Harsh Sanghavi ફરી વડોદરાની મુલાકાતે, વિવિધ વિભાગો સાથે યોજી રિવ્યુ બેઠક

160 હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલા આઈ.સી.યુમાં પાણી ભરાયા હતા980 હોસ્પિટલના 14000 તબીબો સરકારી હોસ્પિટલને મદદ કરશે: IMA ખાનગી હોસ્પિટલના તબીબો પણ પૂર આવ્યુ ત્યારથી તમામ વિસ્તારમાં સેવા આપી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી વડોદરાની મુલાકાતે આવ્યા છે અને કલેક્ટર કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજી છે. આ રિવ્યુ બેઠકમાં IMA, પોલીસ સહિત અન્ય વિભાગો પણ જોડાયા છે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર છે. 10 દિવસ બાદ શહેરમાં રોગચાળો વકરવાની શકયતા: IMA ત્યારે વડોદરા IMAના પ્રમુખ ડો.મિતેષ શાહે બેઠકમાં નિવેદન આપ્યું છે અને તેમને કહ્યું છે કે અમે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરીને રજુઆત કરી છે કે 10 દિવસ બાદ શહેરમાં રોગચાળો વકરવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે 980 હોસ્પિટલ પૈકી 160 હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલા આઈ.સી.યુમાં પાણી ભરાયા હતા અને 37 હોસ્પિટલમાં આઈ.સી.યુમાં વધુ પાણી ભરાતા દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પૂરને કારણે હોસ્પિટલોને કરોડો રૂપિયાનું નુકસાન પૂરની પરિસ્થિતિને કારણે હોસ્પિટલોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે પણ હવે નુકસાન છોડી હવે સાથે કામ કરવુ પડશે. 980 હોસ્પિટલના 14000 તબીબો સરકારી હોસ્પિટલને મદદ કરશે. આ સાથે જ સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, પારૂલ સેવાશ્રમ સાથે ચર્ચા કરી છે. ખાનગી હોસ્પિટલના તબીબો પણ પૂર આવ્યુ ત્યારથી તમામ વિસ્તારમાં સેવા આપી રહ્યા છે. વધુમાં IMA વડોદરા અને ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેષ શાહે જણાવ્યું કે હવે ફરીથી આવી આફત ન આવે તેવી વ્યવસ્થાનું સરકારે આશ્વાસન આપ્યું છે. અનેક મગરોના કરાયા રેસ્ક્યુ તમને જણાી દઈએ કે શહેરમાં પૂરના પાણીની સાથે મગરો પણ અનેક જગ્યાએ બહાર આવી ગયા હતા તો વન વિભાગ અને ખાનગી માણસો તેમજ એનજીઓની મદદથી આ મગરોના રેસ્કયૂ કરવામાં આવ્યા હતા અને તેમને પાછા નદીમાં છોડવામાં આવ્યા હતા, વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 4 દિવસમાં આશરે 25 કરતા વધારે મગરોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે. શહેરના મકરપુરા, સમા તળાવ, સયાજીગંજ, રાત્રિ બજાર, કમાટીબાગ, MS યુનિવર્સિટી, અકોટા પોલીસલાઈન, માંજલપુર સહિતના વિસ્તારોમાંથી મગરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

Harsh Sanghavi ફરી વડોદરાની મુલાકાતે, વિવિધ વિભાગો સાથે યોજી રિવ્યુ બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 160 હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલા આઈ.સી.યુમાં પાણી ભરાયા હતા
  • 980 હોસ્પિટલના 14000 તબીબો સરકારી હોસ્પિટલને મદદ કરશે: IMA
  • ખાનગી હોસ્પિટલના તબીબો પણ પૂર આવ્યુ ત્યારથી તમામ વિસ્તારમાં સેવા આપી રહ્યા છે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી વડોદરાની મુલાકાતે આવ્યા છે અને કલેક્ટર કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજી છે. આ રિવ્યુ બેઠકમાં IMA, પોલીસ સહિત અન્ય વિભાગો પણ જોડાયા છે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર છે.

10 દિવસ બાદ શહેરમાં રોગચાળો વકરવાની શકયતા: IMA

ત્યારે વડોદરા IMAના પ્રમુખ ડો.મિતેષ શાહે બેઠકમાં નિવેદન આપ્યું છે અને તેમને કહ્યું છે કે અમે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરીને રજુઆત કરી છે કે 10 દિવસ બાદ શહેરમાં રોગચાળો વકરવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે 980 હોસ્પિટલ પૈકી 160 હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલા આઈ.સી.યુમાં પાણી ભરાયા હતા અને 37 હોસ્પિટલમાં આઈ.સી.યુમાં વધુ પાણી ભરાતા દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

પૂરને કારણે હોસ્પિટલોને કરોડો રૂપિયાનું નુકસાન

પૂરની પરિસ્થિતિને કારણે હોસ્પિટલોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે પણ હવે નુકસાન છોડી હવે સાથે કામ કરવુ પડશે. 980 હોસ્પિટલના 14000 તબીબો સરકારી હોસ્પિટલને મદદ કરશે. આ સાથે જ સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, પારૂલ સેવાશ્રમ સાથે ચર્ચા કરી છે. ખાનગી હોસ્પિટલના તબીબો પણ પૂર આવ્યુ ત્યારથી તમામ વિસ્તારમાં સેવા આપી રહ્યા છે. વધુમાં IMA વડોદરા અને ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેષ શાહે જણાવ્યું કે હવે ફરીથી આવી આફત ન આવે તેવી વ્યવસ્થાનું સરકારે આશ્વાસન આપ્યું છે.

અનેક મગરોના કરાયા રેસ્ક્યુ

તમને જણાી દઈએ કે શહેરમાં પૂરના પાણીની સાથે મગરો પણ અનેક જગ્યાએ બહાર આવી ગયા હતા તો વન વિભાગ અને ખાનગી માણસો તેમજ એનજીઓની મદદથી આ મગરોના રેસ્કયૂ કરવામાં આવ્યા હતા અને તેમને પાછા નદીમાં છોડવામાં આવ્યા હતા, વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 4 દિવસમાં આશરે 25 કરતા વધારે મગરોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે. શહેરના મકરપુરા, સમા તળાવ, સયાજીગંજ, રાત્રિ બજાર, કમાટીબાગ, MS યુનિવર્સિટી, અકોટા પોલીસલાઈન, માંજલપુર સહિતના વિસ્તારોમાંથી મગરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.