Jamnagar News: આગોતરા વાવેતર માટે ધ્રોલ ઉંડ-1 ડેમના 6 દરવાજા ખોલાયા

May 21, 2026 - 16:30
Jamnagar News: આગોતરા વાવેતર માટે ધ્રોલ ઉંડ-1 ડેમના 6 દરવાજા ખોલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધ્રોલ તાલુકાના ખેડૂતો માટે સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ સિઝનમાં ખેડૂતોના આગોતરા વાવેતર અને સિંચાઈની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ધ્રોલના જાણીતા ઉંડ-1 ડેમના 6 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલીને નદીના પટમાં સતત પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે.

ચેકડેમો અને જળાશયો છલકાશે, ખેડૂતોને મોટો ફાયદો

ડેમમાંથી પાણી છોડવાના કારણે નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા તમામ ચેકડેમો તથા અન્ય નાના જળાશયો પાણીથી તૃપ્ત થઈ જશે. આ પાણીના કારણે ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા આવશે, જેનાથી સ્થાનિક ખેડૂતોને ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.

આગોતરા વાવેતર માટે અમૃત સમાન નિર્ણય

ચોમાસાની શરૂઆત પહેલા જે ખેડૂતોએ આગોતરા વાવેતરનું આયોજન કર્યું છે અથવા વાવેતર કરી દીધું છે, તેમના માટે આ પાણી અમૃત સમાન સાબિત થશે. સરકારના આ લોકાભિમુખ નિર્ણયથી ધ્રોલ પંથકના જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સિંચાઈની ચિંતા દૂર થઈ છે.


આ પણ વાંચો - Jamnagar : 23 વર્ષીય યુવતીએ શાલિગ્રામ એપાર્ટમેન્ટના 10મા માળેથી કૂદીને કર્યો આપઘાત, સીસીટીવી આવ્યા સામે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0