Junagadhમાં ખાતર, જંતુનાશક દવા, બિયારણનાં 1453 નમૂના લીધા, 49 નમૂના બિનપ્રમાણિત ઠર્યા
સામાન્ય રીતે ખેડૂતોને સારૂ અને ઉચ્ચ ગુણવતાયુક્ત ખાતર, જંતુનાશક દવા, બિયારણ મળી રહે અને પુરતો જથ્થો પણ ફાળવવામાં આવે તે માટેની જવાબદારી જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ વિભાગની રહેલી છે. જેમાં ક્ષતિ જોવા મળતાં ચાલુ વર્ષમાં જિલ્લાનાં 120 જેટલા ખાતર ડેપોનાં પરવાનાં કાયમી ધોરણે રદ કરવામાં આવ્યાં છે. તેમજકુલ 1453 નમૂનાં લેવામાં આવ્યાં હતા જે પૈકી 49 બિન પ્રમાણિત ઠરતાં તેમની સામે કાયદાકિય પગલા લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે. કોર્ટ કેસ કરી કાર્યવાહી કરી જૂનાગઢ જીલ્લામાં નાયબ ખેતી નિયામક (વિ.) એસ.એમ. ગધેસરિયાએ જણાવ્યું હતું કે, ગુણવતાં નિયંત્રણ તંત્ર દ્વારા ખાતર, જંતુનાશક દાવાઓ, બિયારણનાં વેચાણકર્તા પેઢી ધારકો, ખાતર ડેપોની તપાસ કરવામાં આવી હતી. જે મુજબ વર્ષ ૨૦૨૪-૨૫માં અત્યાર સુધીમાં જુનાગઢ જીલ્લામાં તા.૧ લી એપ્રીલથી તા.૩૧ ડીસેમ્બર સુધીમાં વિક્રેતાઓ પાસેથી બિયારણનાં-૬૮૦, ખાતરનાં-૪૪૭ અને જંતુનાશક દવાના-૩૨૬ મળીને કુલ ૧૪૫૩ નમુનાં લેવામાં આવ્યાં હતા. જેમને પણ સરકાર માન્ય પ્રયોગ શાળાઓને પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યાં હતા. જે નમૂનાનું માન્ય પ્રયોગશાળા ખાતેથી પૃથ્થકરણનાં પરિણામો જે મળ્યા છે, તે પૈકી બિયારણનાં-૧૬, ખાતરનાં-૧૫ અને જંતુનાશક દવાના-૧૮ મળીને કુલ ૪૯ નમૂનાઓ બિન પ્રમાણિત જાહેર થયાં હતા. આથી જવાબદાર પેઢીઓ તથા જવાબદાર વ્યક્તિ અને ઉત્પાદક કંપની સામે ગુણવતા નિયંત્રણ તંત્ર દ્વારા સંલગ્ન કાયદાઓ હેઠળ કાયદેસર કો ર્ટકેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્પાદકોની સઘન તપાસણી કરવામાં આવી ચાલું વર્ષમાં બિયારણ, સસાયણિક ખાતરની ખરીદીની શરૂઆતથી તાલુકાના ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક (ગુ.નિ.) તથા નાયબ ખેતી નિયામક(વિ)ની સ્થાનિક સ્ક્વોડની રચના કરી કામગીરી કરવામાં આવેલ તેમજ સંયુક્ત ખેતી નિયામક (વિ.) કક્ષાએથી વિભાગીય સ્કવોડની રચના કરી અન્ય જીલ્લાના અધિકારી તેમજ રાજ્ય કક્ષાની સ્ક્વોડમાં ખાતા કક્ષાનાં અધિકારી અત્રેનાં અધિકારીઓના સંકલનમાં રહી વિક્રેતા, પેઢીઓ તથા ઉત્પાદકોની સઘન તપાસણી કરવામાં આવી હતી. ૨૧૦ પરવાનાઓ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યાં આ સ્કવોડ દ્વારા બિયારણનાં કુલ ૩૪, જંતુનાશક દવાના ૨૦ અને રાસાયણિક ખાતરના કુલ ૧૦ નમૂનાઓ એકત્રીત કર્યાં હતા. જેમાં એકત્રીત કરેલા નમૂનાને સીલબંધ કરી રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલ પ્રયોગ શાળામાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ શંકાસ્પદ દવા, ખાતર, બિયારણોનો જથ્થો રાખતી પેઢીઓ અને વિક્રેતાઓની પણ સઘન