Jamnagar: મોડી રાત્રે પોલીસની મેગા ડ્રાઈવ, દેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો

જામનગર શહેરમાં ગતરાત્રીએ પોલીસની મેગા ડ્રાઇવ યોજાઈ હતી. જામનગર દિગ્જામ સર્કલ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું. Dysp જયવીરસિંહ ઝાલા, PI, PSI સહિતનો પોલીસ કાફલાએ ઝુપડપટ્ટી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ઝુંપડપટ્ટી વિસ્તારમા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો. આ કાર્યવાહી કરવામા આવતા લુખ્ખા તત્વોમાં ભારે દોડધામ મચી. શહેરના અનેક વિસ્તારોમાં શંકાસ્પદ ઘરોમાં ચેકિંગ જામનગર શહેરમાં જે વિસ્તારમાંથી પ્રોહીબિશન સહિતની અનેક ફરિયાદો ઉઠી રહી હતી. તે બાબતે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી DYSP જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરમાં આવેલ દિગ્જામ સર્કલ પાસે બાવરીવાસ હનુમાન ટેકરી સોનલ નગર સહિતના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા તમામ શંકાસ્પદ ઘરોમાં ચેકિંગ કર્યું હતું અને દેશી દારૂ બનાવવાનો માલ સામાન પણ કબજે કર્યો હતો. સમગ્ર મેગા ડ્રાઇવ બાબતે DYSP જયવીરસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જામનગર શહેરના દિગજામ સર્કલ પાસે આવેલ બાવરીવાસ વિસ્તાર તથા આસપાસના વિસ્તારના એ તમામ જગ્યાએ અવારનવાર પ્રોહીબિશનની ફરિયાદો આવતી હોય તેના અનુસંધાને શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા ડ્રાઇવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના પોલીસ સ્ટેશન A,B,C,બેડી મરીન પોલીસ સ્ટેશન તથા જિલ્લામાં LCBSOG સહિતના પેરલ ફરલો દ્વારા ડ્રાઇવરની કામગીરીમાં જોડાયા હતા. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવવામાં આવી તેમજ આ તમામ શાખાઓની અલગ-અલગ ટીમો બનાવીને અલગ અલગ એરિયામાં ડિવાઇડ કરીને તમામ ટીમોમાં પ્રોહિબિશન, એમબી, હથિયાર ધારા 135 ગિપીએફ મુજબની કામગીરી તેમજ અલગ અલગ પ્રકારના એનડીપીએસ મુજબની કામગીરી અને વિવિધ પ્રકારની કામગીરી માટેની કોમ્બિંગ રાખવામાં આવેલ હતી અને આ કામગીરી હાલ ચાલુમાં છે તેમજ અલગ અલગ ટીમો દ્વારા વિવિધ પ્રકારની સામગ્રી જેમકે પ્રોહિબિશનમાં ઉપયોગ થતો ગોળ હાથો વગેરે પણ પકડવામાં આવ્યું છે અને અને અલગ અલગ જગ્યાએ દેશી દારૂનો જથ્થો પણ પકડવામા આવ્યો છે અને હાલ તમામ કામગીરી હાલ ચાલુમાં છે.

Jamnagar: મોડી રાત્રે પોલીસની મેગા ડ્રાઈવ, દેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર શહેરમાં ગતરાત્રીએ પોલીસની મેગા ડ્રાઇવ યોજાઈ હતી. જામનગર દિગ્જામ સર્કલ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું. Dysp જયવીરસિંહ ઝાલા, PI, PSI સહિતનો પોલીસ કાફલાએ ઝુપડપટ્ટી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ઝુંપડપટ્ટી વિસ્તારમા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો. આ કાર્યવાહી કરવામા આવતા લુખ્ખા તત્વોમાં ભારે દોડધામ મચી.

શહેરના અનેક વિસ્તારોમાં શંકાસ્પદ ઘરોમાં ચેકિંગ

જામનગર શહેરમાં જે વિસ્તારમાંથી પ્રોહીબિશન સહિતની અનેક ફરિયાદો ઉઠી રહી હતી. તે બાબતે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી DYSP જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરમાં આવેલ દિગ્જામ સર્કલ પાસે બાવરીવાસ હનુમાન ટેકરી સોનલ નગર સહિતના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા તમામ શંકાસ્પદ ઘરોમાં ચેકિંગ કર્યું હતું અને દેશી દારૂ બનાવવાનો માલ સામાન પણ કબજે કર્યો હતો.

સમગ્ર મેગા ડ્રાઇવ બાબતે DYSP જયવીરસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જામનગર શહેરના દિગજામ સર્કલ પાસે આવેલ બાવરીવાસ વિસ્તાર તથા આસપાસના વિસ્તારના એ તમામ જગ્યાએ અવારનવાર પ્રોહીબિશનની ફરિયાદો આવતી હોય તેના અનુસંધાને શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા ડ્રાઇવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના પોલીસ સ્ટેશન A,B,C,બેડી મરીન પોલીસ સ્ટેશન તથા જિલ્લામાં LCBSOG સહિતના પેરલ ફરલો દ્વારા ડ્રાઇવરની કામગીરીમાં જોડાયા હતા.

પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવવામાં આવી

તેમજ આ તમામ શાખાઓની અલગ-અલગ ટીમો બનાવીને અલગ અલગ એરિયામાં ડિવાઇડ કરીને તમામ ટીમોમાં પ્રોહિબિશન, એમબી, હથિયાર ધારા 135 ગિપીએફ મુજબની કામગીરી તેમજ અલગ અલગ પ્રકારના એનડીપીએસ મુજબની કામગીરી અને વિવિધ પ્રકારની કામગીરી માટેની કોમ્બિંગ રાખવામાં આવેલ હતી અને આ કામગીરી હાલ ચાલુમાં છે તેમજ અલગ અલગ ટીમો દ્વારા વિવિધ પ્રકારની સામગ્રી જેમકે પ્રોહિબિશનમાં ઉપયોગ થતો ગોળ હાથો વગેરે પણ પકડવામાં આવ્યું છે અને અને અલગ અલગ જગ્યાએ દેશી દારૂનો જથ્થો પણ પકડવામા આવ્યો છે અને હાલ તમામ કામગીરી હાલ ચાલુમાં છે.