Gandhinagar ઇનકોર્પ ગ્લોબલ ગિફ્ટ આઇએફએસસીમાં બીએટીએફ લાઇસન્સ મેળવનારી પ્રથમ કંપની બની
એશિયા પેસિફિકમાં કોર્પોરેટ સોલ્યુશન્સ અને પ્રોફેશનલ સર્વિસીઝની અગ્રણી પ્રોવાઇડર ઇનકોર્પ ગ્લોબલ ગિફ્ટ આઈએફએસસીમાં બીએટીએફ (બુકકીપિંગ, એકાઉન્ટિંગ, ટેક્સેશન અને ફાઇનાન્શિયલ ક્રાઇમ કમ્પ્લાયન્સ) લાયસન્સ મેળવનારી પ્રથમ કંપની બની છે. આઈએફએસસીએ (બીએટીએફ સર્વિસીઝ) રેગ્યુલેશન્સ, 2024 હેઠળ આ લાયસન્સ ઇનકોર્પ ગ્લોબલને બીએફએસઆઈ સેક્ટર સિવાયના બિઝનેસીસને બીએટીએફ સર્વિસીઝ ઓફર કરવાની સત્તા આપે છે.ગિફ્ટ આઈએફએસસી ગ્લોબલ ઓફશોર હબ બનવા સંપૂર્ણપણે સજ્જઆ અંગે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ શ્રી તપન રે એ જણાવ્યું હતું કે, ગિફ્ટ આઈએફએસસી બુકકીપિંગ, એકાઉન્ટિંગ, ટેક્સેશન અને ફાઇનાન્શિયલ ક્રાઇમ કમ્પ્લાયન્સીસ સર્વિસીઝ માટે ગ્લોબલ ઓફશોર હબ બનવા સંપૂર્ણપણે સજ્જ છે. ગુજરાતની સમૃદ્ધ પ્રતિભાઓ તથા ગિફ્ટ સિટીના વર્લ્ડ-ક્લાસ ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઈને ગિફ્ટ આઇએફએસસી કાર્યક્ષમ અને ઉચ્ચ ગુણવત્તાની ફાઇનાન્શિયલ સર્વિસીઝની વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે તૈયાર છે.” ફાઇનાન્શિયલ ક્રાઇમ કમ્પ્લાયન્સ સર્વિસીઝનો સમાવેશગિફ્ટ આઈએફએસસી ખાતે બીએટીએફ લાઇસન્સ હેઠળની આ સર્વિસ ઓફરિંગ્સ વૈશ્વિક ધોરણો સાથે સંલગ્ન થવા માટે સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવી છે. આ ઉપરાંત આ નિયમનો હેઠળ ફાઇનાન્શિયલ ક્રાઇમ કમ્પ્લાયન્સ સર્વિસીઝનો સમાવેશ એન્ટી-મની લૉન્ડરિંગ (એએમએલ), કાઉન્ટરિંગ ધ ફાઇનાન્સિંગ ઓફ ટેરરિઝમ (સીએફટી) અને નૉ યોર કસ્ટમર (કેવાયસી) કમ્પ્લાયન્સ સર્વિસીઝ માટેનો માર્ગ મોકળો કરે છે. 18 જાન્યુઆરી, 2024ના રોજ ભારત સરકારે બહાર પાડેલા નોટિફિકેશનના પગલે બીએટીએફ રેગ્યુલેશન્સ જારી કરવામાં આવ્યા હતા. આઈએફએસસીએ- બુકકીપિંગ, એકાઉન્ટિંગ, ટેક્સેશન અને ફાઇનાન્શિયલ ક્રાઇમ કમ્પ્લાયન્સ સર્વિસીઝ (બીએટીએફ) રેગ્યુલેશન્સ, 2024 આ સર્વિસીઝને 2019ના આઈએફએસસીએ એક્ટની કલમ 3 હેઠળ ફાઇનાન્શિયલ સર્વિસીઝ તરીકે ગણાવે છે. આ નિયમન ગિફ્ટ આઈએફએસસીમાં વાઇબ્રન્ટ ફાઇનાન્શિયલ માર્કેટ ઇકોસિસ્ટમ વિકસાવવામાં યોગદાન આપવા માટે બનાવવામાં આવ્યા છે, જે ફાઇનાન્શિયલ ક્રાઇમ વિરૂદ્ધ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય માપદંડોના અનુપાલન સુનિશ્ચિત કરીને આઈએફએસસીમાં બીએટીએફ સર્વિસ પ્રોવાઇડર્સ ઊભા કરવા અને ઓપરેટ કરવા માટેનું વિસ્તૃત માળખું પૂરું પાડે છે. બીએટીએફ લાઇસન્સ મેળવવું એ ભારતમાં ઇનકોર્પ ગ્લોબલ માટેની એક મહત્વની