકો અસરગ્રસ્ત થયા છે. 6 લોકોને ખોરાકી ઝેરની ગંભીર અસર થતાં તમામને સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે અસરગ્રસ્ત 6 લોકો એક જ પરિવારના સભ્યો છે. પરિવારના સભ્યોએ ભોજન લીધા બાદ તમામની તબિયત લથડી હતી. જેને કારણે તેમણે હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. જોકે, ખોરાકી ઝેરની અસર કયો ખોરાક આરોગવાથી થઈ તે માહિતી હજુ સામે આવી નથી.