GUJCELના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણના આગોતરા જામીન નામંજૂર

GUJCELના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણના જામીન કોર્ટે ફગાવ્યાકેશમેક એવિએશનના ડાયરેક્ટર સાથે મળી સરકારને 72 લાખનો ચૂનો ચોપડયો સરકારના હેલિકોપ્ટર અને વિમાનમાં સરકારની કોઈ મંજૂરી વગર પોતાના પરિવારના સભ્યોને હવાઈ મુસાફરી કરાવી ગુજસેલમાં એક સમયે ફરજ બજાવતા કેપ્ટન અજય ચૌહાણના આગોતરા જામીન સીટી સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા છે અને અજય ચૌહાણને મોટો ફટકો પડ્યો છે. તમને જણાવી દઈએ કે કેપ્ટન અજય ચૌહાણ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓ આચરતા હોવાની જાણકારી મળ્યા બાદ તપાસ કરવામાં આવી હતી અને તેઓ પોતાની ફરજ દરમિયાન સત્તાનો દુરઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરતા હતા. સત્તાનો દુરૂઉપયોગ કરી ઘણા કૌભાંડો કર્યા GUJCELના તત્કાલીન કેપ્ટન કૌભાંડી અજય ચૌહાણે પોતાની સત્તાનો દુરૂઉપયોગ કરી ઘણા કૌભાંડો કર્યા હતા. અજય ચૌહાણ વિરૂદ્ધ ભ્રષ્ટ્રાચાર અંગે તપાસ કરતી એસીબીની ટીમને કેટલાક પૂરાવા હાથ લાગ્યા હતા. આ પૂરાવાના આધારે એસીબીએ આરોપી અજય કરણસિંહ ચૌહાણ, કેશમેક એવિએશન પ્રા.લી.કંપનીના ડાયરેક્ટર અલ્પેશ રાજેશભાઈ ત્રિપાઠી અને ગુજસેલના એકાઉન્ટન્ટ અલ્પેશ નટવર પ્રજાપતિ સામે ગુનો દાખલ કર્યો હતો. સરકારને મોટુ નુકશાન પહોંચાડયું ગુજસેલના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણે પોતાની ફરજ દરમિયાન સત્તાનો દુરૂઉપયોગ કરી મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની મુસાફરી માટે રાખવામાં આવેલા હેલિકોપ્ટર અને વિમાનનો સરકારની કોઈ મંજૂરી વગર પોતાના પરિવારના સભ્યોને હવાઈ મુસાફરી કરાવી સરકારને મોટુ નુકશાન પહોંચાડયું છે. આ ઉપરાંત પોતે ગુજસેલમાં હોવા છતાં અન્ય કંપનીમાં ફલાઈંગ ડયુટી તરીકે સેવા આપીને આર્યન એવિએશન નામની ખાનગી કંપનીમાંથી પોતાના બેંક ખાતામાં નાણાં મેળવ્યાના પુરાવા એસીબીને હાથ લાગ્યા છે અને આમ સરકારી ફરજમાં હોવા છતાં આરોપીએ ખાનગી કંપનીમાં સેવા આપીને વળતર મેળવ્યાનો ઘટસ્ફોટ થયો છે. ગેરકાયદેસર કરાર કરી ખાનગી કંપનીના ડાયરેક્ટર સાથે કરી મિલિભગત ગુજસેલમાં મેનપાવર સપ્લાય પુરો પાડવા માટે આરોપીએ કેશમેક એવીએશન પ્રા.લી.કંપની સાથે ગેરકાયદેસર કરાર કરી તેના ડાયરેક્ટર સાથે મિલિભગત કરી તેઓ પાસેથી પોતાના ખાતામાં 10 લાખનો આર્થિક લાભ લીધો હતો. ગુજસેલના આઉટસોર્સના કર્મચારી એવા આરોપી અલ્પેશકુમાર પ્રજાપતિએ પોતે કેશમેક એવીએશનના કર્મચારી ના હોવા છતાં પણ આ કંપનીના વાઉચરો અને બીલમાં સહી કરીને 4.60 લાખ રૂપિયા લીધા છે. આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે કૌભાંડ આચરીને સરકારી તિજોરીને રૂપિયા 72 લાખનું નુકશાન કર્યાનો આક્ષેપ ત્રણ પર લાગ્યો છે.

