Gir Somnath News: ઉનામાં ઘરમાં લાગી આગ, ઉંદરે આગ લગાવી હોવાની આશંકા!

Nov 25, 2026 - 23:30
Gir Somnath News: ઉનામાં ઘરમાં લાગી આગ, ઉંદરે આગ લગાવી હોવાની આશંકા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથ જિલ્લાના ઉના-દીવ રોડ પર આવેલા ખારા ડેલા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મકાનમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા અને લા્ટો નીકળવા લાગતા સ્થાનિક લોકોમાં દોડધામ થઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેના કારણે ઉના-દીવ મુખ્ય રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

દીવા પ્રગટાવતી વેળાએ બની ઘટના, ઉંદરના કારણે આગ લાગ્યાની આશંકા

પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત દીવા પ્રગટાવતી વખતે સર્જાયો હતો. ઘરમાં ઉંદર દ્વારા દીવાની સળગતી વાટ ખેંચીને લઈ જવામાં આવતા આજુબાજુની વસ્તુઓમાં આગ પકડાઈ ગઈ હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.


ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

ઘટનાની જાણ થતાં જ ઉના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો હતો. રાહતની વાત એ રહી કે આ આકસ્મિક અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈને ઈજા પહોંચી ન હતી, જેના કારણે મોટો અનર્થ ટળી ગયો હતો.



આ પણ વાંચો: 25 November Top News: EPFO માં થયો મોટો બદલાવ, ફ્લાવર શો અને અટલ બ્રિજના ટિકિટ દર જાહેર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0