HMPV વાયરસને લઈ ગભરાશો નહી, બાળકો અને વૃદ્ધાઓએ રાખવું ખાસ ધ્યાન
HMPV વાયરસને લઈ બાળકોના ડોકટર નિરવ બેલાણીએ વીડિયો મારફતે સલાહ આપી છે અને બાળકો અને વૃદ્ધાએ શું ધ્યાન રાખવું અને શું પગલા લેવા તેને લઈ માહિતી આપી છે,ડોકટરનું કહેવું છે કે,એચએમપીવી વાયરસ કોરોના જેવો જ ભયંકર વાયરસ છે અને આ વાયરસની અસર પાંચ વર્ષથી નાના બાળકો અને 60 વર્ષથી મોટા લોકોને અસર થાય છે જેમાં પહેલા શ્વસનતંત્રને અસર થાય છે.આ વાયરસ ઉધરસ અને શરદીથી ફેલાય છે અને બીજામાં પ્રસરે છે.ભારે તાવ આવવો શરદી અને ખાસી થવી એ આ વાયરસના મહત્વના લક્ષ્ણો છે.આ વાયરસની કોઈ રસી શોધાઈ નથી મહત્વનું છે કે પહેલા આ વાયરસ કર્ણાટકમાં આવ્યો હતો અને ત્યારબાદ ભારતના અલગ-અલગ રાજયોમાં તેના કેસ જોવા મળ્યા હતા,આ વાયરસની કોઈ દવા શોધાઈ નથી જો કોઈને આ વાયરસ થાય છે તો ડોકટર તેમને તાવી અને શરદીની જ દવા આપે છે કેમકે આ વાયરસ હજી નવો છે એટલે દવા શોધાઈ નથી,જો આ વાયરસ નાના બાળકોમાં ફેલાય તો તેને હોસ્પિટલમાં અને આઈસીયુમાં પણ રાખવા પડે છે.મોઢા પર માસ્ક પહેરવું અને વારંવાર હાથધોવા આ બે કરીશું તો વાયરસથી બચી શકીશુ. રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા. ૪ જાન્યુઆરી ના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.ગુજરાતમાં HMPV વાઈરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે. મેટાન્યુમોવાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો 01- મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે. 02-વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે. 03-આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે. મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do's) ? 01-જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું. 02-નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો. 03-ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું. 04-તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું. 05-વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો. 06-પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી. 07-બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું. 08-શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. મેટાન્યુમોવાઈરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું (Don'ts): 01-આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ. 02-ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું. 03-જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -