Vadodaraના ડભોઈના ગોજલી ગામે ખેતરોમાં દેવ અને ઢાઢર નદીના પાણી ફરી વળ્યા

ડભોઈના ગોજલી ગામે ખેતરોમાં લાખોનું નુકસાન દેવ અને ઢાઢર નદીના પાણી ફરી વળ્યા હતા ખેતરોમાં મરચી, કપાસ દીવેલા જેવા પાકોમાં મોટું નુકસાન વડોદરાના ડભોઈના ગોજલી ગામે ખેડૂતોને ભારે નુકસાન થયું છે,ડભોઈના ગોજલી ગામે દેવ અને ઢાઢર ગામે નદીના પાણી ઘુસી જતા ભારે હાલાકીનો સામનો ખેડૂતોને કરવો પડયો છે.વિવિધ પાકોમાં નુકસાન થવાથી ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે.પાકની સાથે જમીનનું ધોવાણ થતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. ઢાઢર કાંઠા વિસ્તારના ખેતરોમાં વિનાશ વેર્યો દેવ ડેમમાંથી દેવ નદી તેમજ ઢાઢર નદીમાં ૬૦ હજાર ક્યુસેક કરતા પણ વધારે પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઇ ડભોઇ તાલુકાના 17 જેટલા ગામોના જનજીવન ઉપર સીધી અસર થઈ હતી.ડભોઇ તાલુકાનું ગોઝાલી ગામ હોય કે દેવ નદીના કાંઠા વિસ્તારના ગામ હોય તમામ ગામોમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉગાડેલા કપાસ અને મરચીના પાકમાં મોટા પાયે દેવ નદીના પૂરે વિનાશ સર્જ્યો છે.ગોજાલી ગામના ખેડૂતોને 250 થી 300 વીઘા જમીનમાં કપાસ અને મરચીનો પાક ઉભો જ ધોવાઈ ગયો છે અને ખેતરો પણ મોટા મોટા ખાડાને કોતરો પડી ગયા છે તમામ પાકો દેવ નદી પૂરમાં વહાવીને લઈ ગઈ છે. ખેડૂતોએ સરકાર પાસે માગી મદદ ખેડૂતો વ્યાજે રૂપિયા લાવી ખેતી કરતા હોય છે બિયારણ, ખાતર, દવાઓ, જેવા અનેક ખર્ચાઓ કરી પોતે પાક તૈયાર કરે છે અને પૂરમાં સમગ્ર પાક ધોવાણ થાય વહી જાય છે ત્યારે ખેડૂતને આ કુદરતી આફત સામે સરકાર તેઓને વળતર આપે તેવી લાગણી અને માંગણી ગોજાલીના ખેડૂતો કરી રહ્યા છે.હાલ કેટલાક ખેડૂતોની હાલત કફોડી બની છે. તેઓને લાખો રૂપિયાનું નુકસાન થતાં દયનીય પરિસ્થિતિમાં કાંઠા વિસ્તારના ખેડૂતો મુકાયા છે તેમની વાહરે વહેલામાં વહેલી સરકાર રજૂઆત સાંભળી વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. અમરેલીમાં પણ પાક નિષ્ફળ ગયો આ એક જ ગામ નહી વડીયા કુંકાવાવ પંથકમાં મેઘો મુશળધાર પડ્યો છે અને એ 35 થી 36 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો હોવાનું જણાવાયું હતું જો કે જિલ્લામાં સૌથી વધુ વરસાદ વડીયા કુંકાવાવ વિસ્તાર મા પડ્યો છે અને માહિતીના આંકડાઓ રજુ કરાયા છે જેને લઈને અમરેલી જિલ્લા કિસાન સંઘ અને તાલુકા કિસાન મોરચાના ઉપપ્રમુખો દ્વારા ખેડૂતોના ખેતરોની રિયાલિટી ચેક કરી હતી અને ખેડૂતોની વ્યથાઓ સાંભળી ને સરકારને અપીલ કરી રહયા છે કે અહીં ખેડૂતોના પાક બરબાદ થયા છે અને તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.

Vadodaraના ડભોઈના ગોજલી ગામે ખેતરોમાં દેવ અને ઢાઢર નદીના પાણી ફરી વળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડભોઈના ગોજલી ગામે ખેતરોમાં લાખોનું નુકસાન
  • દેવ અને ઢાઢર નદીના પાણી ફરી વળ્યા હતા ખેતરોમાં
  • મરચી, કપાસ દીવેલા જેવા પાકોમાં મોટું નુકસાન

વડોદરાના ડભોઈના ગોજલી ગામે ખેડૂતોને ભારે નુકસાન થયું છે,ડભોઈના ગોજલી ગામે દેવ અને ઢાઢર ગામે નદીના પાણી ઘુસી જતા ભારે હાલાકીનો સામનો ખેડૂતોને કરવો પડયો છે.વિવિધ પાકોમાં નુકસાન થવાથી ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે.પાકની સાથે જમીનનું ધોવાણ થતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે.

ઢાઢર કાંઠા વિસ્તારના ખેતરોમાં વિનાશ વેર્યો

દેવ ડેમમાંથી દેવ નદી તેમજ ઢાઢર નદીમાં ૬૦ હજાર ક્યુસેક કરતા પણ વધારે પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઇ ડભોઇ તાલુકાના 17 જેટલા ગામોના જનજીવન ઉપર સીધી અસર થઈ હતી.ડભોઇ તાલુકાનું ગોઝાલી ગામ હોય કે દેવ નદીના કાંઠા વિસ્તારના ગામ હોય તમામ ગામોમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉગાડેલા કપાસ અને મરચીના પાકમાં મોટા પાયે દેવ નદીના પૂરે વિનાશ સર્જ્યો છે.ગોજાલી ગામના ખેડૂતોને 250 થી 300 વીઘા જમીનમાં કપાસ અને મરચીનો પાક ઉભો જ ધોવાઈ ગયો છે અને ખેતરો પણ મોટા મોટા ખાડાને કોતરો પડી ગયા છે તમામ પાકો દેવ નદી પૂરમાં વહાવીને લઈ ગઈ છે.


ખેડૂતોએ સરકાર પાસે માગી મદદ

ખેડૂતો વ્યાજે રૂપિયા લાવી ખેતી કરતા હોય છે બિયારણ, ખાતર, દવાઓ, જેવા અનેક ખર્ચાઓ કરી પોતે પાક તૈયાર કરે છે અને પૂરમાં સમગ્ર પાક ધોવાણ થાય વહી જાય છે ત્યારે ખેડૂતને આ કુદરતી આફત સામે સરકાર તેઓને વળતર આપે તેવી લાગણી અને માંગણી ગોજાલીના ખેડૂતો કરી રહ્યા છે.હાલ કેટલાક ખેડૂતોની હાલત કફોડી બની છે. તેઓને લાખો રૂપિયાનું નુકસાન થતાં દયનીય પરિસ્થિતિમાં કાંઠા વિસ્તારના ખેડૂતો મુકાયા છે તેમની વાહરે વહેલામાં વહેલી સરકાર રજૂઆત સાંભળી વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.

અમરેલીમાં પણ પાક નિષ્ફળ ગયો

આ એક જ ગામ નહી વડીયા કુંકાવાવ પંથકમાં મેઘો મુશળધાર પડ્યો છે અને એ 35 થી 36 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો હોવાનું જણાવાયું હતું જો કે જિલ્લામાં સૌથી વધુ વરસાદ વડીયા કુંકાવાવ વિસ્તાર મા પડ્યો છે અને માહિતીના આંકડાઓ રજુ કરાયા છે જેને લઈને અમરેલી જિલ્લા કિસાન સંઘ અને તાલુકા કિસાન મોરચાના ઉપપ્રમુખો દ્વારા ખેડૂતોના ખેતરોની રિયાલિટી ચેક કરી હતી અને ખેડૂતોની વ્યથાઓ સાંભળી ને સરકારને અપીલ કરી રહયા છે કે અહીં ખેડૂતોના પાક બરબાદ થયા છે અને તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.