Halvad: હળવદમાં દોઢ માસથી વીજ વિભાગના ધાંધીયાથી પરેશાન ખેડૂતોનો ચરાડવા PGVCLની કચેરીમાં હલ્લાબોલ

May 6, 2026 - 07:30
Halvad: હળવદમાં દોઢ માસથી વીજ વિભાગના ધાંધીયાથી પરેશાન ખેડૂતોનો ચરાડવા PGVCLની કચેરીમાં હલ્લાબોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હળવદ પંથકના ચરાડવા અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લાં દોઢ માસથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સર્જાઈ રહી છે. હાલમાં ચાલી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જતા લોકો ભારે મુસીબતો વેઠી રહ્યા છે. બીજી તરફ્ સતત થતા વીજ કાપના કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ તેમજ ગ્રામજનોને પડતી હાલાકીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીજ વિભાગની આ અણઘડ કામગીરીથી કંટાળીને અંતે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠયો હતો. રોષે ભરાયેલા ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ચરાડવા પીજીવીસીએલ કચેરી ખાતે એકઠા થયા હતા અને વીજ વિભાગના તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવીને ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે સત્વરે ખેતી અને વપરાશ માટે નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે જેથી પડતી મુશ્કેલીઓનો અંત આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0