Jamnagar એરપોર્ટ પર બોલિવૂડ સેલિબ્રિટીઝનો જમાવડો: રિલાયન્સની નવરાત્રીમાં જામશે રંગ!

Oct 15, 2026 - 19:30
Jamnagar એરપોર્ટ પર બોલિવૂડ સેલિબ્રિટીઝનો જમાવડો: રિલાયન્સની નવરાત્રીમાં જામશે રંગ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર એરપોર્ટ પર ફરી એકવાર બોલિવૂડ અને મનોરંજન જગતના જાણીતા સેલિબ્રિટીઝનો અદભુત જમાવડો જોવા મળ્યો છે. રિલાયન્સ ખાતે આયોજિત નવરાત્રીના વિશેષ રંગારંગ કાર્યક્રમમાં હાજરી આપવા માટે બોલિવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂર સહિત અનેક નામી હસ્તીઓ જામનગર આવી પહોંચી છે. સેલિબ્રિટીઝના આગમનને પગલે જામનગર એરપોર્ટ પર ચાહકો અને મીડિયાનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.

શાહિદ કપૂર, હર્ષ અને મેઘના સહાયકરનું સ્વાગત

એરપોર્ટ પર બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરના લેન્ડિંગ સાથે જ વાતાવરણ ઉત્સાહપૂર્ણ બની ગયું હતું. શાહિદ કપૂર ઉપરાંત પ્રખ્યાત કોમેડિયન હર્ષ અને મેઘના સહાયકર પણ જામનગર પહોંચ્યા છે. આ તમામ કલાકારો રિલાયન્સ ટાઉનશિપ ખાતે યોજાનારા નવરાત્રી મહોત્સવમાં પોતાના પરફોર્મન્સ અને હાજરીથી નવરાત્રીના ઉત્સવમાં વિશેષ રોનક ઉમેરશે.

Arrival of celebrities at Jamnagar Airport

ઓરી પણ પહોંચ્યા જામનગર 

બોલિવૂડના જાણીતા અને સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી (Orry) પણ જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ઓરી પણ રિલાયન્સ ખાતે યોજાનારા નવરાત્રીના ગરબા મહોત્સવમાં ખાસ હાજરી આપશે. રિલાયન્સમાં યોજાનારા આ ભવ્ય નવરાત્રી આયોજનને લઈને મોતી ખાવડી અને જામનગરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0