Junagadhનું નરસિંહ તળાવ ઓવરફલો થતા શહેરમાં ફરી વળ્યા પાણી,એક કાર ફસાઈ

જૂનાગઢના ઝાંઝરડા અંડર બ્રિજમાં ભરાયા પાણી અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો હાલાકીમાં તળાવ ઓવરફ્લો થતાં અંડરબ્રિજમાં ભરાયા પાણી જૂનાગઢમાં ભારે વરસાદ વરસતા નરસિંહ તળાવ ઓવરફલો થયું હતુ જેના કારણે ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા,અંડરબ્રિજમાં પાણી ભરાતા કાર પાણીના પ્રવાહમાં ફસાઈ હતી.તો કાર ચાલક કાર મૂકીને બહાર નિકળી ગયો હતો.જૂનાગઢ જિલ્લાની ઓઝત સહિતની મોટી નદીઓ અને તાલુકાની સ્થાનિક નદીની સાથે નાના-મોટા તમામ જળાશયો વરસાદી પાણીમાં છલીને ઓવરફ્લો થતાં જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના ડેમ 50 ટકા ભરાયા જામનગર જિલ્લાનો વાગડીયા, સસોઈ-૨, ફુલઝર-૧, રૂપારેલ, ઉંડ-૩, ફુલઝર-૨, ડાય-મિનસર, વોડીસંગ ડેમ, પોરબંદરના અડવાણા, કાલીન્દ્રીં, સોરઠી અને ફોદારનેશ ડેમ, દેવભૂમિ દ્વારકાના સિંધાણી, સુરેન્દ્રનગરના વાંસલ, કચ્છના કાલાધોધા તથા રોજકોટ જિલ્લાના ફોફળ-૧ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. દ્રારકામાં સૌથી વધુ વરસાદ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ જેટલો વરસાદ તેમજ પોરબંદર તાલુકામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ જૂનાગઢના કેશોદ તાલુકામાં ૮ ઈંચથી વધુ તેમજ વંથલી તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અને વલસાડના ઉમરગામ તાલુકામાં ૬ ઈંચથી વધુ, જ્યારે દ્વારકાના ખંભાળિયા, પોરબંદરના રાણાવાવ તેમજ વલસાડ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદી માહોલ વચ્ચે વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ થયા રાજયમાં કુલ 193 રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા છે.પંચાયત હસ્તકના 168 રસ્તાઓ બંધ થયા છે.રાજ્યના 7 સ્ટેટ હાઇવે બંધ થયા છે,રાજ્યમાં અન્ય 18 માર્ગો બંધ થયા છે.રાજ્યમાં સૌથી વધારે જૂનાગઢમાં 83 રસ્તાઓ બંધ થયા છે.પોરબંદરમાં 76 રસ્તાઓ બંધ થયા છે.દેવભૂમિ દ્વારકામાં 11 રસ્તાઓ બંધ થયા છે. ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની 10 ટીમો રવાના કરાઈ 01 નર્મદા,1 ટીમ કચ્છ,1 ટીમ વલસાડ.1 ટીમ દેવભૂમિ દ્વારકા,1 ટીમ જૂનાગઢ,1 ટીમ ભાવનગર,1 ટીમ અમરેલી,1 ટિમ સુરત,1 ટીમ ગીર સોમનાથ,1 ટીમ રાજકોટથી દેવભૂમિ દ્વારકા જવા રવાના થઈ છે. શું કહે છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.  

Junagadhનું નરસિંહ તળાવ ઓવરફલો થતા શહેરમાં ફરી વળ્યા પાણી,એક કાર ફસાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢના ઝાંઝરડા અંડર બ્રિજમાં ભરાયા પાણી
  • અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો હાલાકીમાં
  • તળાવ ઓવરફ્લો થતાં અંડરબ્રિજમાં ભરાયા પાણી

જૂનાગઢમાં ભારે વરસાદ વરસતા નરસિંહ તળાવ ઓવરફલો થયું હતુ જેના કારણે ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા,અંડરબ્રિજમાં પાણી ભરાતા કાર પાણીના પ્રવાહમાં ફસાઈ હતી.તો કાર ચાલક કાર મૂકીને બહાર નિકળી ગયો હતો.જૂનાગઢ જિલ્લાની ઓઝત સહિતની મોટી નદીઓ અને તાલુકાની સ્થાનિક નદીની સાથે નાના-મોટા તમામ જળાશયો વરસાદી પાણીમાં છલીને ઓવરફ્લો થતાં જોવા મળી રહ્યા છે.

સૌરાષ્ટ્રના ડેમ 50 ટકા ભરાયા

જામનગર જિલ્લાનો વાગડીયા, સસોઈ-૨, ફુલઝર-૧, રૂપારેલ, ઉંડ-૩, ફુલઝર-૨, ડાય-મિનસર, વોડીસંગ ડેમ, પોરબંદરના અડવાણા, કાલીન્દ્રીં, સોરઠી અને ફોદારનેશ ડેમ, દેવભૂમિ દ્વારકાના સિંધાણી, સુરેન્દ્રનગરના વાંસલ, કચ્છના કાલાધોધા તથા રોજકોટ જિલ્લાના ફોફળ-૧ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે.


દ્રારકામાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ જેટલો વરસાદ તેમજ પોરબંદર તાલુકામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ જૂનાગઢના કેશોદ તાલુકામાં ૮ ઈંચથી વધુ તેમજ વંથલી તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અને વલસાડના ઉમરગામ તાલુકામાં ૬ ઈંચથી વધુ, જ્યારે દ્વારકાના ખંભાળિયા, પોરબંદરના રાણાવાવ તેમજ વલસાડ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વરસાદી માહોલ વચ્ચે વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ થયા

રાજયમાં કુલ 193 રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા છે.પંચાયત હસ્તકના 168 રસ્તાઓ બંધ થયા છે.રાજ્યના 7 સ્ટેટ હાઇવે બંધ થયા છે,રાજ્યમાં અન્ય 18 માર્ગો બંધ થયા છે.રાજ્યમાં સૌથી વધારે જૂનાગઢમાં 83 રસ્તાઓ બંધ થયા છે.પોરબંદરમાં 76 રસ્તાઓ બંધ થયા છે.દેવભૂમિ દ્વારકામાં 11 રસ્તાઓ બંધ થયા છે.

ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની 10 ટીમો રવાના કરાઈ

01 નર્મદા,1 ટીમ કચ્છ,1 ટીમ વલસાડ.1 ટીમ દેવભૂમિ દ્વારકા,1 ટીમ જૂનાગઢ,1 ટીમ ભાવનગર,1 ટીમ અમરેલી,1 ટિમ સુરત,1 ટીમ ગીર સોમનાથ,1 ટીમ રાજકોટથી દેવભૂમિ દ્વારકા જવા રવાના થઈ છે.

શું કહે છે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.