Jamnagar: દિવાળી વેકેશન બાદ હાપા યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર

તહેવારોની રજા બાદ આજે લાભ પાંચમથી જામનગરના હાપા યાર્ડ શુભારંભ થયો છે. યાર્ડની બહાર વાહનોની આશરે દોઢ કિમીની લાંબી લાઈન લાગી છે. એક સપ્તાહની રજા બાદ લાભ પાંચમથી યાર્ડ કાર્યરત છે. ખેડૂતો મગફળી લઈને 200 વાહનો લઈ કતારમાં લાગ્યા છે.દિવાળીના તહેવારોની રજા બાદ જામનગરનુ હાપા માર્કેટ યાર્ડ લાભપાંચમના દિવસે ધમધમી રહ્યું છે. હાપા માર્કેટીંગ યાર્ડમાં એક સપ્તાહની રજા બાદ લાભ પાંચમ બુધવારથી કાર્યરત થયું છે. જેને કારણે ખેડુતો પોતાની મગફળી લઈને મંગળવારે બપોરથી કતારમાં ઊભા રહ્યાં છે. આશરે 200 જેટલા વાહનોની કતાર લાગી છે. મગફળી ભરેલા વાહનોની લાંબી આશરે દોઢ કિમીની લાંબી વાહનોની લાઈન લાગી છે.હાપા યાર્ડની બહાર કલાકો સુધી રાહ જોવા ખેડૂતો મજબુર થયા છે. અગાઉ વરસાદી વાતાવરણના કારણે મગફળીનુ વેચાણ થઈ ના શક્યુ, ત્યાર બાદ દિવાળીની રજાઓ આવી. હવે રજા બાદ યાર્ડ ખુલે તે પહેલા જે યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો લાગી છે.

Jamnagar: દિવાળી વેકેશન બાદ હાપા યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તહેવારોની રજા બાદ આજે લાભ પાંચમથી જામનગરના હાપા યાર્ડ શુભારંભ થયો છે. યાર્ડની બહાર વાહનોની આશરે દોઢ કિમીની લાંબી લાઈન લાગી છે. એક સપ્તાહની રજા બાદ લાભ પાંચમથી યાર્ડ કાર્યરત છે. ખેડૂતો મગફળી લઈને 200 વાહનો લઈ કતારમાં લાગ્યા છે.

દિવાળીના તહેવારોની રજા બાદ જામનગરનુ હાપા માર્કેટ યાર્ડ લાભપાંચમના દિવસે ધમધમી રહ્યું છે. હાપા માર્કેટીંગ યાર્ડમાં એક સપ્તાહની રજા બાદ લાભ પાંચમ બુધવારથી કાર્યરત થયું છે. જેને કારણે ખેડુતો પોતાની મગફળી લઈને મંગળવારે બપોરથી કતારમાં ઊભા રહ્યાં છે. આશરે 200 જેટલા વાહનોની કતાર લાગી છે. મગફળી ભરેલા વાહનોની લાંબી આશરે દોઢ કિમીની લાંબી વાહનોની લાઈન લાગી છે.

હાપા યાર્ડની બહાર કલાકો સુધી રાહ જોવા ખેડૂતો મજબુર થયા છે. અગાઉ વરસાદી વાતાવરણના કારણે મગફળીનુ વેચાણ થઈ ના શક્યુ, ત્યાર બાદ દિવાળીની રજાઓ આવી. હવે રજા બાદ યાર્ડ ખુલે તે પહેલા જે યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો લાગી છે.