Vav: વાવ વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, હવે નહીં કરી શકે પ્રચાર
વાવ વિધાનસભા ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે 5 વાગ્યાથી શાંત થયા છે. સાંજે 6 વાગ્યા સુધી ઉમેદવાર પ્રચાર કરી શકશે. 13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થશે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ટક્કર થશે. ભાજપે વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. તો અપક્ષમાંથી માવજી પટેલ બંને ઉમેદવારને ટક્કર આપશે. વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ ચૌધરી સમાજના સંમેલનમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પર આકરા શાબ્દિક પ્રહરો કર્યા હતા. તેમણે બનાસ બેંકના ચેરમેન તરીકેની માવજીભાઈ પટેલને ઓફર કરી હોવાની પણ વાત કરી હતી. જો કે, માવજીભાઈ પટેલ સ્વીકારી પણ હતી પરંતુ બીજા દિવસે તેઓ ન માન્યા હોવાની વાત શંકરભાઈ ચૌધરી જાહેર મંચ પરથી કરી હતી. શંકરભાઈ ગાજર હાથમાં લઈને ફરે છે: માવજી પટેલ શંકરભાઈ ચૌધરીની ઓફરવાળી વાત મુદ્દે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગાજર હાથમાં લઈને ફરે છે અને કહે છે તને આપું તને આપું પરંતુ કોઈને આપતા નથી. વધુમાં ઉમેર્યું કે, મને મારી પ્રજાએ ચૂંટણી લડવાનું કહ્યું છે અને હું ચૂંટણી લડું છું, મારી પ્રજાથી વધુ કોઈ નથી. તો આ તરફ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ભાજપની જીત નક્કી હોવાનું જણાવ્યું હતું. સાથે જણાવ્યું કે ગેનીબેન ઠાકોરના 7 વર્ષના શાસનમાં કોઈ વિકાસ થયો નથી. હવે ભાજપ આવતા વિકાસ થશે. કોઈ નહીં બટેંગા કોઈ નહીં કટેંગા: માવજી પટેલ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. માવજી પટેલ ઢીમા ગામે ધરણીધર ભગવાનના શરણે ગયા હતા. ત્યારે તેમણે કોઈ નહીં બટેગા કોઈ નહીં કટેગા"નું સૂત્ર આપ્યું. તેમણ કહ્યું માત્ર ચૌધરી જ નહીં બધા સમાજના મતો સત્યની સાથે છે. તેઓ ગામે ગામ ફરી લોકોને સત્યની જીત અપાવવા વિનંતી કરશે. તેઓને કોઇનો ડર નથી, માત્ર જનતાથી જ ડરે છે. મહત્વનું છે ભાજપ નેતા ઈશ્વર પટેલે બટેંગે તો કટેંગેનુ સૂત્ર આપ્યુ હતું. જો કે તેની સામે માવજી પટેલે કોઈ નહીં બટેગા કોઈ નહીં કટેગાનું સૂત્ર આપ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવ વિધાનસભા ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે 5 વાગ્યાથી શાંત થયા છે. સાંજે 6 વાગ્યા સુધી ઉમેદવાર પ્રચાર કરી શકશે. 13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થશે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ટક્કર થશે. ભાજપે વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. તો અપક્ષમાંથી માવજી પટેલ બંને ઉમેદવારને ટક્કર આપશે.
વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ ચૌધરી સમાજના સંમેલનમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પર આકરા શાબ્દિક પ્રહરો કર્યા હતા. તેમણે બનાસ બેંકના ચેરમેન તરીકેની માવજીભાઈ પટેલને ઓફર કરી હોવાની પણ વાત કરી હતી. જો કે, માવજીભાઈ પટેલ સ્વીકારી પણ હતી પરંતુ બીજા દિવસે તેઓ ન માન્યા હોવાની વાત શંકરભાઈ ચૌધરી જાહેર મંચ પરથી કરી હતી.
શંકરભાઈ ગાજર હાથમાં લઈને ફરે છે: માવજી પટેલ
શંકરભાઈ ચૌધરીની ઓફરવાળી વાત મુદ્દે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગાજર હાથમાં લઈને ફરે છે અને કહે છે તને આપું તને આપું પરંતુ કોઈને આપતા નથી. વધુમાં ઉમેર્યું કે, મને મારી પ્રજાએ ચૂંટણી લડવાનું કહ્યું છે અને હું ચૂંટણી લડું છું, મારી પ્રજાથી વધુ કોઈ નથી.
તો આ તરફ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ભાજપની જીત નક્કી હોવાનું જણાવ્યું હતું. સાથે જણાવ્યું કે ગેનીબેન ઠાકોરના 7 વર્ષના શાસનમાં કોઈ વિકાસ થયો નથી. હવે ભાજપ આવતા વિકાસ થશે.
કોઈ નહીં બટેંગા કોઈ નહીં કટેંગા: માવજી પટેલ
અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. માવજી પટેલ ઢીમા ગામે ધરણીધર ભગવાનના શરણે ગયા હતા. ત્યારે તેમણે કોઈ નહીં બટેગા કોઈ નહીં કટેગા"નું સૂત્ર આપ્યું. તેમણ કહ્યું માત્ર ચૌધરી જ નહીં બધા સમાજના મતો સત્યની સાથે છે. તેઓ ગામે ગામ ફરી લોકોને સત્યની જીત અપાવવા વિનંતી કરશે. તેઓને કોઇનો ડર નથી, માત્ર જનતાથી જ ડરે છે. મહત્વનું છે ભાજપ નેતા ઈશ્વર પટેલે બટેંગે તો કટેંગેનુ સૂત્ર આપ્યુ હતું. જો કે તેની સામે માવજી પટેલે કોઈ નહીં બટેગા કોઈ નહીં કટેગાનું સૂત્ર આપ્યું છે.