Suratમાં હીરા ઉધોગની ઘટી ચમક, એક જ વર્ષમાં કાચા હીરાની ઘટી આયાત
સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના વાદળ છવાઈ ગયા છે.એક જ વર્ષમાં કાચા હીરાની આયાત ઘટી છે જેના કારણે વેપારીઓ અને કામદારોને તકલીફ પડી રહી છે.હીરાની આયાત 53.74 ટકા ડાઉન થઈ છે.જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટના આંકડા અનુસાર વાત કરવામાં આવે તો પ્રમોશનલ કાઉન્સિલના આંકડા ચોંકાવનારા છે.ઓગસ્ટ 23માં 12.02 મિલિયન કેરેટ કાચા હીરાની આયાત થઈ છે.ઓગસ્ટ 2024માં માત્ર 5.56 મિલિયન કેરેટ આયાત થઈ છે.હીરાની આયાત 53.74 ટકા ડાઉન સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.પ્રમોશન કાઉન્સિલના આકડા જ ચોંકાવનારા છે.ઓગસ્ટ ૨૦૨૩માં ૧૨.૦૨ મિલિયન કેરેટ કાચા હીરાની આયાત તો ઓગસ્ટ ૨૦૨૪માં કાચા હીરાની આયાત ઘટી છે.ઓગસ્ટ ૨૦૨૪માં ફક્ત ૫.૫૬ મિલિયન કેરેટ થઇ ગઇ છે.વિશ્વના દર ૧૦માંથી ૯ કાચા હીરા સુરત આવે છે.સુરતથી અમેરીકા,સ્વીટ્ઝલેન્ડ, યુકે,ચીન, દુબઈ વગેરે જેવા દેશોમાં ફિનિશ્ડ ડાયમંડ એક્ષ્પોર્ટ થાય છે. ચીનાઓએ સોનુ ખરીદવાનું શરૂ કર્યુ હોંગકોંગમાં હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળશે.ચાઈનામાં ગુજરાતીઓને ચીની નડ્યા છે .ચીનીઓએ હીરાને બદલે સોનું ખરીદવાનું શરૂ કરતાં 60 વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરવી પડી છે. હીરામાં મંદીના પગલે ડાયમંડ વેપારીઓ અન્ય વ્યવસાયમાં જઇ રહ્યાં છે, અમુક વેપારી સુરત-મુંબઇ શિફ્ટ થઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં વધારો થતાં વિદેશમાં હીરા વેપાર પર અસર થઇ છે. સર્ટિફિકેટ ફરજિયાત થયુ યુરોપિયન યુનિયન (EU)એ રશિયન હીરા પરના પ્રતિબંધ માટેના સનરાઇઝ પિરિયડના અમલને છ મહિના લંબાવ્યો છે. જે અનુસાર હવે 1 સપ્ટેમ્બરની તારીખ લંબાવી રફ-પોલિશ્ડ હીરાની આયાત માટે 1 માર્ચ, 2025 બાદ અમલમાં આવશે. વૈશ્વિક મંદી વચ્ચે હીરા ઉદ્યોગને રાહત મળી છે.યુનિયને હીરાની આયાત માટે ટ્રેસિબિલિટી પ્રોગ્રામ 1 માર્ચ 2025ના રોજથી ફરજિયાત બનાવશે. ત્યારબાદ આયાતકારોએ 0.50 કેરેટથી વધુના હીરાની આયાતને ચકાસવા માટે ટ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત બનશે. નવા નિયમો પણ અમલમાં આવ્યા ઉપરાંત યુનિયને નિયમો અમલમાં આવે તે પહેલાં EU કે રશિયા સિવાયના દેશોના હીરાને મુક્તિ આપવા ‘ગ્રાન્ડ ફાધરિંગ’ કલમ પણ ઉમેરી છે. નવા પ્રતિબંધો મુખ્યત્વે લિક્વિફાઈડ નેચરલ ગેસને લક્ષ્ય બનાવે છે. જેમાં હાલના પ્રતિબંધોની છટકબારીઓ દૂર કરી 116 સંસ્થા અને વ્યક્તિઓને પ્રતિબંધિત કરવાનું લક્ષ્ય છે. જ્યારે નવા નિયમોમાં એક્ઝિબિશન કે સમારકામ માટે રશિયામાંથી જ્વેલરીની અસ્થાયી આયાત-નિકાસને પણ મંજૂરી આપે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના વાદળ છવાઈ ગયા છે.એક જ વર્ષમાં કાચા હીરાની આયાત ઘટી છે જેના કારણે વેપારીઓ અને કામદારોને તકલીફ પડી રહી છે.હીરાની આયાત 53.74 ટકા ડાઉન થઈ છે.જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટના આંકડા અનુસાર વાત કરવામાં આવે તો પ્રમોશનલ કાઉન્સિલના આંકડા ચોંકાવનારા છે.ઓગસ્ટ 23માં 12.02 મિલિયન કેરેટ કાચા હીરાની આયાત થઈ છે.ઓગસ્ટ 2024માં માત્ર 5.56 મિલિયન કેરેટ આયાત થઈ છે.
