Jamnagar: હાપા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ધરખમ આવક, સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી
એક તરફ ડુંગળીના ભાવમાં વધારો અટકવાનું નામ લઈ રહ્યો નથી, ત્યારે બીજી તરફ જામનગરના હાપા યાર્ડમાં ઉલટું ચિત્ર જોવા મળ્યું હતું. જામનગરના ખેડૂતો દ્વારા યાર્ડમાં વિશાળ માત્રામાં ડુંગળી ઠાલવવામાં આવી છે. યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતાં યાર્ડ સત્તાધિશોએ ડુંગળીની આવક બંધ કરવાની ફરજ પડી રહી છે, જોકે છૂટક બજારમાં ભાવ હજુ ઊંચા બોલાઈ રહ્યા છે.માર્કેટ યાર્ડમાં 16,000 મણ ડુંગળીની આવક નોંધાઈ જામનગરનું હાપા માર્કેટીંગ યાર્ડ ખુલ્લા બજારમાં મગફળી વેચાણ મામલે છેલ્લા 4 વર્ષથી જામનગર સહિત અન્ય જિલ્લાના ખેડૂતો માટે ખુબ જ વિશ્વાસુ અને જાણીતું થયું છે. ત્યારે આજે જામનગર યાર્ડમાં ડુંગળીની આવક નોંધાઈ છે. જેમાં આજે 225 જેટલા વાહનો લઈ ખેડૂતોએ 16,000 મણ ડુંગળીની આવક નોંધાવી છે. આવક વધી જવાથી યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે, ત્યારે શાકભાજી વિભાગમાં ડુંગળીની હરાજીનું ચિત્ર સામાન્ય દિવસો કરતા અલગ જોવા મળ્યું છે. 20 કિલો ડુંગળીના ભાવ રૂપિયા 100થી લઈને રૂપિયા 600 સુધી નોંધાયા જામનગર યાર્ડમાં ચાલુ વર્ષે ગત માસમાં મગફળીની ઐતહાસિક 75,000 બોરીની આવક ખુલ્લામાં નોંધાઈ હતી, ત્યારબાદ આજે યાર્ડમાં ખેડૂતોએ ગત મોડી રાત્રિથી વહેલી સવાર સુધીમાં 15,000 ગુણીની આવક નોંધાવી છે, જે જામનગર યાર્ડના ઈતિહાસમાં સૌપ્રથમવાર છે, ત્યારે યાર્ડમાં ડુંગળી ખુલ્લા બજારમાં હરાજી થતાં 20 કિલો ડુંગળીના ભાવ રૂપિયા 100થી લઈને રૂપિયા 600 સુધી નોંધાયા છે. વધુ ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હાપા યાર્ડમાં ડુંગળી માટે ફાળવેલી જગ્યામાં 15,000થી વધુ ગુણીઓનો ભરાવો થયો છે, ત્યારે બીજી તરફ છૂટક બજારમાં ડુંગળીના 60થી 70 રૂપિયા ભાવ વસુલવામાં આવે છે. જામનગરમાં ગત વર્ષે ડુંગળીનું વાવેતર ખુબ જ વધુ થયું હતું અને યોગ્ય પોષણશ્રમ ભાવ ના મળવાને કારણે ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા હતા, ત્યારે આ સીઝનમાં ગત વર્ષ કરતા થોડા વધુ ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એક તરફ ડુંગળીના ભાવમાં વધારો અટકવાનું નામ લઈ રહ્યો નથી, ત્યારે બીજી તરફ જામનગરના હાપા યાર્ડમાં ઉલટું ચિત્ર જોવા મળ્યું હતું. જામનગરના ખેડૂતો દ્વારા યાર્ડમાં વિશાળ માત્રામાં ડુંગળી ઠાલવવામાં આવી છે. યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતાં યાર્ડ સત્તાધિશોએ ડુંગળીની આવક બંધ કરવાની ફરજ પડી રહી છે, જોકે છૂટક બજારમાં ભાવ હજુ ઊંચા બોલાઈ રહ્યા છે.
માર્કેટ યાર્ડમાં 16,000 મણ ડુંગળીની આવક નોંધાઈ
જામનગરનું હાપા માર્કેટીંગ યાર્ડ ખુલ્લા બજારમાં મગફળી વેચાણ મામલે છેલ્લા 4 વર્ષથી જામનગર સહિત અન્ય જિલ્લાના ખેડૂતો માટે ખુબ જ વિશ્વાસુ અને જાણીતું થયું છે. ત્યારે આજે જામનગર યાર્ડમાં ડુંગળીની આવક નોંધાઈ છે. જેમાં આજે 225 જેટલા વાહનો લઈ ખેડૂતોએ 16,000 મણ ડુંગળીની આવક નોંધાવી છે. આવક વધી જવાથી યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે, ત્યારે શાકભાજી વિભાગમાં ડુંગળીની હરાજીનું ચિત્ર સામાન્ય દિવસો કરતા અલગ જોવા મળ્યું છે.
20 કિલો ડુંગળીના ભાવ રૂપિયા 100થી લઈને રૂપિયા 600 સુધી નોંધાયા
જામનગર યાર્ડમાં ચાલુ વર્ષે ગત માસમાં મગફળીની ઐતહાસિક 75,000 બોરીની આવક ખુલ્લામાં નોંધાઈ હતી, ત્યારબાદ આજે યાર્ડમાં ખેડૂતોએ ગત મોડી રાત્રિથી વહેલી સવાર સુધીમાં 15,000 ગુણીની આવક નોંધાવી છે, જે જામનગર યાર્ડના ઈતિહાસમાં સૌપ્રથમવાર છે, ત્યારે યાર્ડમાં ડુંગળી ખુલ્લા બજારમાં હરાજી થતાં 20 કિલો ડુંગળીના ભાવ રૂપિયા 100થી લઈને રૂપિયા 600 સુધી નોંધાયા છે.
વધુ ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી
હાપા યાર્ડમાં ડુંગળી માટે ફાળવેલી જગ્યામાં 15,000થી વધુ ગુણીઓનો ભરાવો થયો છે, ત્યારે બીજી તરફ છૂટક બજારમાં ડુંગળીના 60થી 70 રૂપિયા ભાવ વસુલવામાં આવે છે. જામનગરમાં ગત વર્ષે ડુંગળીનું વાવેતર ખુબ જ વધુ થયું હતું અને યોગ્ય પોષણશ્રમ ભાવ ના મળવાને કારણે ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા હતા, ત્યારે આ સીઝનમાં ગત વર્ષ કરતા થોડા વધુ ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.