Jamnagarના કાલાવડના પીઠડીયા-2 ડેમમાં ડુબી જતાં માતા-પુત્રીના કરૂણ મોત

પુત્રી ડેમમાં પડી જતા માતા બચાવવા જતાં બન્ને ઉંડા પાણીમાં ડુબી ગઈ માતા-પુત્રી અને દેરાણી ડેમમાં કપડા ધોવા જતાં પુત્રીનો પગ લપસ્યો તરવૈયાઓએ માતા-પુત્રીને પાણીમાંથી બહાર કાઢ્યા જામનગરના કાલાવડ તાલુકાના પીઠડીયા-2 ગામમાં ડેમમાં કપડા ધોવા ગયેલી માતા-પુત્રીના પાણીમાં ડુબી જવાથી કરૂણ મોત નિપજતાં પરિવારમાં તેમજ નાના એવા ગામમાં શોક વ્યાપી ગયો છે. પુત્રીનો પગ લપસતા માતા બચાવવા જતાં બન્ને ઉંડા પાણીમાં ગરક થઈ જતાં ગામ લોકો દોડી આવ્યા હતાં. તરવૈયાઓએ માતા-પુત્રીને પાણીમાંથી બહાર કાઢ્યા પીઠડીયા-2 ગામમાં રહેતા રસીલાબેન વિજયભાઈ ડાંગરિયા (ઉ.વ.39) તેમની પુત્રી હેત્વીબેન (ઉ.વ.15) અને દેરાણી કાજલબેન ગત તા.26ના સાંજના સમયે ગામની સીમમાં આવેલા મણવર ડેમમાં કપડા ધોવા માટે ગયા હતાં. ત્યારે હેત્વીબેનનો પગ પલસતા તેણી ડેમમાં પડી જતાં માતા રસીલાબેને પુત્રીને બચાવવા માટે પાણીમાં કુદી ગયા હતાં અને માતા-પુત્રી બન્ને ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં સાથે રહેલા નણંદ કાજલબેને બુમો પાડવા લાગતા લોકો એકઠા થવા લાગ્યા હતાં અને ગામ લોકો પણ આવી ગયા હતાં અને તરવૈયાઓએ માતા-પુત્રીને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે કાલાવડ સરકારી હોસ્પિટલે લઈ ગયા હતાં. માતા-પુત્રીની એક સાથે અંતિમયાત્રા નિકળતા પરિવારજનો તેમજ ગામમાં શોક વ્યાપી ગયો ફરજ પરના તબીબોએ તપાસીને બન્નેના પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ બનાવની મૃતકના પતિ વિજયભાઈ છગનભાઈ ડાંગરીયાએ પોલીસમાં જાહેર કરતા જમાદાર વી.જે.જાદવ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતાં અને માતા-પુત્રીના મૃતદેહોના કબ્જા લઈને પીએમ માટે મોકલી દીધા હતાં. આ દુર્ઘટનાથી ગામમાં પણ શોક વ્યાપી ગયો હતો. આજે સવારે માતા-પુત્રીની એક સાથે અંતિમયાત્રા નિકળતા પરિવારજનો તેમજ ગામમાં શોક વ્યાપી ગયો હતો.

Jamnagarના કાલાવડના પીઠડીયા-2 ડેમમાં ડુબી જતાં માતા-પુત્રીના કરૂણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પુત્રી ડેમમાં પડી જતા માતા બચાવવા જતાં બન્ને ઉંડા પાણીમાં ડુબી ગઈ
  • માતા-પુત્રી અને દેરાણી ડેમમાં કપડા ધોવા જતાં પુત્રીનો પગ લપસ્યો
  • તરવૈયાઓએ માતા-પુત્રીને પાણીમાંથી બહાર કાઢ્યા

જામનગરના કાલાવડ તાલુકાના પીઠડીયા-2 ગામમાં ડેમમાં કપડા ધોવા ગયેલી માતા-પુત્રીના પાણીમાં ડુબી જવાથી કરૂણ મોત નિપજતાં પરિવારમાં તેમજ નાના એવા ગામમાં શોક વ્યાપી ગયો છે. પુત્રીનો પગ લપસતા માતા બચાવવા જતાં બન્ને ઉંડા પાણીમાં ગરક થઈ જતાં ગામ લોકો દોડી આવ્યા હતાં.

તરવૈયાઓએ માતા-પુત્રીને પાણીમાંથી બહાર કાઢ્યા

પીઠડીયા-2 ગામમાં રહેતા રસીલાબેન વિજયભાઈ ડાંગરિયા (ઉ.વ.39) તેમની પુત્રી હેત્વીબેન (ઉ.વ.15) અને દેરાણી કાજલબેન ગત તા.26ના સાંજના સમયે ગામની સીમમાં આવેલા મણવર ડેમમાં કપડા ધોવા માટે ગયા હતાં. ત્યારે હેત્વીબેનનો પગ પલસતા તેણી ડેમમાં પડી જતાં માતા રસીલાબેને પુત્રીને બચાવવા માટે પાણીમાં કુદી ગયા હતાં અને માતા-પુત્રી બન્ને ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં સાથે રહેલા નણંદ કાજલબેને બુમો પાડવા લાગતા લોકો એકઠા થવા લાગ્યા હતાં અને ગામ લોકો પણ આવી ગયા હતાં અને તરવૈયાઓએ માતા-પુત્રીને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે કાલાવડ સરકારી હોસ્પિટલે લઈ ગયા હતાં.

માતા-પુત્રીની એક સાથે અંતિમયાત્રા નિકળતા પરિવારજનો તેમજ ગામમાં શોક વ્યાપી ગયો

ફરજ પરના તબીબોએ તપાસીને બન્નેના પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ બનાવની મૃતકના પતિ વિજયભાઈ છગનભાઈ ડાંગરીયાએ પોલીસમાં જાહેર કરતા જમાદાર વી.જે.જાદવ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતાં અને માતા-પુત્રીના મૃતદેહોના કબ્જા લઈને પીએમ માટે મોકલી દીધા હતાં. આ દુર્ઘટનાથી ગામમાં પણ શોક વ્યાપી ગયો હતો. આજે સવારે માતા-પુત્રીની એક સાથે અંતિમયાત્રા નિકળતા પરિવારજનો તેમજ ગામમાં શોક વ્યાપી ગયો હતો.