International Kite Festival 2025 : ગુજરાતમાં પતંગોત્સવ સાથે જાણો આ રસપ્રદ વિગતો

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્વસનો આરંભ થઈ ગયો છે. શહેરમાં સાબરમતી નદી પર યોજાઈ રહેલ આતંરરાષ્ટ્રીય મહોત્સવમાં ભાગ લેવા દેશ - વિદેશથી લોકો ભાગ લેવા અમદાવાદના મહેમાન બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવનો આરંભ થશે. આ સમારોહમાં પર્યટન મંત્રી મુળુભાઈ બેરા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. પતંગબાજો માટે ઉત્તરાયણ તહેવાર માટે શ્રેષ્ઠ આનંદ માણવાનું સ્થાન એટલે રિવરફ્રન્ટ માનવામાં આવે છે. શહેરમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે આજે સવારે 9 વાગ્યે પતંગોત્સવનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયું છે. 11 થી 14 જાન્યુઆરી દરમ્યાન રાજ્ય, દેશ તેમજ વિદેશના જુદા જુદા સ્થાન પરથી લોકો ભાગ લેવા આવી પંહોચ્યા છે. સાબરમતી નદી કિનારે 500,000થી વધુ લોકોની ક્ષમતા છે. પતંગબાજોનું આગમનઆ વર્ષ 2025માં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં વિશ્વના 47 દેશોના 143 પતંગરસિયા જ્યારે રાજ્યોમાંથી 52 પતંગરસિકો અને ગુજરાતના 11 શહેરમાંથી 417 જેટલા પતંગબાજો સામેલ થયા છે. ગત વર્ષે 55 દેશોના 153 પતંબાજોએ પતંગોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. જ્યારે 12 રાજ્યના 68 અને ગુજરાતના 23 શહેરોમાંથી અંદાજે 80થી વધુ પતંગરસિયા ઉજવણીમાં સામેલ થયા હતા. ભારત ઉપરાંત ઇટાલી, કેનેડા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, યુએસ, સિંગાપોર, ફ્રાન્સ, મલેશિયા, લેબેનોન, લિથુઆનિયા, મોરેશિયસ, મેક્સિકો અને ચીન સહિતના દેશોના પતંગ રસિયા પતંગોત્સવમાં ભાગ લેતા હોય છે. વિશ્વના આ દેશો પણ ઉજવે છે ઉત્તરાયણવિશ્વભરમાં ગુજરાતની ઉત્તરાયણ વધુ લોકપ્રિય છે. ત્યારે ભારત સિવાય દુનિયાના એવા ઘણા દેશો છે જ્યાં પતંગ ચગાવવામાં આવે છે અને પતંગોત્સવની ઉજવણી થતી હોય છે. મલેશિયા, બાલી, જકર્તા, ઇન્ડોનેશિયા, યુએસ, જાપાન, ઇટાલી અને ચીનમાં પણ ગુજરાતની જેમ જ વિશેષ પ્રકારના પતંગ ચગાવવામાં આવતા હોય છે. જાપાનમાં ઉચિનાડા અને ઇશિકાવા તરીકે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન થતું હોય છે. જ્યારે ચીનમાં વેઈફાંગ ઇન્ટરનેશનલ, યુએસના ડીસીમાં ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ જે અગાઉ સ્મિથસોનિયન કાઈટ ફેસ્ટિવલ તરીકે ઓળખાતું હતું.અન્ય રાજ્યોમાં પણ વિશેષ ઉજવણી ગુજરાત રાજ્યમાં પતંગોના તહેવાર ઉત્તરાયણની ઉજવણી કરાતી હોય છે. તેમજ દેશના અન્ય ભાગોમાં પણ આ ઉત્સવને વિશેષ રીતે ઉજવવામાં આવતો હોય છે. ગુજરાત સહિત કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાન, પશ્ચિમ બંગાળના જેવા રાજ્યોમાં પણ પતંગોત્સવનો તહેવાર મનાવામાં આવે છે. જો કે આ રાજ્યોમાં તેને અલગ-અલગ નામથી બોલવાય છે. બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં નવા વર્ષના પ્રથમ તહેવાર તરીકે મકરસંક્રાતિ કહેવાય છે, જ્યારે પંજાબમાં તે લોહડી નામથી પ્રખ્યાત છે. અને અસમમાં માઘ બિહૂ એટલે કે ભોગલી બિહુના નામથી ઓળખાય છે.અને ગુજરાતમાં પણ નવા વર્ષના પ્રથમ પર્વ તરીકે ઉત્તરાયણ તેમજ મકરસંક્રાતિ તહેવાર તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરાયણ તહેવાર પર આંતરરાષ્ટ્રીય પંતગોત્સવમાં ઉડાડવામાં આવતા પતંગ પ્લાસ્ટિક, પાંદડા, લાકડું, ધાતુ, નાયલોન તેમજ અન્ય સામગ્રીઓમાંથી બનાવવામાં આવે છે. જો કે મોટાભાગના લોકો હળવા વજનના કાગળ અને વાંસના બનેલા પતંગ ઉડાડવવાનું વધુ પસંદ કરે છે. પતંગને વધુ આકર્ષક બનાવવા ડાઈ અને પેઇન્ટનો ઉપયોગ કરાય છે. આતંરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 'વસુધૈવ કુટુંમ્બકમ'તેમજ જી-20 જેવી થીમ રાખવામાં આવે છે. રાજ્યમાં કયાં કયાં સ્થાન પર થશે ઉજવણીગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રાજ્યમાં જુદા-જુદા સ્થાન પર આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025’નું આયોજન કરાયું છે. 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ચાલી રહેલ પતંગોત્સવની ઉજવણી માટે રાજ્યમાં વિવિધ જિલ્લાના ખાસ સ્થાનને પસંદ કરાયા છે. 11 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો શુભારંભ થશે. તેમજ અમદાવાદ ઉપરાંત નર્મદા જિલ્લામાં 12 જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પતંગોત્સવની ઉજવણી થશે. જયારે સુરતમાં 13 જાન્યુઆરીના રોજ શિવરાજપુર બીચ પર અને ધોરડોમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. પીએમ મોદીએ કરી શરૂઆતભારતીય કેલેન્ડર મુજબ દર વર્ષે જાન્યુઆરી મહિનાની 14 અને 15 તારીખે ઉત્તરાયણ પર્વની ઉજવણી થાય છે. રાજ્યમાં પ્રવાસનને વેગ મળે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2017માં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સાંસ્કૃતિ વારસો જળવાઈ રહે તેની સાથે હસ્તકલા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત કરવામાં આવી. વર્ષ 2017માં PM મોદીએ શરૂ કરેલ આ પરંપરા હજુ આજે 2025માં પણ ચાલુ છે. પીએમ મોદી બાદ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ત્યારબાદ વિજયરૂપાણીએ આ પરંપરા જાળવી રાખી. અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પીએમ મોદીના ભારતની છબી વૈશ્વિક મંચ પર સુદઢ બનાવવાના સંકલ્પને સાકાર કરતાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ જેવા વૈશ્વિક મહાસમંલેન યોજી ગુજરાતના વિકાસને વેગ આપી રહ્યા છે. 

