ભાવનગરમાં 2 દિવસમાં 2 જર્જરીત મકાન ધરાશાઈ થયા, લોકોમાં ફફડાટ
- ચોમાસા દરમિયાન જર્જરીત મિલ્કત પડવાની ઘટનાઓ યથાવત - શહેરની ભાદેવાની શેરીમાં આવેલ મકાનની ગેલરીનો ભાગ પડતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં થતા રાહત ભાવનગર : ચોમાસા દરમિયાન જર્જરીત મકાન ઘટનાની ઘટનાઓ વધતી હોય છે, જેના કારણે જાનહાની ન થાય તે માટે ચોમાસા પૂર્વે જર્જરીત મિલ્કતોનો સર્વે કરી મહાપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતી હોય છે અને રીપેરીંગ કરાવવા અથવા મકાન ખાલી કરાવવા સૂચના આપવામાં આવતી હોય છે. કેટલાક જર્જરીત મિલ્કત ધારકો કોઈ કાર્યવાહી કરતા નથી, જેના પગલે જર્જરીત મકાન પડવાની ઘટના બનતી હોય છે. ભાવનગરમાં છેલ્લા બે દિવસમાં બે જર્જરીત મકાન ધરાશાઈ થયા હતા તેથી દોડધામ મચી જવા પામી હતી. ભાવનગર શહેરના મામા કોઠા રોડ પર આવેલ એક જર્જરીત મકાન ગત શનિવારે ધરાશાઈ થયુ હતુ અને આજે રવિવારે શહેરના ભાદેવાની શેરીમાં એક જર્જરીત મકાનનો ગેલરીનો ભાગ પડયો હતો તેથી દોડધામ મચી જવા પામી હતી. આ મકાનના માલિક શાહ આગમભાઈ શૈલેષકુમાર હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. આ મકાનની ગેલરી પડતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો અને તેઓ ઘરની બહાર નિકળી ગયા હતાં. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટયા હતાં. આ બનાવની જાણ થતા ફાયર સ્ટાફ અને મહાપાલિકાના એસ્ટેટ વિભાગનો સ્ટાફ સ્થળ પહોંચી ગયો હતો. આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી. મહાપાલિકાની ટીમે વીજ જોડાણ કપાવી નાખી લાકડા સહિતનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ત્રણ માળનુ મકાન હતુ અને જે ભાગ જોખમી છે તેને ઉતારી લેવા મહાપાલિકાએ સૂચના આપી હતી. આ મિલ્કતને મનપાએ નોટિસ આપી હતી કે નહીં ? તે જાણવા મળેલ નથી. ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં વરસાદના પગલે ચાલુ વર્ષે કેટલીક જર્જરીત મિલ્કતો ધરાશાઈ છે પરંતુ કોઈ જાનહાની નહીં થતા રાહત થઈ છે. આ ઘટનાઓને ધ્યાનમાં લઈ જર્જરીત મિલ્કતો ખાલી કરવી જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે. મનપાએ 200 થી વધુ જર્જરીત મિલ્કતને નોટિસ આપી છે ભાવનગર મહાપાલિકાએ ચોમાસા પૂર્વે સર્વે કરી આશરે ર૦૦થી જર્જરીત મિલ્કતને નોટિસ આપી છે. જર્જરીત મિલ્કત રીપેરીંગ કરવી અથવા ખાલી કરવા જણાવેલ છે, જેના પગલે કેટલાક મિલ્કત ધારકોએ મકાન ખાલી કરાવી નાખ્યા હતા અને કેટલાક મિલ્કત ધારકોએ રીપેરીંગ કરાવ્યુ હતું. કેટલાક મિલ્કત ધારકોએ કોઈ કાર્યવાહી નહીં કરતા મનપાએ પાણી અને ડ્રેનેજ લાઈન કાપી નાખી હતી તેમજ વીજ લાઈન કટ કરાવી હતી. આ કામગીરીના પગલે લોકોમાં રોષ ફેલાયો હતો પરંતુ જાનહાની અટકાવવા માટે મનપાએ કડક કાર્યવાહી કરવી જરૂરી છે તેવી લોકમુખે ચર્ચા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ચોમાસા દરમિયાન જર્જરીત મિલ્કત પડવાની ઘટનાઓ યથાવત
- શહેરની ભાદેવાની શેરીમાં આવેલ મકાનની ગેલરીનો ભાગ પડતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં થતા રાહત
ભાવનગર શહેરના મામા કોઠા રોડ પર આવેલ એક જર્જરીત મકાન ગત શનિવારે ધરાશાઈ થયુ હતુ અને આજે રવિવારે શહેરના ભાદેવાની શેરીમાં એક જર્જરીત મકાનનો ગેલરીનો ભાગ પડયો હતો તેથી દોડધામ મચી જવા પામી હતી. આ મકાનના માલિક શાહ આગમભાઈ શૈલેષકુમાર હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. આ મકાનની ગેલરી પડતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો અને તેઓ ઘરની બહાર નિકળી ગયા હતાં. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટયા હતાં. આ બનાવની જાણ થતા ફાયર સ્ટાફ અને મહાપાલિકાના એસ્ટેટ વિભાગનો સ્ટાફ સ્થળ પહોંચી ગયો હતો. આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી. મહાપાલિકાની ટીમે વીજ જોડાણ કપાવી નાખી લાકડા સહિતનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ત્રણ માળનુ મકાન હતુ અને જે ભાગ જોખમી છે તેને ઉતારી લેવા મહાપાલિકાએ સૂચના આપી હતી. આ મિલ્કતને મનપાએ નોટિસ આપી હતી કે નહીં ? તે જાણવા મળેલ નથી.
ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં વરસાદના પગલે ચાલુ વર્ષે કેટલીક જર્જરીત મિલ્કતો ધરાશાઈ છે પરંતુ કોઈ જાનહાની નહીં થતા રાહત થઈ છે. આ ઘટનાઓને ધ્યાનમાં લઈ જર્જરીત મિલ્કતો ખાલી કરવી જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.
મનપાએ 200 થી વધુ જર્જરીત મિલ્કતને નોટિસ આપી છે
ભાવનગર મહાપાલિકાએ ચોમાસા પૂર્વે સર્વે કરી આશરે ર૦૦થી જર્જરીત મિલ્કતને નોટિસ આપી છે. જર્જરીત મિલ્કત રીપેરીંગ કરવી અથવા ખાલી કરવા જણાવેલ છે, જેના પગલે કેટલાક મિલ્કત ધારકોએ મકાન ખાલી કરાવી નાખ્યા હતા અને કેટલાક મિલ્કત ધારકોએ રીપેરીંગ કરાવ્યુ હતું. કેટલાક મિલ્કત ધારકોએ કોઈ કાર્યવાહી નહીં કરતા મનપાએ પાણી અને ડ્રેનેજ લાઈન કાપી નાખી હતી તેમજ વીજ લાઈન કટ કરાવી હતી. આ કામગીરીના પગલે લોકોમાં રોષ ફેલાયો હતો પરંતુ જાનહાની અટકાવવા માટે મનપાએ કડક કાર્યવાહી કરવી જરૂરી છે તેવી લોકમુખે ચર્ચા છે.