GUJCELના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણના આગોતરા જામીન નામંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • GUJCELના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણના જામીન કોર્ટે ફગાવ્યા
  • કેશમેક એવિએશનના ડાયરેક્ટર સાથે મળી સરકારને 72 લાખનો ચૂનો ચોપડયો
  • સરકારના હેલિકોપ્ટર અને વિમાનમાં સરકારની કોઈ મંજૂરી વગર પોતાના પરિવારના સભ્યોને હવાઈ મુસાફરી કરાવી

ગુજસેલમાં એક સમયે ફરજ બજાવતા કેપ્ટન અજય ચૌહાણના આગોતરા જામીન સીટી સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા છે અને અજય ચૌહાણને મોટો ફટકો પડ્યો છે. તમને જણાવી દઈએ કે કેપ્ટન અજય ચૌહાણ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓ આચરતા હોવાની જાણકારી મળ્યા બાદ તપાસ કરવામાં આવી હતી અને તેઓ પોતાની ફરજ દરમિયાન સત્તાનો દુરઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરતા હતા.

સત્તાનો દુરૂઉપયોગ કરી ઘણા કૌભાંડો કર્યા

GUJCELના તત્કાલીન કેપ્ટન કૌભાંડી અજય ચૌહાણે પોતાની સત્તાનો દુરૂઉપયોગ કરી ઘણા કૌભાંડો કર્યા હતા. અજય ચૌહાણ વિરૂદ્ધ ભ્રષ્ટ્રાચાર અંગે તપાસ કરતી એસીબીની ટીમને કેટલાક પૂરાવા હાથ લાગ્યા હતા. આ પૂરાવાના આધારે એસીબીએ આરોપી અજય કરણસિંહ ચૌહાણ, કેશમેક એવિએશન પ્રા.લી.કંપનીના ડાયરેક્ટર અલ્પેશ રાજેશભાઈ ત્રિપાઠી અને ગુજસેલના એકાઉન્ટન્ટ અલ્પેશ નટવર પ્રજાપતિ સામે ગુનો દાખલ કર્યો હતો.

સરકારને મોટુ નુકશાન પહોંચાડયું

ગુજસેલના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણે પોતાની ફરજ દરમિયાન સત્તાનો દુરૂઉપયોગ કરી મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની મુસાફરી માટે રાખવામાં આવેલા હેલિકોપ્ટર અને વિમાનનો સરકારની કોઈ મંજૂરી વગર પોતાના પરિવારના સભ્યોને હવાઈ મુસાફરી કરાવી સરકારને મોટુ નુકશાન પહોંચાડયું છે. આ ઉપરાંત પોતે ગુજસેલમાં હોવા છતાં અન્ય કંપનીમાં ફલાઈંગ ડયુટી તરીકે સેવા આપીને આર્યન એવિએશન નામની ખાનગી કંપનીમાંથી પોતાના બેંક ખાતામાં નાણાં મેળવ્યાના પુરાવા એસીબીને હાથ લાગ્યા છે અને આમ સરકારી ફરજમાં હોવા છતાં આરોપીએ ખાનગી કંપનીમાં સેવા આપીને વળતર મેળવ્યાનો ઘટસ્ફોટ થયો છે.

ગેરકાયદેસર કરાર કરી ખાનગી કંપનીના ડાયરેક્ટર સાથે કરી મિલિભગત

ગુજસેલમાં મેનપાવર સપ્લાય પુરો પાડવા માટે આરોપીએ કેશમેક એવીએશન પ્રા.લી.કંપની સાથે ગેરકાયદેસર કરાર કરી તેના ડાયરેક્ટર સાથે મિલિભગત કરી તેઓ પાસેથી પોતાના ખાતામાં 10 લાખનો આર્થિક લાભ લીધો હતો. ગુજસેલના આઉટસોર્સના કર્મચારી એવા આરોપી અલ્પેશકુમાર પ્રજાપતિએ પોતે કેશમેક એવીએશનના કર્મચારી ના હોવા છતાં પણ આ કંપનીના વાઉચરો અને બીલમાં સહી કરીને 4.60 લાખ રૂપિયા લીધા છે. આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે કૌભાંડ આચરીને સરકારી તિજોરીને રૂપિયા 72 લાખનું નુકશાન કર્યાનો આક્ષેપ ત્રણ પર લાગ્યો છે.