હીરાની આયાત 53.74 ટકા ડાઉન
સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.પ્રમોશન કાઉન્સિલના આકડા જ ચોંકાવનારા છે.ઓગસ્ટ ૨૦૨૩માં ૧૨.૦૨ મિલિયન કેરેટ કાચા હીરાની આયાત તો ઓગસ્ટ ૨૦૨૪માં કાચા હીરાની આયાત ઘટી છે.ઓગસ્ટ ૨૦૨૪માં ફક્ત ૫.૫૬ મિલિયન કેરેટ થઇ ગઇ છે.વિશ્વના દર ૧૦માંથી ૯ કાચા હીરા સુરત આવે છે.સુરતથી અમેરીકા,સ્વીટ્ઝલેન્ડ, યુકે,ચીન, દુબઈ વગેરે જેવા દેશોમાં ફિનિશ્ડ ડાયમંડ એક્ષ્પોર્ટ થાય છે.
ચીનાઓએ સોનુ ખરીદવાનું શરૂ કર્યુ
હોંગકોંગમાં હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળશે.ચાઈનામાં ગુજરાતીઓને ચીની નડ્યા છે .ચીનીઓએ હીરાને બદલે સોનું ખરીદવાનું શરૂ કરતાં 60 વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરવી પડી છે. હીરામાં મંદીના પગલે ડાયમંડ વેપારીઓ અન્ય વ્યવસાયમાં જઇ રહ્યાં છે, અમુક વેપારી સુરત-મુંબઇ શિફ્ટ થઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં વધારો થતાં વિદેશમાં હીરા વેપાર પર અસર થઇ છે.
સર્ટિફિકેટ ફરજિયાત થયુ
યુરોપિયન યુનિયન (EU)એ રશિયન હીરા પરના પ્રતિબંધ માટેના સનરાઇઝ પિરિયડના અમલને છ મહિના લંબાવ્યો છે. જે અનુસાર હવે 1 સપ્ટેમ્બરની તારીખ લંબાવી રફ-પોલિશ્ડ હીરાની આયાત માટે 1 માર્ચ, 2025 બાદ અમલમાં આવશે. વૈશ્વિક મંદી વચ્ચે હીરા ઉદ્યોગને રાહત મળી છે.યુનિયને હીરાની આયાત માટે ટ્રેસિબિલિટી પ્રોગ્રામ 1 માર્ચ 2025ના રોજથી ફરજિયાત બનાવશે. ત્યારબાદ આયાતકારોએ 0.50 કેરેટથી વધુના હીરાની આયાતને ચકાસવા માટે ટ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત બનશે.
નવા નિયમો પણ અમલમાં આવ્યા
ઉપરાંત યુનિયને નિયમો અમલમાં આવે તે પહેલાં EU કે રશિયા સિવાયના દેશોના હીરાને મુક્તિ આપવા ‘ગ્રાન્ડ ફાધરિંગ’ કલમ પણ ઉમેરી છે. નવા પ્રતિબંધો મુખ્યત્વે લિક્વિફાઈડ નેચરલ ગેસને લક્ષ્ય બનાવે છે. જેમાં હાલના પ્રતિબંધોની છટકબારીઓ દૂર કરી 116 સંસ્થા અને વ્યક્તિઓને પ્રતિબંધિત કરવાનું લક્ષ્ય છે. જ્યારે નવા નિયમોમાં એક્ઝિબિશન કે સમારકામ માટે રશિયામાંથી જ્વેલરીની અસ્થાયી આયાત-નિકાસને પણ મંજૂરી આપે છે.