Ahmedabad: જમાલપુર દરવાજા નજીકથી નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો

ગાયકવાડ હવેલી પોલીસને મળેલી માહિતીના આધારે મકાનમાં તપાસ કરતા ત્યાંથી પ્રતિબંધિત કફ સીરપની 197 બોટલો મળી આવી હતી. જે મુદ્દા માલ સાથે શરીફખાન પઠાણ નામના 55 વર્ષીય આધેડની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા સામે આવ્યુ કે પકડાયેલો આરોપી વર્ષ 2021 માં પણ આવા જ ગુનામાં ગાયકવાડ હવેલી પોલીસે પકડ્યો હતો. આરોપી આ કેસમાં ત્રણ વર્ષ જેલમાં રહ્યો હતો પકડાયેલો આરોપી અગાઉ આ પ્રકારના કેસમાં ત્રણ વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. જેલમાંથી જાન્યુઆરી 2024માં બહાર આવ્યો અને બાદમાં તેણે ફરીથી આ જ કામ શરૂ કર્યું હતું. પકડાયેલો કફ સીરપનો જથ્થો જુહાપુરાના અરબાઝ પઠાણ નામના યુવક પાસેથી લાવીને પોતાના ઘરેથી છૂટક વેચાણ કરતો હોવાનું તપાસમાં ખુલતા ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની ધરપકડ બાદ ગુનામાં ફરાર અરબાઝ પઠાણની શોધખોળ હાથ ધરી છે. 50થી વધુ કંપનીઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે નોંધનીય છે કે, સરકારી અહેવાલ મુજબ, ભારતમાં કફ સિરપનું ઉત્પાદન કરતી 50 થી વધુ કંપનીઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે 2,104 પરીક્ષણ અહેવાલોમાંથી, 54 કંપનીઓમાંથી 128 (6%) પ્રમાણભૂત ગુણવત્તાની જરૂરિયાતોને પૂર્ણ કરતી નથી. કફ સિરપથી 141 બાળકોના મોત થયા હતા આ અહેવાલ વિશ્વભરમાં 141 બાળકોના મૃત્યુ સાથે સ્થાનિક રીતે ઉત્પાદિત કફ સિરપને જોડતા અહેવાલોને પગલે વિવિધ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલી પ્રયોગશાળા પરીક્ષાઓનો સંદર્ભ આપે છે. ETના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં એવા ચોક્કસ કિસ્સાઓ પ્રકાશિત કરવામાં આવ્યા છે કે જ્યાં કફ સિરપના નમૂનાઓ હલકી ગુણવત્તાના હોવાનું જણાયું હતું. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી ગુજરાતે 385 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું, જેમાંથી 20 ઉત્પાદકોમાંથી 51 ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા. એ જ રીતે, મુંબઈની સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીએ 523 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું, જેમાંથી 10 કંપનીઓના 18 નમૂના પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા.

Ahmedabad: જમાલપુર દરવાજા નજીકથી નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાયકવાડ હવેલી પોલીસને મળેલી માહિતીના આધારે મકાનમાં તપાસ કરતા ત્યાંથી પ્રતિબંધિત કફ સીરપની 197 બોટલો મળી આવી હતી. જે મુદ્દા માલ સાથે શરીફખાન પઠાણ નામના 55 વર્ષીય આધેડની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા સામે આવ્યુ કે પકડાયેલો આરોપી વર્ષ 2021 માં પણ આવા જ ગુનામાં ગાયકવાડ હવેલી પોલીસે પકડ્યો હતો.

આરોપી આ કેસમાં ત્રણ વર્ષ જેલમાં રહ્યો હતો

પકડાયેલો આરોપી અગાઉ આ પ્રકારના કેસમાં ત્રણ વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. જેલમાંથી જાન્યુઆરી 2024માં બહાર આવ્યો અને બાદમાં તેણે ફરીથી આ જ કામ શરૂ કર્યું હતું. પકડાયેલો કફ સીરપનો જથ્થો જુહાપુરાના અરબાઝ પઠાણ નામના યુવક પાસેથી લાવીને પોતાના ઘરેથી છૂટક વેચાણ કરતો હોવાનું તપાસમાં ખુલતા ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની ધરપકડ બાદ ગુનામાં ફરાર અરબાઝ પઠાણની શોધખોળ હાથ ધરી છે.

50થી વધુ કંપનીઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે

નોંધનીય છે કે, સરકારી અહેવાલ મુજબ, ભારતમાં કફ સિરપનું ઉત્પાદન કરતી 50 થી વધુ કંપનીઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે 2,104 પરીક્ષણ અહેવાલોમાંથી, 54 કંપનીઓમાંથી 128 (6%) પ્રમાણભૂત ગુણવત્તાની જરૂરિયાતોને પૂર્ણ કરતી નથી.

કફ સિરપથી 141 બાળકોના મોત થયા હતા

આ અહેવાલ વિશ્વભરમાં 141 બાળકોના મૃત્યુ સાથે સ્થાનિક રીતે ઉત્પાદિત કફ સિરપને જોડતા અહેવાલોને પગલે વિવિધ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલી પ્રયોગશાળા પરીક્ષાઓનો સંદર્ભ આપે છે. ETના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં એવા ચોક્કસ કિસ્સાઓ પ્રકાશિત કરવામાં આવ્યા છે કે જ્યાં કફ સિરપના નમૂનાઓ હલકી ગુણવત્તાના હોવાનું જણાયું હતું.

ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી ગુજરાતે 385 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું, જેમાંથી 20 ઉત્પાદકોમાંથી 51 ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા. એ જ રીતે, મુંબઈની સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીએ 523 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું, જેમાંથી 10 કંપનીઓના 18 નમૂના પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા.