HimatNagar: હિંમતનગરની હાથમતી નદીના બેઠા પુલ પાસે પાલિકા દ્વારા સફાઇ કરાઇ

Feb 20, 2025 - 00:30
HimatNagar: હિંમતનગરની હાથમતી નદીના બેઠા પુલ પાસે પાલિકા દ્વારા સફાઇ કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાંથી પસાર થતી હાથમતી નદીમા હિંમતનગરમાં રહેતા અનેક લોકો ગંદા પાણી તથા ગટરના કનેકશન પાલિકાની લાઇનમાં ગેરકાયદે રીતે જોડી દેતા હોય છે. તે પાણી અને ગંદકી નદીમાં જાય છે. ત્યારે બુધવારે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જેસીબીની મદદથી મહેતાપુરા વિસ્તારમાં આવેલ નદીના બેઠા પુલ નજીકના નદી પટમાંથી અંદાજે 3 ટ્રેકટર કચરો બહાર કાઢવામાં આવ્યો હતો તથા ગંદકીને રોકવા માટે બેઠા પુલ પર કચરા પેટી મૂકવાનો નિર્ણય લેવાયો છે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર પાલિકાને સ્વચ્છતા અંતર્ર્ગત કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અનેક એવોર્ડ અને પુરસ્કારથી નવાજવામાં આવી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને મહેતાપુરા વિસ્તારમાંથી નિકળતી હાથમતી નદીમાં આસપાસના વિસ્તારોમાં રહેતા હોટલ માલિકો અને દુકાનદારો તથા મકાન માલિકો ગટર લાઇનમાં પોતાના મકાનનું કનેકશન જોડી દઇને તે ગંદુ પાણી નદી પટમાં મોકલી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક વખતથી બેઠા પુલ પાસેથી પસાર થવાનું થાય ત્યારે આ ગંદકીની બદબુને કારણે લોકોને નિકળવામાં અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. દરમિયાન પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે બેઠા પુલ પાસેની નદીના પટમાં જેસીબીની મદદથી અંદાજે ત્રણ ટ્રેકટરથી વધુ એકત્ર થયેલો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. પાલિકાએ એવો પણ નિર્ણય લીધો છે કે, મહેતાપુરા બેઠા પુલ પાસે બન્ને તરફ કચરા પેટી મુકવામાં આવશે. એટલુ જ નહી પણ નદીમાં ઠલવાતા ગંદા પાણીની પાઇપલાઇનો પણ તપાસ કર્યા બાદ બંધ કરી દેવામાં આવશે. સાથો સાથ આગામી દિવસોમાં મહાશિવરાત્રી આવી રહી હોવાને કારણે ભોલેશ્વર પુલ પાસે પણ એકત્ર થયેલી ગંદકી દુર કરાય તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે. મહેતાપુરામાંથી નિકળતી હાથમતી નદીનું વહેણ બારે માસ ચાલુ રહે છે તે પાછળનું કારણ લોક મત મુજબ ગટરનું ગંદુ પાણી જવાબદાર છે. રોજબરોજ નદી કિનારે જતા અને આવતા રાજકારણીઓ તથા ઉચ્ચ અધિકારીઓએ નદીને સ્વચ્છ રાખવા માટે યોગ્ય પગલા લેવા જોઇએ તેમ અનેક શહેરીજનો ઇચ્છી રહ્યા છે. તો બીજી તરફ નાગરિકોએ પણ પોતાની ફરજ સમજીને કચરો નદીમાં નાખવાને બદલે પાલિકાએ ઉપલબ્ધ કરાવેલ સુવિધાનો લાભ લેવો જોઇએ.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0