Jamnagar Latest News: જામનગરના બેડેશ્વર પાસે સ્કૂલ વાનમાં લાગી આગ, દુર્ઘટના ટળી

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સ્કૂલબાનમાં આગનો બનાવઈકો ગાડીના ડ્રાઈવર દ્વારા સમય સૂચકતાથી આગને કાબૂમાં લીધીઆગને કાબૂમાં લેતા બાળકોએ રાહતનો શ્વાસ લીધોજામનગર શહેરમાં આવેલા બેડેશ્વર વિસ્તારમાં સ્કૂલે બાળકોને લઈ જતી ઈકો કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. રસ્તા પર જઈ રહેલી સ્કૂલવાનમાં સ્પાર્ક થતા અચાનક વાનમાં આગ ભભૂકી ઉઠી હતી. જો કે ઈકોવાનના ડ્રાયવરની સમયસૂચકતાથી ઈકોવાન રોકી વિદ્યાર્થીઓને બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. આ સ્કૂલવાનમાં કુલ છ જેટલાં બાળકો સવાર હતા અને શાળામાં જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.જામનગરમાં આવેલા બેડેશ્વર વિસ્તારમાં ભરબપોરે શહેરના માર્ગ પરથી વિદ્યાર્થીઓ સાથે પસાર થઈ રહેલી સ્કૂલન વાનમાં એકાએક સ્પાર્ક થયો જેથી આગની ઘટના સર્જાઈ અને જોતજોતામાં આગ આખી સ્કૂલવાનને ઝપટમાં લઈ લીધી હતી. સ્કૂલવાનમાં શાળાએ જતા છ વિદ્યાર્થીઓ બેઠા હતા. વાનમાં આગ લાગવાની ઘટનાને લઈ ડ્રાયવરે સમયસૂચતા વાપરીને તાબડતોબ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલવાનમાંથી બહાર કાઢી દીધા હતા. જેથી તમામનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી ગઈ હતી. આ સ્કૂલન વાનમાં આગ ભભૂકતા આખી વાન બળીને ખાખ થઈ ગઈ હતી. સ્કૂલવાનને આગને લઈ સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. બનાવને લઈ આગને કાબૂમાં લેવામાં આવતા બાળકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

Jamnagar Latest News: જામનગરના બેડેશ્વર પાસે સ્કૂલ વાનમાં લાગી આગ, દુર્ઘટના ટળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સ્કૂલબાનમાં આગનો બનાવ
  • ઈકો ગાડીના ડ્રાઈવર દ્વારા સમય સૂચકતાથી આગને કાબૂમાં લીધી
  • આગને કાબૂમાં લેતા બાળકોએ રાહતનો શ્વાસ લીધો

જામનગર શહેરમાં આવેલા બેડેશ્વર વિસ્તારમાં સ્કૂલે બાળકોને લઈ જતી ઈકો કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. રસ્તા પર જઈ રહેલી સ્કૂલવાનમાં સ્પાર્ક થતા અચાનક વાનમાં આગ ભભૂકી ઉઠી હતી. જો કે ઈકોવાનના ડ્રાયવરની સમયસૂચકતાથી ઈકોવાન રોકી વિદ્યાર્થીઓને બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. આ સ્કૂલવાનમાં કુલ છ જેટલાં બાળકો સવાર હતા અને શાળામાં જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં આવેલા બેડેશ્વર વિસ્તારમાં ભરબપોરે શહેરના માર્ગ પરથી વિદ્યાર્થીઓ સાથે પસાર થઈ રહેલી સ્કૂલન વાનમાં એકાએક સ્પાર્ક થયો જેથી આગની ઘટના સર્જાઈ અને જોતજોતામાં આગ આખી સ્કૂલવાનને ઝપટમાં લઈ લીધી હતી. સ્કૂલવાનમાં શાળાએ જતા છ વિદ્યાર્થીઓ બેઠા હતા. વાનમાં આગ લાગવાની ઘટનાને લઈ ડ્રાયવરે સમયસૂચતા વાપરીને તાબડતોબ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલવાનમાંથી બહાર કાઢી દીધા હતા. જેથી તમામનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી ગઈ હતી. આ સ્કૂલન વાનમાં આગ ભભૂકતા આખી વાન બળીને ખાખ થઈ ગઈ હતી. સ્કૂલવાનને આગને લઈ સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. બનાવને લઈ આગને કાબૂમાં લેવામાં આવતા બાળકોએ રાહતનો શ્વાસ લીધો હતો.