HCએ સરકારનો ઉધડો લીધો, તમે સુવિધા સારી આપો તો જનતા સહકાર આપશે
ટ્રાફિક નિયમોનું જનતા પણ પાલન કરતી નથી: સરકરી વકીલ જનતા ખરાબ રોડથી પીડાય તો તમને સહકાર ના આપે: HC વરસાદી પાણી સરળતાથી નીકળે તેવી કામગીરી કરો: HC ગુજરાત હાઇકોર્ટમાં આજે ખરાબ રોડ, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યા મુદ્દે થયેલી કન્ટેમ્પટ પિટિશન ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉની સુનાવણીમાં કોર્ટના તિરસ્કારની અરજીમાં અત્યાર સુધી કુલ 60 ઓર્ડર થયા છતાં રસ્તાઓ ઉપર કામગીરી ના દેખાતા ગુજરાત હાઇકોર્ટે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસ તથા અર્બન હાઉસિંગ અને ડેવલોપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને 29 ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેવા આદેશ કર્યો હતો. જેથી બન્ને આજે અધિકારીઓ હાઇકોર્ટમાં હાજર થયા હતા. જજ એ.વાય. કોગજે અને જજ સમીર દવેએ આ મુદ્દે સુનાવણી હાથ ધરી હતી. એડવોકેટ જનરલે કહ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ બંને અધિકારી કોર્ટમાં હાજર છે. આ સરકારના સારા અધિકારીઓ છે. ટ્રાફિક, ખરાબ રોડ, દબાણ વગેરે મુદ્દે અને સંવેદનશીલ છે. સરકારી વકીલ એટલા સુંદર શબ્દોથી જવાબ આપે એટલે હાઈકોર્ટ બક્ષે છે ગૃહ વિભાગના અધિકારીઓ હાજરી મુદ્દે HCએ સરકારને આડે હાથ લીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, સરકારી વકીલ એટલા સુંદર શબ્દોથી જવાબ આપે એટલે હાઈકોર્ટ બક્ષે છે. હવે અધિકારીઓને કંટાળીને અમારે અહીંયા બોલાવા પડ્યા છે. સરકારથી કામગીરી થતી ન હોય તો કહી દો નથી થતું આ કામ. શુગર જેવી મીઠી વાતો છેલ્લા ઘણા સમયથી સાંભળીને થાક્યા છીએ. આ મુદ્દે અરજદારે જણાવ્યું હતું કે, એસ્ટેટ વિભાગ કામગીરી કરે તો પાર્કિંગ વ્યવસ્થા સુધરી શકે. ડ્યુટી પર રહેલા પોલીસ અધિકારીઓ પાર્કિંગ ટ્રાફિક મુદ્દે ગંભીરતા દાખવે તો ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે. શહેરના સર્વિસ રોડ પર બેફામ પાર્કિંગ, બાંધકામ સહિત યથાવત હોવાની અરજદારે રજુઆત કરી હતી. સાંજે પાર્ક થતાં કોમર્શિયલ વ્હિકલ દૂર કરાયા છે: સરકારી વકીલ સરકારી વકીલે જણાવ્યું હતું કે, પાર્કિંગ સતત બની રહ્યા છે. સાંજે પાર્ક થતાં કોમર્શિયલ વ્હિકલ દૂર કરાયા છે. તેમના માલિકોને નોટિસ અપાઈ છે. AMC એક નવો તુક્કો લાવ્યું હતું કે શહેરમાં શાળાઓમાં શાળાના સમય બાદ પે એન્ડ યુઝ પાર્કિંગ કરી શકાય. કોર્ટે ટીપ્પણી કરી હતી કે અમદાવાદમાં કોઈ એકાદ જગ્યાએ નહીં પરંતુ સમગ્ર શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કામ કરો. જો ફક્ત પશ્ચિમની જગ્યાએ તમે બાપુનગર જેવા વિસ્તારોમાં પણ કામ કરશો તો અમને વધુ ગમશે. અરજદારે જણાવ્યું હતું કે, ટ્રાફિક મેનેજ કરતા ટ્રાફિક પોલીસના જવાનો રોડ ઉપર હોતા જ નથી. આ કેસમાં 60 ઓર્ડર પાસ થયા છે. ત્યાર બાદ પણ આ જ સ્થિતિ છે. કોર્ટે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે. દાસ અને અર્બન હાઉસિંગ અને ડેવલોપમેન્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમારને 29 ઓગસ્ટના રોજ કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે હુકમ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ટ્રાફિક નિયમોનું જનતા પણ પાલન કરતી નથી: સરકરી વકીલ
- જનતા ખરાબ રોડથી પીડાય તો તમને સહકાર ના આપે: HC
- વરસાદી પાણી સરળતાથી નીકળે તેવી કામગીરી કરો: HC
ગુજરાત હાઇકોર્ટમાં આજે ખરાબ રોડ, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યા મુદ્દે થયેલી કન્ટેમ્પટ પિટિશન ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉની સુનાવણીમાં કોર્ટના તિરસ્કારની અરજીમાં અત્યાર સુધી કુલ 60 ઓર્ડર થયા છતાં રસ્તાઓ ઉપર કામગીરી ના દેખાતા ગુજરાત હાઇકોર્ટે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસ તથા અર્બન હાઉસિંગ અને ડેવલોપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને 29 ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેવા આદેશ કર્યો હતો.
