Junagadh: સરકારી નોકરીના બહાને 4.5 લાખની છેતરપિંડી આચરનારા 4ની ધરપકડ

આજકાલના બેરોજગાર યુવાનો સરકારી નોકરીની લાલચમાં આવીને લેભાગુ તત્વોનો ભોગ બનતા હોય છે, આવું જ કંઈક જૂનાગઢમાં બન્યું છે. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રહેતા કાળુભાઈ કરસનભાઈ સોલંકીના પુત્ર સહિત અન્ય બે યુવાનોને વન વિભાગમાં ક્લાસ ટુ એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા 75 લાખનું નક્કી કરવામાં આવ્યું હતું.ખોટા ઈમેઈલથી ઈન્ટરવ્યુ માટે જાણ કરી તેમાંથી રૂપિયા સાડા ચાર લાખ ફરિયાદીઓ પાસેથી લઈને આરોપી બાબુ ધનજી રાખ વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને દિપક શામલાલ સેન નામના શખ્સોએ જીપીએસસીના ખોટા ઈ-મેઈલ આઈડીમાંથી રિક્રુટમેન્ટ ઓથોરિટી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નામે ઈન્ટરવ્યૂ માટેના ખોટા ઈમેઈલ મોકલી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. વિશ્વાસઘાત કરી મોટી રકમ પડાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું આ કામના તમામ આરોપીઓએ ફરિયાદી તથા સાહેબો પાસેથી વિશ્વાસઘાત કરી મોટી રકમ પડાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. જેમાં નાથાભાઈ લાખાભાઈ સોલંકી મારફત આ કામના ફરિયાદીના પુત્ર જીતુભાઈ સોલંકી, પરબતભાઈ પિઠીયાના દીકરા નયન તેમજ ખીમજીભાઈ સોલંકીના પુત્ર ગૌતમ આ ત્રણેયને વન વિભાગમાં સરકારી નોકરીએ લગાડી દેવાની લાલચ આપીને એક યુવાન દીઠ 25 લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યા હતા. પોલીસે આ કેસમાં કેટલા લોકો સામેલ, તે તપાસ શરૂ કરી નક્કી થયા મુજબ સાડા ચાર લાખ રૂપિયા પ્રથમ આપ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો અને ચાર આરોપીને પોલીસે ઝડપી લીધા હતા. આમ, યુવાનોને છેતરીને પૈસા પડાવી લેતી આ ટોળકીના ચાર સભ્યોને પોલીસને ઝડપી લેવામાં સફળતા મળી છે. ત્યારે હજુ આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી અને હજુ કોણ કોણ આ કેસમાં સામેલ છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Junagadh: સરકારી નોકરીના બહાને 4.5 લાખની છેતરપિંડી આચરનારા 4ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજકાલના બેરોજગાર યુવાનો સરકારી નોકરીની લાલચમાં આવીને લેભાગુ તત્વોનો ભોગ બનતા હોય છે, આવું જ કંઈક જૂનાગઢમાં બન્યું છે. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રહેતા કાળુભાઈ કરસનભાઈ સોલંકીના પુત્ર સહિત અન્ય બે યુવાનોને વન વિભાગમાં ક્લાસ ટુ એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા 75 લાખનું નક્કી કરવામાં આવ્યું હતું.

ખોટા ઈમેઈલથી ઈન્ટરવ્યુ માટે જાણ કરી

તેમાંથી રૂપિયા સાડા ચાર લાખ ફરિયાદીઓ પાસેથી લઈને આરોપી બાબુ ધનજી રાખ વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને દિપક શામલાલ સેન નામના શખ્સોએ જીપીએસસીના ખોટા ઈ-મેઈલ આઈડીમાંથી રિક્રુટમેન્ટ ઓથોરિટી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નામે ઈન્ટરવ્યૂ માટેના ખોટા ઈમેઈલ મોકલી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા.

વિશ્વાસઘાત કરી મોટી રકમ પડાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું

આ કામના તમામ આરોપીઓએ ફરિયાદી તથા સાહેબો પાસેથી વિશ્વાસઘાત કરી મોટી રકમ પડાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. જેમાં નાથાભાઈ લાખાભાઈ સોલંકી મારફત આ કામના ફરિયાદીના પુત્ર જીતુભાઈ સોલંકી, પરબતભાઈ પિઠીયાના દીકરા નયન તેમજ ખીમજીભાઈ સોલંકીના પુત્ર ગૌતમ આ ત્રણેયને વન વિભાગમાં સરકારી નોકરીએ લગાડી દેવાની લાલચ આપીને એક યુવાન દીઠ 25 લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યા હતા.

પોલીસે આ કેસમાં કેટલા લોકો સામેલ, તે તપાસ શરૂ કરી

નક્કી થયા મુજબ સાડા ચાર લાખ રૂપિયા પ્રથમ આપ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો અને ચાર આરોપીને પોલીસે ઝડપી લીધા હતા. આમ, યુવાનોને છેતરીને પૈસા પડાવી લેતી આ ટોળકીના ચાર સભ્યોને પોલીસને ઝડપી લેવામાં સફળતા મળી છે. ત્યારે હજુ આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી અને હજુ કોણ કોણ આ કેસમાં સામેલ છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.