તપાસ કરવામાં આવે છે. જેમાં જો કોઈપણ ક્ષતિ સામે આવે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરાંત જે વિક્રેતાઓ વેપાર લાંબા સમયથી નિષ્ક્રિય હોય તેવા વિક્રેતાઓના પરવાનાઓ/ભાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરવામાં આવે છે. જે મુજબ ચાલુ વર્ષે જીલ્લામાં આવા કુલ ૨૧૦ પરવાનાઓ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યાં છે. વિક્રેતાઓને પરિપત્ર કરી સૂચના આપી હતી જૂનાગઢ, ઉપરાંત તમામ છૂટક વિક્રેતાઓને પરિપત્ર કરી તથા તાલુકા કક્ષાની મીટીંગોમાં સ્પષ્ટ સૂચનાં આપી છે કે, ખેડૂતોને જરૂરી ખાતરી સાથે કોઈ પણ બિન જરૂરી ખાતરી ફરજીયાત પણે (ટેગીંગ) ન આપવા અને જો કોઈ વિક્રેતા આવું કરતાં સામે આવતે તો તેમના પરવાના સસ્પેન્ડ કરવામાં આવશે. અત્યાર સુધીમાં કચેરીને ખેડૂતોની ફરિયાદ મળેલ નથી. પરંતુ આવું કરતાં ધ્યાને આવે તો તાલુકા કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએ જાણ કરવા આનુરોધ કર્યો છે. ચાલું વર્ષે 9 વિક્રેતાઓને 23 લાખનો દંડ ફટકાર્યો જૂનાગઢ, ખાતર, દવા કે બિયારણમાં ગોલમાલ કરતાં હોય તેવા ખાતર ડેપો કે કંપની સામે કડક કાર્યવાહી કરવા સરકારે સૂચના આપેલી છે. જે મજુબ વિવિધ કિસ્સાઓમાં ઉત્પાદક કર્તા કંપનીઓ અને વિતરણ કરતી પેઢીઓ સામે કોર્ટ કેસ કરવામાં આવ્યો હતો. જે પૈકી કુલ 9 વિક્રેતાઓ ગેરકાનુની ઠરતાં રૂ.23,1000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સામાન્ય રીતે ખેડૂતોને સારૂ અને ઉચ્ચ ગુણવતાયુક્ત ખાતર, જંતુનાશક દવા, બિયારણ મળી રહે અને પુરતો જથ્થો પણ ફાળવવામાં આવે તે માટેની જવાબદારી જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ વિભાગની રહેલી છે. જેમાં ક્ષતિ જોવા મળતાં ચાલુ વર્ષમાં જિલ્લાનાં 120 જેટલા ખાતર ડેપોનાં પરવાનાં કાયમી ધોરણે રદ કરવામાં આવ્યાં છે. તેમજકુલ 1453 નમૂનાં લેવામાં આવ્યાં હતા જે પૈકી 49 બિન પ્રમાણિત ઠરતાં તેમની સામે કાયદાકિય પગલા લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
કોર્ટ કેસ કરી કાર્યવાહી કરી
જૂનાગઢ જીલ્લામાં નાયબ ખેતી નિયામક (વિ.) એસ.એમ. ગધેસરિયાએ જણાવ્યું હતું કે, ગુણવતાં નિયંત્રણ તંત્ર દ્વારા ખાતર, જંતુનાશક દાવાઓ, બિયારણનાં વેચાણકર્તા પેઢી ધારકો, ખાતર ડેપોની તપાસ કરવામાં આવી હતી. જે મુજબ વર્ષ ૨૦૨૪-૨૫માં અત્યાર સુધીમાં જુનાગઢ જીલ્લામાં તા.૧ લી એપ્રીલથી તા.૩૧ ડીસેમ્બર સુધીમાં વિક્રેતાઓ પાસેથી બિયારણનાં-૬૮૦, ખાતરનાં-૪૪૭ અને જંતુનાશક દવાના-૩૨૬ મળીને કુલ ૧૪૫૩ નમુનાં લેવામાં આવ્યાં હતા. જેમને પણ સરકાર માન્ય પ્રયોગ શાળાઓને પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યાં હતા. જે નમૂનાનું માન્ય પ્રયોગશાળા ખાતેથી પૃથ્થકરણનાં પરિણામો જે મળ્યા છે, તે પૈકી બિયારણનાં-૧૬, ખાતરનાં-૧૫ અને જંતુનાશક દવાના-૧૮ મળીને કુલ ૪૯ નમૂનાઓ બિન પ્રમાણિત જાહેર થયાં હતા. આથી જવાબદાર પેઢીઓ તથા જવાબદાર વ્યક્તિ અને ઉત્પાદક કંપની સામે ગુણવતા નિયંત્રણ તંત્ર દ્વારા સંલગ્ન કાયદાઓ હેઠળ કાયદેસર કો ર્ટકેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉત્પાદકોની સઘન તપાસણી કરવામાં આવી
