Junagadh City અને ગિરનાર ઉપર ધોધમાર વરસાદ પડતા નદીઓમાં આવ્યું ઘોડાપૂર

જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા ઘૂંટણસમા ભરાયા પાણી ગિરનાર ઉપર ધોધમાર વરસાદ વરસતા નયનરમ્યો દશ્યો સર્જાયા સોનરખ અને કાળવા નદીમાં આવ્યું ઘોડાપૂર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘો ધમાકેદાર બેટીંગ કરી રહ્યો છે,ત્યારે ગિરનાર ઉપર ધોધમાર વરસાદ વરસતા નયનરમ્ય દશ્યો સર્જાયા છે.સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.અતિભારે વરસાદને કારણે જૂનાગઢ શહેર સહિત જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો છે. સરોવરમાં નવા નીરની આવક જૂનાગઢ જિલ્લાની ઓઝત સહિતની મોટી નદીઓ અને તાલુકાની સ્થાનિક નદીની સાથે નાના-મોટા તમામ જળાશયો વરસાદી પાણીમાં છલીને ઓવરફ્લો થતાં જોવા મળી રહ્યા છે. આણંદપુર સાપુર અને વંથલી વિયર ડેમ, બાંટવાનો ખારો, માળિયા નજીક આવેલ ભાખરવડ ડેમ અને મધુવંતી ડેમ સહિત તમામ નાના-મોટા જળાશયો અને સરોવરોની સાથે નદીઓ પણ વરસાદી પાણીથી ભરાઈને છલોછલ વહેતી જોવા મળે છે. શું કહે છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી. ભારે વરસાદને લઈ ગુજરાતમાં 41 રસ્તાઓ બંધ થયા ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તા બંધ કરવા પડયા છે. તો જૂનાગઢના 12 રસ્તા બંધ કરવા પડ્યા છે. 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તક રસ્તા અને અન્ય 10 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. ભારે વરસાદથી એસટી બસ સેવા પણ પ્રભાવિત થઇ છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે અનેક રૂટ પર એસટી બસ સેવા બંધ કરવાની ફરજ પડી છે. NDRFની ટીમ તૈનાત રાજ્યમાં ભારે વરસાદથી NDRF સ્ટેન્ડબાય છે. જેમાં નર્મદા, કચ્છમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ, વલસાડમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. જેમાં દ્વારકા, જૂનાગઢમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા ભાવનગર, અમરેલીમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા સુરત, ગીર સોમનાથમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. આમ ગુજરાતમાં દસ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.

Junagadh City અને ગિરનાર ઉપર ધોધમાર વરસાદ પડતા નદીઓમાં આવ્યું ઘોડાપૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા ઘૂંટણસમા ભરાયા પાણી
  • ગિરનાર ઉપર ધોધમાર વરસાદ વરસતા નયનરમ્યો દશ્યો સર્જાયા
  • સોનરખ અને કાળવા નદીમાં આવ્યું ઘોડાપૂર

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘો ધમાકેદાર બેટીંગ કરી રહ્યો છે,ત્યારે ગિરનાર ઉપર ધોધમાર વરસાદ વરસતા નયનરમ્ય દશ્યો સર્જાયા છે.સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.અતિભારે વરસાદને કારણે જૂનાગઢ શહેર સહિત જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સરોવરમાં નવા નીરની આવક

જૂનાગઢ જિલ્લાની ઓઝત સહિતની મોટી નદીઓ અને તાલુકાની સ્થાનિક નદીની સાથે નાના-મોટા તમામ જળાશયો વરસાદી પાણીમાં છલીને ઓવરફ્લો થતાં જોવા મળી રહ્યા છે. આણંદપુર સાપુર અને વંથલી વિયર ડેમ, બાંટવાનો ખારો, માળિયા નજીક આવેલ ભાખરવડ ડેમ અને મધુવંતી ડેમ સહિત તમામ નાના-મોટા જળાશયો અને સરોવરોની સાથે નદીઓ પણ વરસાદી પાણીથી ભરાઈને છલોછલ વહેતી જોવા મળે છે.


શું કહે છે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.

ભારે વરસાદને લઈ ગુજરાતમાં 41 રસ્તાઓ બંધ થયા

ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તા બંધ કરવા પડયા છે. તો જૂનાગઢના 12 રસ્તા બંધ કરવા પડ્યા છે. 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તક રસ્તા અને અન્ય 10 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. ભારે વરસાદથી એસટી બસ સેવા પણ પ્રભાવિત થઇ છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે અનેક રૂટ પર એસટી બસ સેવા બંધ કરવાની ફરજ પડી છે.

NDRFની ટીમ તૈનાત

રાજ્યમાં ભારે વરસાદથી NDRF સ્ટેન્ડબાય છે. જેમાં નર્મદા, કચ્છમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ, વલસાડમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. જેમાં દ્વારકા, જૂનાગઢમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા ભાવનગર, અમરેલીમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા સુરત, ગીર સોમનાથમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. આમ ગુજરાતમાં દસ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.