IS સાથે સંકળાયેલા વધુ બે આતંકીઓનેે કોલંબોમાંથી ઝડપી લેવામાં આવ્યા

અમદાવાદ,બુધવારશ્રીલંકાથી અમદાવાદ આવેલા ઇસ્લામિક સ્ટેટના ચાર આતંકીઓને ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પુછપરછને આધારે શ્રીલંકા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેના આધારે શ્રીલંકા પોલીસે તેમના દેશમાં ચાલતા ઇસ્લામિક સ્ટેટના નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ શ્રીલંકામાંથી વધુ બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શ્રીલંકામાં ચાલતા ઇસ્લામિક સ્ટેટના સ્લીપર સેલનો  પર્દાફાશ થવાની સાથે  અમદાવાદ અને દેશના અન્ય શહેરોમાં આવેલા આતંકીઓ અંગેની પણ મહત્વની કડી મળી છે. જેના આધારે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવશે. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયેલા ચાર ઇસ્લામિક સ્ટેટના આતંકીઓની પુછપરછમાં તમામ શ્રીલંકાના હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે શ્રીલંકા પોલીસને જાણ કરવામાં આવતા અગાઉ ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ વધુ બે આતંકીઓ પણ ઝડપાયા છે. ઝડપાયેલા બે વ્યક્તિઓ પૈૈકી એક વ્યક્તિનું નામ મોહમ્મદ નુશરત હોવાનું જાણવા મળ્યું હતું. જે  શ્રીલંકામાં સંગાપોર, મલેશિયા અને દુબઇથી  શ્રીલંકામાં ઇલેકેટ્રોનીક ગેટેઝ આયાત કરવાનો વ્યવસાય કરે છે. આ ઉપરાંત, મોહમ્મદ રશ્દીન નામના વ્યક્તિને પણ કોલંબોથી ઝડપી લેવાયો છે. જે ઇસ્લામિક સ્ટેટ માટે શ્રીલંકામાં સ્લીપર સેલ તરીકે સક્રિય હતો. તેમની પુછપરછમાં ખુલાસો થયો છે કે  અમદાવાદ આવેલા ચારેય આતંકીઓ સાથે બંને સંપર્કમાં હતા અને ભારતમાં આવેલા અન્ય આતંકીઓ અંગેની માહિતી તેમની પાસે છે. જેના આધારે બંનેની પુછપરછ કરવામાં આવી રહી છે.  ગુજરાત ેએટીએસ અને દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ માટે શ્રીલંકામાં ઝડપાયેલા પાંચેય વ્યક્તિઓ પાસેથી મળતી માહિતી ખુબ મહત્વની છે. જેના આધારે તપાસ કરવામાં આવશે.

IS સાથે સંકળાયેલા વધુ બે આતંકીઓનેે કોલંબોમાંથી ઝડપી લેવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

શ્રીલંકાથી અમદાવાદ આવેલા ઇસ્લામિક સ્ટેટના ચાર આતંકીઓને ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પુછપરછને આધારે શ્રીલંકા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેના આધારે શ્રીલંકા પોલીસે તેમના દેશમાં ચાલતા ઇસ્લામિક સ્ટેટના નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ શ્રીલંકામાંથી વધુ બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શ્રીલંકામાં ચાલતા ઇસ્લામિક સ્ટેટના સ્લીપર સેલનો  પર્દાફાશ થવાની સાથે  અમદાવાદ અને દેશના અન્ય શહેરોમાં આવેલા આતંકીઓ અંગેની પણ મહત્વની કડી મળી છે. જેના આધારે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવશે. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયેલા ચાર ઇસ્લામિક સ્ટેટના આતંકીઓની પુછપરછમાં તમામ શ્રીલંકાના હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે શ્રીલંકા પોલીસને જાણ કરવામાં આવતા અગાઉ ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ વધુ બે આતંકીઓ પણ ઝડપાયા છે. ઝડપાયેલા બે વ્યક્તિઓ પૈૈકી એક વ્યક્તિનું નામ મોહમ્મદ નુશરત હોવાનું જાણવા મળ્યું હતું. જે  શ્રીલંકામાં સંગાપોર, મલેશિયા અને દુબઇથી  શ્રીલંકામાં ઇલેકેટ્રોનીક ગેટેઝ આયાત કરવાનો વ્યવસાય કરે છે. આ ઉપરાંત, મોહમ્મદ રશ્દીન નામના વ્યક્તિને પણ કોલંબોથી ઝડપી લેવાયો છે. જે ઇસ્લામિક સ્ટેટ માટે શ્રીલંકામાં સ્લીપર સેલ તરીકે સક્રિય હતો. તેમની પુછપરછમાં ખુલાસો થયો છે કે  અમદાવાદ આવેલા ચારેય આતંકીઓ સાથે બંને સંપર્કમાં હતા અને ભારતમાં આવેલા અન્ય આતંકીઓ અંગેની માહિતી તેમની પાસે છે. જેના આધારે બંનેની પુછપરછ કરવામાં આવી રહી છે.  ગુજરાત ેએટીએસ અને દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ માટે શ્રીલંકામાં ઝડપાયેલા પાંચેય વ્યક્તિઓ પાસેથી મળતી માહિતી ખુબ મહત્વની છે. જેના આધારે તપાસ કરવામાં આવશે.