રાજ્યમાં બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી શકશે? જયંતી રવિએ આપ્યો આ જવાબ

રાજ્યમાં મહેસૂલી સેવાઓને વધુ અસરકારક, પારદર્શક અને લોકભોગ્ય બનાવવા ગાંધીનગર ખાતે ફીડબેક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. ફીડબેક સેન્ટર ખાતેથી iORA પોર્ટલની કુલ 36 મહેસૂલી સેવાઓ અંગે સામાન્ય નાગરિકોના નિયમિત પ્રતિભાવ મેળવીને તેનું વિશ્લેષણ કરાશે તેવું મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ કહ્યું છે.નવી જંત્રીનો મુદ્દો સરકાર સ્તરે હાલમાં વિચારણા હેઠળ આ દરમિયાન રાજ્યમાં નવી જંત્રીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ મુદ્દે ડો. જયંતી રવિએ કહ્યું કે સરકાર સ્તરે આ મુદ્દો આખરી વિચારણા હેઠળ છે, નિયમ અમલ પહેલાં લોકોના પ્રતિભાવો માટે મૂકાશે અને લેન્ડ ગ્રેબિંગ બાબતે પણ કલેક્ટર સાથે તબક્કાવાર સમિક્ષા કરવામાં આવશે. સરકારી જમીન પર દબાણ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી છે અને ખાનગી જમીન પર દબાણ બાબતે પણ સૂચનાઓ અપાઈ છે. સેટેલાઈટના પ્રયોગથી સરકારી જમીન પર દબાણ શોધાશે.બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે મોટું નિવેદન આ દરમિયાન મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે મોટું નિવેદન આપતા કહ્યું કે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે કમિટી બની છે અને આ કમિટી સરકારને પોતાના પ્રતિભાવ આપશે, ત્યારબાદ રાજ્ય સરકાર તબક્કાવાર પોતાનો નિર્ણય કરશે. ફીડબેક સેન્ટર શરૂ કરવામાં આવ્યું રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા એક 'ફીડબેક સેન્ટર'નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફીડબેક સેન્ટરનો તાજેતરમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ફીડબેક સેન્ટર અંગે વિગતો આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 23 વર્ષના પરિપાકરૂપે મહેસૂલ વિભાગ દ્વારા iORAના માધ્યમથી મહેસૂલી સેવાનો લાભ મેળવેલ નાગરિકો પાસેથી તેમનો પ્રતિભાવ મેળવવા માટે મહેસૂલ વિભાગ ખાતે આ ફીડબેક સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. મળશે આ સુવિધાઓ આ ફીડબેક સેન્ટર ખાતે નિયુક્ત કરાયેલા મહેસૂલમિત્ર દ્વારા હાલ iORA પોર્ટલ પરથી અરજી કરવામાં આવેલ અને જેનો નિકાલ થયેલ હોય તેવી બિન-ખેતીની અરજી, હયાતિમાં હક્ક દાખલ કરવાની અરજી, વારસાઈની અરજી અને ખેડૂત પ્રમાણપત્રની અરજી સહિતની કુલ 36 સેવાઓ મેળવવા બાબતે નાગરિકોનો પ્રતિભાવ મેળવવામાં આવી રહ્યો છે. સાથે જ, iORA પોર્ટલ ઉપર અરજી કરતાં સમયે અરજદારોને પડેલ મુશ્કેલીઓનું નિરાકરણ થાય તે માટે સાચા અર્થમાં આ સેવાઓમાં સુધારો કરવાનો પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી શકશે? જયંતી રવિએ આપ્યો આ જવાબ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં મહેસૂલી સેવાઓને વધુ અસરકારક, પારદર્શક અને લોકભોગ્ય બનાવવા ગાંધીનગર ખાતે ફીડબેક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. ફીડબેક સેન્ટર ખાતેથી iORA પોર્ટલની કુલ 36 મહેસૂલી સેવાઓ અંગે સામાન્ય નાગરિકોના નિયમિત પ્રતિભાવ મેળવીને તેનું વિશ્લેષણ કરાશે તેવું મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ કહ્યું છે.

નવી જંત્રીનો મુદ્દો સરકાર સ્તરે હાલમાં વિચારણા હેઠળ

આ દરમિયાન રાજ્યમાં નવી જંત્રીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ મુદ્દે ડો. જયંતી રવિએ કહ્યું કે સરકાર સ્તરે આ મુદ્દો આખરી વિચારણા હેઠળ છે, નિયમ અમલ પહેલાં લોકોના પ્રતિભાવો માટે મૂકાશે અને લેન્ડ ગ્રેબિંગ બાબતે પણ કલેક્ટર સાથે તબક્કાવાર સમિક્ષા કરવામાં આવશે. સરકારી જમીન પર દબાણ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી છે અને ખાનગી જમીન પર દબાણ બાબતે પણ સૂચનાઓ અપાઈ છે. સેટેલાઈટના પ્રયોગથી સરકારી જમીન પર દબાણ શોધાશે.

બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે મોટું નિવેદન

આ દરમિયાન મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે મોટું નિવેદન આપતા કહ્યું કે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે કમિટી બની છે અને આ કમિટી સરકારને પોતાના પ્રતિભાવ આપશે, ત્યારબાદ રાજ્ય સરકાર તબક્કાવાર પોતાનો નિર્ણય કરશે.

ફીડબેક સેન્ટર શરૂ કરવામાં આવ્યું

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા એક 'ફીડબેક સેન્ટર'નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફીડબેક સેન્ટરનો તાજેતરમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ફીડબેક સેન્ટર અંગે વિગતો આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 23 વર્ષના પરિપાકરૂપે મહેસૂલ વિભાગ દ્વારા iORAના માધ્યમથી મહેસૂલી સેવાનો લાભ મેળવેલ નાગરિકો પાસેથી તેમનો પ્રતિભાવ મેળવવા માટે મહેસૂલ વિભાગ ખાતે આ ફીડબેક સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

મળશે આ સુવિધાઓ

આ ફીડબેક સેન્ટર ખાતે નિયુક્ત કરાયેલા મહેસૂલમિત્ર દ્વારા હાલ iORA પોર્ટલ પરથી અરજી કરવામાં આવેલ અને જેનો નિકાલ થયેલ હોય તેવી બિન-ખેતીની અરજી, હયાતિમાં હક્ક દાખલ કરવાની અરજી, વારસાઈની અરજી અને ખેડૂત પ્રમાણપત્રની અરજી સહિતની કુલ 36 સેવાઓ મેળવવા બાબતે નાગરિકોનો પ્રતિભાવ મેળવવામાં આવી રહ્યો છે. સાથે જ, iORA પોર્ટલ ઉપર અરજી કરતાં સમયે અરજદારોને પડેલ મુશ્કેલીઓનું નિરાકરણ થાય તે માટે સાચા અર્થમાં આ સેવાઓમાં સુધારો કરવાનો પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.