Rajkot જિલ્લામાં વરસાદને કારણે 3 વ્યકિત અને 51 પશુઓએ જીવ ગુમાવ્યો

રાજકોટ જિલ્લામાં વરસાદથી 380 કાચા પાકા મકાનોમાં નુકસાન જિલ્લાની 75 તેમજ મહાપાલિકાની 10 ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો સર્વે પૂર્ણ થયે નુકસાની અંગે વળતર ચૂકવવા માટે લેવામાં આવશે નિર્ણય રાજકોટ જિલ્લામાં વરસાદના કારણે 3 વ્યકિત અને 51 પશુઓએ જીવ ગુમાવ્યો છે.રાજકોટ જિલ્લાની 75 તેમજ મહાનગરપાલિકાની 10 ટીમો દ્રારા આ સર્વે કરવામાં આવ્યો છે.ચોમાસમાં લોકોને વરસાદથી મોટી આર્થિક નુકસાની પહોંચી છે,સાથે સાથે સર્વે પૂર્ણ થયા પછી નુકસાની અંગે વળતર ચૂકવવા માટે નિર્ણય લેવાશે. રાજકોટમાં પડયો છે ભારે વરસાદ રાજકોટમાં સિઝનનો ભારે વરસાદ પડતા તારાજી સર્જાઈ હતી,રાજકોટ જિલ્લમાં 380 કાચા અને પાકા મકાનોને નુકસાન પહોંચ્યું છે,સમગ્ર ઘટનાને લઈ કોર્પોરેશનની ટીમ દ્રારા સર્વે કરવામાં આવ્યો છે,રાજકોટમાં પશુઓના પણ મોત થયા છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,રાજકોટમાં 10 કોઝવે નું પણ ધોવાણ થયું છે,સાથે સાથે જંગલેશ્વર વિસ્તારના સ્થાનિકોની ઘરવખરી પણ પાણીમાં તણાઈ ગઈ છે.અગામી સમયમાં તંત્ર દ્રારા રોકડ રકમ અથવા કેશડોલ ચૂકવાઈ શકે છે. અલગ-અલગ ટીમે કર્યો સર્વે રાજકોટમાં નુકસાનીને લઈ અલગ-અલગ ટીમે સર્વે કર્યો છે,જેમાં સામે આવ્યું છે,સૌથી વધુ કાચા મકાનો ધરાશાયી થયા છે.ત્રણ તળાવને ભારે માત્રામાં નુકસાન થયું છે,સાથે સાથે 1024 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે,ત્યારે અગામી દિવસોમાં નુકસાન પ્રમાણે તમામ લોકોને સહાય ચૂકવવામાં આવશે,રાજકોટમાં આ વખતે સિઝનનો 40 ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે,ત્યારે તંત્ર દ્રારા નુકસાનીને લઈ સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે,જેના કારણે લોકોને તકલીફ ઓછી પડશે. ડ્રેનેજના ફરી વળ્યા પાણી રાજકોટમાં ચાર દિવસ સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાવા સહિતની વિવિધ સમસ્યાઓ જોવા મળી હતી. જો કે, બે દિવસથી વરસાદે વિરામ લેતા મોટાભાગના સ્થળોએ પાણી ઉતરી ચૂક્યા છે. પરંતુ શહેરનાં વોર્ડ નંબર 13નાં અનેક વિસ્તારોમાં ડ્રેનેજનાં પાણી ફરી વળ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.

Rajkot જિલ્લામાં વરસાદને કારણે 3 વ્યકિત અને 51 પશુઓએ જીવ ગુમાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ જિલ્લામાં વરસાદથી 380 કાચા પાકા મકાનોમાં નુકસાન
  • જિલ્લાની 75 તેમજ મહાપાલિકાની 10 ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો
  • સર્વે પૂર્ણ થયે નુકસાની અંગે વળતર ચૂકવવા માટે લેવામાં આવશે નિર્ણય

રાજકોટ જિલ્લામાં વરસાદના કારણે 3 વ્યકિત અને 51 પશુઓએ જીવ ગુમાવ્યો છે.રાજકોટ જિલ્લાની 75 તેમજ મહાનગરપાલિકાની 10 ટીમો દ્રારા આ સર્વે કરવામાં આવ્યો છે.ચોમાસમાં લોકોને વરસાદથી મોટી આર્થિક નુકસાની પહોંચી છે,સાથે સાથે સર્વે પૂર્ણ થયા પછી નુકસાની અંગે વળતર ચૂકવવા માટે નિર્ણય લેવાશે.

રાજકોટમાં પડયો છે ભારે વરસાદ

રાજકોટમાં સિઝનનો ભારે વરસાદ પડતા તારાજી સર્જાઈ હતી,રાજકોટ જિલ્લમાં 380 કાચા અને પાકા મકાનોને નુકસાન પહોંચ્યું છે,સમગ્ર ઘટનાને લઈ કોર્પોરેશનની ટીમ દ્રારા સર્વે કરવામાં આવ્યો છે,રાજકોટમાં પશુઓના પણ મોત થયા છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,રાજકોટમાં 10 કોઝવે નું પણ ધોવાણ થયું છે,સાથે સાથે જંગલેશ્વર વિસ્તારના સ્થાનિકોની ઘરવખરી પણ પાણીમાં તણાઈ ગઈ છે.અગામી સમયમાં તંત્ર દ્રારા રોકડ રકમ અથવા કેશડોલ ચૂકવાઈ શકે છે.

અલગ-અલગ ટીમે કર્યો સર્વે

રાજકોટમાં નુકસાનીને લઈ અલગ-અલગ ટીમે સર્વે કર્યો છે,જેમાં સામે આવ્યું છે,સૌથી વધુ કાચા મકાનો ધરાશાયી થયા છે.ત્રણ તળાવને ભારે માત્રામાં નુકસાન થયું છે,સાથે સાથે 1024 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે,ત્યારે અગામી દિવસોમાં નુકસાન પ્રમાણે તમામ લોકોને સહાય ચૂકવવામાં આવશે,રાજકોટમાં આ વખતે સિઝનનો 40 ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે,ત્યારે તંત્ર દ્રારા નુકસાનીને લઈ સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે,જેના કારણે લોકોને તકલીફ ઓછી પડશે.

ડ્રેનેજના ફરી વળ્યા પાણી

રાજકોટમાં ચાર દિવસ સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાવા સહિતની વિવિધ સમસ્યાઓ જોવા મળી હતી. જો કે, બે દિવસથી વરસાદે વિરામ લેતા મોટાભાગના સ્થળોએ પાણી ઉતરી ચૂક્યા છે. પરંતુ શહેરનાં વોર્ડ નંબર 13નાં અનેક વિસ્તારોમાં ડ્રેનેજનાં પાણી ફરી વળ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.