Ahmedabad: અપમાનિત એસ્ટેટ-ટીડીઓ અધિકારીના રાજીનામાથી વિવાદ

જતીન પટેલે રિડેવલપમેન્ટના મંજૂર કરાયેલા પ્લાનની રજાચિઠ્ઠી રદ કરવા ફરજ પાડીસિંગલ લેટરમાં રાજીનામું ધરી દઈને TDO રાજેશ પટેલ રજા પર ઉતરી ગયાઃ ફોન સ્વીચ ઓફ કરી દીધો ત્રણ ગણું રિડેવલમેન્ટ મંજૂર કરાયાનો ડે. મેયરનો આક્ષેપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડે. મેયર અને સિનિયર કોર્પોરેટર જતીન પટેલના ઉદ્ધતાઈભર્યા વર્તન અને અપશબ્દોના કારણે અપમાનિત થયેલા એસ્ટેટ-ટીડીઓ વિભાગમાં ફરજ બજાવતા TDO રાજેશ પટેલે હોદ્દા પરથી રાજીનામું આપી દેવાને પગલે વિવાદ સર્જાયો છે. AMC કમિશનર એમ. થેન્નારસનને એક જ લેટરમાં રાજીનામું આપીને TDO રાજેશ પટેલ રજા પર ઉતરી ગયા છે અને તેમનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. ચાંદલોડિયામાં અમિત પંચાલ નામના એક રહીશના મકાનના રીડેવલપમેન્ટ માટે રજાચિઠ્ઠી- મંજૂરી આપવા મામલે ડે. મેયર જતીન પટેલ અને TP ચેરમેન પ્રીતિશ મહેતા નવરંગપુરા બસ સ્ટેન્ડ પાછળ આવેલ ટાઉન પ્લાનિંગની ઓફિસમાં દોડી ગયા હતા અને આ મુદ્દે હાજર સ્ટાફને ખખડાવ્યો હતો અને રાજેશ પટેલ ન હોવાથી તેમને ફોન કરીને તાબડતોબ બોલાવીને તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હોવાનું અને અપશબ્દો બોલીને તેમજ ધમકાવીને ચાંદલોડિયામાં મકાનના રીડેવલપમેન્ટ માટે આપેલી રજા ચિઠ્ઠી રદ કરાવવાની ફરજ પાડી હોવાનું જાણવા મળે છે. આ પ્રકારે અધિકારીઓનું મોરલ ડાઉન કરીને આપખુદી વર્તન દાખવનાર ડે. મેયરના વર્તનનો વિવાદ મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યો છે. ત્રણ ગણું રિડેવલમેન્ટ મંજૂર કરાયાનો ડે. મેયરનો આક્ષેપ ડે. મેયર જતીન પટેલે જણાવ્યું હતું કે, ચાંદલોડિયામાં 40 વર્ષ જૂની દેવમંદિર સોસાયટીમાં નિયમોનું પાલન નહીં કરીને એક વ્યક્તિના પ્લાન મંજૂર કરાયા છે અને આ કિસ્સામાં DALRમાં 69.03 ચો. મી.નું ક્ષેત્રફળ દર્શાવાયું છે તેમાં ત્રણ ગણું વધુ એટલે કે 189.03 ચો.મી.ના બાંધકામ- રીડેવલમેન્ટના પ્લાન મંજૂર કરીને રજાચિઠ્ઠી આપવામાં આવી હતી.

Ahmedabad: અપમાનિત એસ્ટેટ-ટીડીઓ અધિકારીના રાજીનામાથી વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જતીન પટેલે રિડેવલપમેન્ટના મંજૂર કરાયેલા પ્લાનની રજાચિઠ્ઠી રદ કરવા ફરજ પાડી
  • સિંગલ લેટરમાં રાજીનામું ધરી દઈને TDO રાજેશ પટેલ રજા પર ઉતરી ગયાઃ ફોન સ્વીચ ઓફ કરી દીધો
  • ત્રણ ગણું રિડેવલમેન્ટ મંજૂર કરાયાનો ડે. મેયરનો આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડે. મેયર અને સિનિયર કોર્પોરેટર જતીન પટેલના ઉદ્ધતાઈભર્યા વર્તન અને અપશબ્દોના કારણે અપમાનિત થયેલા એસ્ટેટ-ટીડીઓ વિભાગમાં ફરજ બજાવતા TDO રાજેશ પટેલે હોદ્દા પરથી રાજીનામું આપી દેવાને પગલે વિવાદ સર્જાયો છે.

AMC કમિશનર એમ. થેન્નારસનને એક જ લેટરમાં રાજીનામું આપીને TDO રાજેશ પટેલ રજા પર ઉતરી ગયા છે અને તેમનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. ચાંદલોડિયામાં અમિત પંચાલ નામના એક રહીશના મકાનના રીડેવલપમેન્ટ માટે રજાચિઠ્ઠી- મંજૂરી આપવા મામલે ડે. મેયર જતીન પટેલ અને TP ચેરમેન પ્રીતિશ મહેતા નવરંગપુરા બસ સ્ટેન્ડ પાછળ આવેલ ટાઉન પ્લાનિંગની ઓફિસમાં દોડી ગયા હતા અને આ મુદ્દે હાજર સ્ટાફને ખખડાવ્યો હતો અને રાજેશ પટેલ ન હોવાથી તેમને ફોન કરીને તાબડતોબ બોલાવીને તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હોવાનું અને અપશબ્દો બોલીને તેમજ ધમકાવીને ચાંદલોડિયામાં મકાનના રીડેવલપમેન્ટ માટે આપેલી રજા ચિઠ્ઠી રદ કરાવવાની ફરજ પાડી હોવાનું જાણવા મળે છે. આ પ્રકારે અધિકારીઓનું મોરલ ડાઉન કરીને આપખુદી વર્તન દાખવનાર ડે. મેયરના વર્તનનો વિવાદ મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યો છે.

ત્રણ ગણું રિડેવલમેન્ટ મંજૂર કરાયાનો ડે. મેયરનો આક્ષેપ

ડે. મેયર જતીન પટેલે જણાવ્યું હતું કે, ચાંદલોડિયામાં 40 વર્ષ જૂની દેવમંદિર સોસાયટીમાં નિયમોનું પાલન નહીં કરીને એક વ્યક્તિના પ્લાન મંજૂર કરાયા છે અને આ કિસ્સામાં DALRમાં 69.03 ચો. મી.નું ક્ષેત્રફળ દર્શાવાયું છે તેમાં ત્રણ ગણું વધુ એટલે કે 189.03 ચો.મી.ના બાંધકામ- રીડેવલમેન્ટના પ્લાન મંજૂર કરીને રજાચિઠ્ઠી આપવામાં આવી હતી.