International Kite Festival 2025 : ગુજરાતમાં પતંગોત્સવ સાથે જાણો આ રસપ્રદ વિગતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્વસનો આરંભ થઈ ગયો છે. શહેરમાં સાબરમતી નદી પર યોજાઈ રહેલ આતંરરાષ્ટ્રીય મહોત્સવમાં ભાગ લેવા દેશ - વિદેશથી લોકો ભાગ લેવા અમદાવાદના મહેમાન બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવનો આરંભ થશે. આ સમારોહમાં પર્યટન મંત્રી મુળુભાઈ બેરા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

પતંગબાજો માટે ઉત્તરાયણ તહેવાર માટે શ્રેષ્ઠ આનંદ માણવાનું સ્થાન એટલે રિવરફ્રન્ટ માનવામાં આવે છે. શહેરમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે આજે સવારે 9 વાગ્યે પતંગોત્સવનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયું છે. 11 થી 14 જાન્યુઆરી દરમ્યાન રાજ્ય, દેશ તેમજ વિદેશના જુદા જુદા સ્થાન પરથી લોકો ભાગ લેવા આવી પંહોચ્યા છે. સાબરમતી નદી કિનારે 500,000થી વધુ લોકોની ક્ષમતા છે.


પતંગબાજોનું આગમન
આ વર્ષ 2025માં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં વિશ્વના 47 દેશોના 143 પતંગરસિયા જ્યારે રાજ્યોમાંથી 52 પતંગરસિકો અને ગુજરાતના 11 શહેરમાંથી 417 જેટલા પતંગબાજો સામેલ થયા છે. ગત વર્ષે 55 દેશોના 153 પતંબાજોએ પતંગોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. જ્યારે 12 રાજ્યના 68 અને ગુજરાતના 23 શહેરોમાંથી અંદાજે 80થી વધુ પતંગરસિયા ઉજવણીમાં સામેલ થયા હતા. ભારત ઉપરાંત ઇટાલી, કેનેડા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, યુએસ, સિંગાપોર, ફ્રાન્સ, મલેશિયા, લેબેનોન, લિથુઆનિયા, મોરેશિયસ, મેક્સિકો અને ચીન સહિતના દેશોના પતંગ રસિયા પતંગોત્સવમાં ભાગ લેતા હોય છે.