જેથી બન્ને આજે અધિકારીઓ હાઇકોર્ટમાં હાજર થયા હતા. જજ એ.વાય. કોગજે અને જજ સમીર દવેએ આ મુદ્દે સુનાવણી હાથ ધરી હતી. એડવોકેટ જનરલે કહ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ બંને અધિકારી કોર્ટમાં હાજર છે. આ સરકારના સારા અધિકારીઓ છે. ટ્રાફિક, ખરાબ રોડ, દબાણ વગેરે મુદ્દે અને સંવેદનશીલ છે.
સરકારી વકીલ એટલા સુંદર શબ્દોથી જવાબ આપે એટલે હાઈકોર્ટ બક્ષે છે
ગૃહ વિભાગના અધિકારીઓ હાજરી મુદ્દે HCએ સરકારને આડે હાથ લીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, સરકારી વકીલ એટલા સુંદર શબ્દોથી જવાબ આપે એટલે હાઈકોર્ટ બક્ષે છે. હવે અધિકારીઓને કંટાળીને અમારે અહીંયા બોલાવા પડ્યા છે. સરકારથી કામગીરી થતી ન હોય તો કહી દો નથી થતું આ કામ. શુગર જેવી મીઠી વાતો છેલ્લા ઘણા સમયથી સાંભળીને થાક્યા છીએ.
આ મુદ્દે અરજદારે જણાવ્યું હતું કે, એસ્ટેટ વિભાગ કામગીરી કરે તો પાર્કિંગ વ્યવસ્થા સુધરી શકે. ડ્યુટી પર રહેલા પોલીસ અધિકારીઓ પાર્કિંગ ટ્રાફિક મુદ્દે ગંભીરતા દાખવે તો ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે. શહેરના સર્વિસ રોડ પર બેફામ પાર્કિંગ, બાંધકામ સહિત યથાવત હોવાની અરજદારે રજુઆત કરી હતી.
સાંજે પાર્ક થતાં કોમર્શિયલ વ્હિકલ દૂર કરાયા છે: સરકારી વકીલ
સરકારી વકીલે જણાવ્યું હતું કે, પાર્કિંગ સતત બની રહ્યા છે. સાંજે પાર્ક થતાં કોમર્શિયલ વ્હિકલ દૂર કરાયા છે. તેમના માલિકોને નોટિસ અપાઈ છે. AMC એક નવો તુક્કો લાવ્યું હતું કે શહેરમાં શાળાઓમાં શાળાના સમય બાદ પે એન્ડ યુઝ પાર્કિંગ કરી શકાય. કોર્ટે ટીપ્પણી કરી હતી કે અમદાવાદમાં કોઈ એકાદ જગ્યાએ નહીં પરંતુ સમગ્ર શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કામ કરો. જો ફક્ત પશ્ચિમની જગ્યાએ તમે બાપુનગર જેવા વિસ્તારોમાં પણ કામ કરશો તો અમને વધુ ગમશે. અરજદારે જણાવ્યું હતું કે, ટ્રાફિક મેનેજ કરતા ટ્રાફિક પોલીસના જવાનો રોડ ઉપર હોતા જ નથી. આ કેસમાં 60 ઓર્ડર પાસ થયા છે. ત્યાર બાદ પણ આ જ સ્થિતિ છે. કોર્ટે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે. દાસ અને અર્બન હાઉસિંગ અને ડેવલોપમેન્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમારને 29 ઓગસ્ટના રોજ કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે હુકમ કર્યો હતો.