Porbandar: ઉદ્યોગોનું પાણી દરિયામાં ઠાલવવા મુદ્દે વિરોધ, QR કોડથી અભિયાનમાં જોડાવવા અપીલ

પોરબંદર ચોપાટી પર આજે 'સેવ પોરબંદર સી' ગ્રુપ દ્વારા સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને જેતપુરના ઉદ્યોગના પાણીની યોજનાના વિરોધમાં QR કોડ સ્કેન કરી અભિયાનમાં જોડાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી.આગામી સમયમાં આકરો વિરોધ કરવામાં આવે તેવી શક્યતાઓ અનેક લોકોએ QR કોડ સ્કેન કરીને વેબ સાઈટના માધ્યમથી 'સેવ પોરબંદર સી'ને સમર્થન આપ્યું છે અને જેતપુરના ઉદ્યોગોનું પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવાની યોજના રદ કરવા માટે માછીમારો સહિત સામાજિક આગેવાનો તથા ખેડૂતો દ્વારા પણ મહેનત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં જેતપુરના ઉદ્યોગનું પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવામાં આવશે તો માછીમારો, ખેડૂતો અને પોરબંદરવાસીઓને મોટાપાયે નુકસાન થવાનું માછીમારો તથા સામાજિક આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને જો આ યોજના રદ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં પોરબંદરની જનતા સહિત માછીમાર સમાજ અને સામાજિક સંસ્થાઓ દ્વારા આકરો વિરોધ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 3 દિવસ પહેલા પણ ખારવા સમાજે વિરોધ વ્યક્ત કર્યો હતો તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ પોરબંદરના ખારવા સમાજ દ્વારા ગુજરાત રાજ્યના દરીયાકિનારાના સમગ્ર માછીમાર કરતા ગામોએ અડધો દિવસ પોતાના કામ-ધંધા બંધ રાખીને જેતપુર સાડી ઉદ્યોગના પ્રદુષિત પાણીને દરીયામાં ઠાલવવાનો વિરોધ કર્યો હતો, ખારવા સમાજના સમર્થનના ભાગરૂપે પોરબંદર બંદર વિસ્તારના માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો દ્વારા પણ આજે અડધો દિવસ પોતાના કામ-ધંધા બંધ રાખી આ વિરોધનું સમર્થન કરવામાં આવ્યું હતું.

Porbandar: ઉદ્યોગોનું પાણી દરિયામાં ઠાલવવા મુદ્દે વિરોધ, QR કોડથી અભિયાનમાં જોડાવવા અપીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોરબંદર ચોપાટી પર આજે 'સેવ પોરબંદર સી' ગ્રુપ દ્વારા સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને જેતપુરના ઉદ્યોગના પાણીની યોજનાના વિરોધમાં QR કોડ સ્કેન કરી અભિયાનમાં જોડાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી.

આગામી સમયમાં આકરો વિરોધ કરવામાં આવે તેવી શક્યતાઓ

અનેક લોકોએ QR કોડ સ્કેન કરીને વેબ સાઈટના માધ્યમથી 'સેવ પોરબંદર સી'ને સમર્થન આપ્યું છે અને જેતપુરના ઉદ્યોગોનું પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવાની યોજના રદ કરવા માટે માછીમારો સહિત સામાજિક આગેવાનો તથા ખેડૂતો દ્વારા પણ મહેનત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં જેતપુરના ઉદ્યોગનું પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવામાં આવશે તો માછીમારો, ખેડૂતો અને પોરબંદરવાસીઓને મોટાપાયે નુકસાન થવાનું માછીમારો તથા સામાજિક આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને જો આ યોજના રદ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં પોરબંદરની જનતા સહિત માછીમાર સમાજ અને સામાજિક સંસ્થાઓ દ્વારા આકરો વિરોધ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

3 દિવસ પહેલા પણ ખારવા સમાજે વિરોધ વ્યક્ત કર્યો હતો

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ પોરબંદરના ખારવા સમાજ દ્વારા ગુજરાત રાજ્યના દરીયાકિનારાના સમગ્ર માછીમાર કરતા ગામોએ અડધો દિવસ પોતાના કામ-ધંધા બંધ રાખીને જેતપુર સાડી ઉદ્યોગના પ્રદુષિત પાણીને દરીયામાં ઠાલવવાનો વિરોધ કર્યો હતો, ખારવા સમાજના સમર્થનના ભાગરૂપે પોરબંદર બંદર વિસ્તારના માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો દ્વારા પણ આજે અડધો દિવસ પોતાના કામ-ધંધા બંધ રાખી આ વિરોધનું સમર્થન કરવામાં આવ્યું હતું.