વિશ્વના આ દેશો પણ ઉજવે છે ઉત્તરાયણ
વિશ્વભરમાં ગુજરાતની ઉત્તરાયણ વધુ લોકપ્રિય છે. ત્યારે ભારત સિવાય દુનિયાના એવા ઘણા દેશો છે જ્યાં પતંગ ચગાવવામાં આવે છે અને પતંગોત્સવની ઉજવણી થતી હોય છે. મલેશિયા, બાલી, જકર્તા, ઇન્ડોનેશિયા, યુએસ, જાપાન, ઇટાલી અને ચીનમાં પણ ગુજરાતની જેમ જ વિશેષ પ્રકારના પતંગ ચગાવવામાં આવતા હોય છે. જાપાનમાં ઉચિનાડા અને ઇશિકાવા તરીકે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન થતું હોય છે. જ્યારે ચીનમાં વેઈફાંગ ઇન્ટરનેશનલ, યુએસના ડીસીમાં ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ જે અગાઉ સ્મિથસોનિયન કાઈટ ફેસ્ટિવલ તરીકે ઓળખાતું હતું.

અન્ય રાજ્યોમાં પણ વિશેષ ઉજવણી
ગુજરાત રાજ્યમાં પતંગોના તહેવાર ઉત્તરાયણની ઉજવણી કરાતી હોય છે. તેમજ દેશના અન્ય ભાગોમાં પણ આ ઉત્સવને વિશેષ રીતે ઉજવવામાં આવતો હોય છે. ગુજરાત સહિત કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાન, પશ્ચિમ બંગાળના જેવા રાજ્યોમાં પણ પતંગોત્સવનો તહેવાર મનાવામાં આવે છે. જો કે આ રાજ્યોમાં તેને અલગ-અલગ નામથી બોલવાય છે. બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં નવા વર્ષના પ્રથમ તહેવાર તરીકે મકરસંક્રાતિ કહેવાય છે, જ્યારે પંજાબમાં તે લોહડી નામથી પ્રખ્યાત છે. અને અસમમાં માઘ બિહૂ એટલે કે ભોગલી બિહુના નામથી ઓળખાય છે.અને ગુજરાતમાં પણ નવા વર્ષના પ્રથમ પર્વ તરીકે ઉત્તરાયણ તેમજ મકરસંક્રાતિ તહેવાર તરીકે ઉજવણી કરવામાં આવે છે.

ઉત્તરાયણ તહેવાર પર આંતરરાષ્ટ્રીય પંતગોત્સવમાં ઉડાડવામાં આવતા પતંગ પ્લાસ્ટિક, પાંદડા, લાકડું, ધાતુ, નાયલોન તેમજ અન્ય સામગ્રીઓમાંથી બનાવવામાં આવે છે. જો કે મોટાભાગના લોકો હળવા વજનના કાગળ અને વાંસના બનેલા પતંગ ઉડાડવવાનું વધુ પસંદ કરે છે. પતંગને વધુ આકર્ષક બનાવવા ડાઈ અને પેઇન્ટનો ઉપયોગ કરાય છે. આતંરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 'વસુધૈવ કુટુંમ્બકમ'તેમજ જી-20 જેવી થીમ રાખવામાં આવે છે.


રાજ્યમાં કયાં કયાં સ્થાન પર થશે ઉજવણી
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રાજ્યમાં જુદા-જુદા સ્થાન પર આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025’નું આયોજન કરાયું છે. 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ચાલી રહેલ પતંગોત્સવની ઉજવણી માટે રાજ્યમાં વિવિધ જિલ્લાના ખાસ સ્થાનને પસંદ કરાયા છે. 11 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો શુભારંભ થશે. તેમજ અમદાવાદ ઉપરાંત નર્મદા જિલ્લામાં 12 જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પતંગોત્સવની ઉજવણી થશે. જયારે સુરતમાં 13 જાન્યુઆરીના રોજ શિવરાજપુર બીચ પર અને ધોરડોમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે.

પીએમ મોદીએ કરી શરૂઆત
ભારતીય કેલેન્ડર મુજબ દર વર્ષે જાન્યુઆરી મહિનાની 14 અને 15 તારીખે ઉત્તરાયણ પર્વની ઉજવણી થાય છે. રાજ્યમાં પ્રવાસનને વેગ મળે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2017માં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સાંસ્કૃતિ વારસો જળવાઈ રહે તેની સાથે હસ્તકલા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત કરવામાં આવી. વર્ષ 2017માં PM મોદીએ શરૂ કરેલ આ પરંપરા હજુ આજે 2025માં પણ ચાલુ છે. પીએમ મોદી બાદ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ત્યારબાદ વિજયરૂપાણીએ આ પરંપરા જાળવી રાખી. અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પીએમ મોદીના ભારતની છબી વૈશ્વિક મંચ પર સુદઢ બનાવવાના સંકલ્પને સાકાર કરતાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ જેવા વૈશ્વિક મહાસમંલેન યોજી ગુજરાતના વિકાસને વેગ આપી રહ્યા છે.