ચાલું વર્ષમાં બિયારણ, સસાયણિક ખાતરની ખરીદીની શરૂઆતથી તાલુકાના ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક (ગુ.નિ.) તથા નાયબ ખેતી નિયામક(વિ)ની સ્થાનિક સ્ક્વોડની રચના કરી કામગીરી કરવામાં આવેલ તેમજ સંયુક્ત ખેતી નિયામક (વિ.) કક્ષાએથી વિભાગીય સ્કવોડની રચના કરી અન્ય જીલ્લાના અધિકારી તેમજ રાજ્ય કક્ષાની સ્ક્વોડમાં ખાતા કક્ષાનાં અધિકારી અત્રેનાં અધિકારીઓના સંકલનમાં રહી વિક્રેતા, પેઢીઓ તથા ઉત્પાદકોની સઘન તપાસણી કરવામાં આવી હતી.
૨૧૦ પરવાનાઓ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યાં
આ સ્કવોડ દ્વારા બિયારણનાં કુલ ૩૪, જંતુનાશક દવાના ૨૦ અને રાસાયણિક ખાતરના કુલ ૧૦ નમૂનાઓ એકત્રીત કર્યાં હતા. જેમાં એકત્રીત કરેલા નમૂનાને સીલબંધ કરી રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલ પ્રયોગ શાળામાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ શંકાસ્પદ દવા, ખાતર, બિયારણોનો જથ્થો રાખતી પેઢીઓ અને વિક્રેતાઓની પણ સઘન તપાસ કરવામાં આવે છે. જેમાં જો કોઈપણ ક્ષતિ સામે આવે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરાંત જે વિક્રેતાઓ વેપાર લાંબા સમયથી નિષ્ક્રિય હોય તેવા વિક્રેતાઓના પરવાનાઓ/ભાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરવામાં આવે છે. જે મુજબ ચાલુ વર્ષે જીલ્લામાં આવા કુલ ૨૧૦ પરવાનાઓ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યાં છે.
વિક્રેતાઓને પરિપત્ર કરી સૂચના આપી હતી
જૂનાગઢ, ઉપરાંત તમામ છૂટક વિક્રેતાઓને પરિપત્ર કરી તથા તાલુકા કક્ષાની મીટીંગોમાં સ્પષ્ટ સૂચનાં આપી છે કે, ખેડૂતોને જરૂરી ખાતરી સાથે કોઈ પણ બિન જરૂરી ખાતરી ફરજીયાત પણે (ટેગીંગ) ન આપવા અને જો કોઈ વિક્રેતા આવું કરતાં સામે આવતે તો તેમના પરવાના સસ્પેન્ડ કરવામાં આવશે. અત્યાર સુધીમાં કચેરીને ખેડૂતોની ફરિયાદ મળેલ નથી. પરંતુ આવું કરતાં ધ્યાને આવે તો તાલુકા કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએ જાણ કરવા આનુરોધ કર્યો છે.
ચાલું વર્ષે 9 વિક્રેતાઓને 23 લાખનો દંડ ફટકાર્યો
જૂનાગઢ, ખાતર, દવા કે બિયારણમાં ગોલમાલ કરતાં હોય તેવા ખાતર ડેપો કે કંપની સામે કડક કાર્યવાહી કરવા સરકારે સૂચના આપેલી છે. જે મજુબ વિવિધ કિસ્સાઓમાં ઉત્પાદક કર્તા કંપનીઓ અને વિતરણ કરતી પેઢીઓ સામે કોર્ટ કેસ કરવામાં આવ્યો હતો. જે પૈકી કુલ 9 વિક્રેતાઓ ગેરકાનુની ઠરતાં રૂ.23,1000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.