ક્ષણઇનકોર્પ ગ્લોબલના ભારતના સીઈઓ શ્રી મનીષ મોદીએ જણાવ્યું હતું કે, “બીએટીએફ લાઇસન્સ મેળવવું એ ભારતમાં ઇનકોર્પ ગ્લોબલ માટેની એક મહત્વની ક્ષણ છે જે ગિફ્ટ આઈએફએસસી ખાતે ફાઇનાન્શિયલ સર્વિસીઝ ફ્રેમવર્કને આકાર આપવામાં અમરી લીડરશિપને મજબૂત બનાવે છે. આ લાઇસન્સ ગ્લોબલ ક્લાયન્ટ્સને વિશિષ્ટ સર્વિસીઝ પૂરી પાડવા માટે ભારતની ગહન પ્રતિભા અને ક્ષમતાઓ અજમાવવા માટે સશક્ત બનાવે છે, જેનાથી ગ્લોબલ માર્કેટમાં અમારી હાજરી વધુ મજબૂત થાય છે. અમારું લક્ષ્ય ભારતીય બજારમાં ગ્લોબલ ક્લાયન્ટ્સ માટેના સરળ પ્રવેશને સક્ષમ બનાવવાનો, ઉપરાંત ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે ગિફ્ટ સિટીના વિકાસમાં સક્રિયપણે યોગદાન આપવાનો છે.” હાલ ઇનકોર્પ ગ્લોબલ ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, યુએઈ, યુકે અને યુએસએ અને અન્ય દેશોમાં રહેલા ક્લાયન્ટ્સને એડવાઇઝરી અને કન્સલ્ટિંગ સર્વિસીઝ પૂરી પાડે છે. ઇનકોર્પ ગ્લોબલ ગિફ્ટ સિટીમાં કંપનીઓને સેટઅપ સર્વિસીઝ પૂરી પાડે છેઇનકોર્પ ગ્લોબલ ગિફ્ટ સિટીમાં કંપનીઓને સેટઅપ અને સેટઅપ પછીની સર્વિસીઝ પૂરી પાડી જ રહી છે. 20થી વધુ નિષ્ણાંતોની ટીમ એરક્રાફ્ટ લીઝિંગ, શિપ લીઝિંગ, ફંડ મેનેજમેન્ટ, કેપિટલ માર્કેટ્સ અને ઉચ્ચ શિક્ષણ જેવા વિવિધ નિયમનકારી માળખામાં જટિલ નિયમનો, કરવેરા માળખા તથા ઓપરેશનલ જરૂરિયાતોમાં કામ કરવાની મજબૂત નિપુણતા ધરાવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એશિયા પેસિફિકમાં કોર્પોરેટ સોલ્યુશન્સ અને પ્રોફેશનલ સર્વિસીઝની અગ્રણી પ્રોવાઇડર ઇનકોર્પ ગ્લોબલ ગિફ્ટ આઈએફએસસીમાં બીએટીએફ (બુકકીપિંગ, એકાઉન્ટિંગ, ટેક્સેશન અને ફાઇનાન્શિયલ ક્રાઇમ કમ્પ્લાયન્સ) લાયસન્સ મેળવનારી પ્રથમ કંપની બની છે. આઈએફએસસીએ (બીએટીએફ સર્વિસીઝ) રેગ્યુલેશન્સ, 2024 હેઠળ આ લાયસન્સ ઇનકોર્પ ગ્લોબલને બીએફએસઆઈ સેક્ટર સિવાયના બિઝનેસીસને બીએટીએફ સર્વિસીઝ ઓફર કરવાની સત્તા આપે છે.
ગિફ્ટ આઈએફએસસી ગ્લોબલ ઓફશોર હબ બનવા સંપૂર્ણપણે સજ્જ
આ અંગે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ શ્રી તપન રે એ જણાવ્યું હતું કે, ગિફ્ટ આઈએફએસસી બુકકીપિંગ, એકાઉન્ટિંગ, ટેક્સેશન અને ફાઇનાન્શિયલ ક્રાઇમ કમ્પ્લાયન્સીસ સર્વિસીઝ માટે ગ્લોબલ ઓફશોર હબ બનવા સંપૂર્ણપણે સજ્જ છે. ગુજરાતની સમૃદ્ધ પ્રતિભાઓ તથા ગિફ્ટ સિટીના વર્લ્ડ-ક્લાસ ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઈને ગિફ્ટ આઇએફએસસી કાર્યક્ષમ અને ઉચ્ચ ગુણવત્તાની ફાઇનાન્શિયલ સર્વિસીઝની વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે તૈયાર છે.”
ફાઇનાન્શિયલ ક્રાઇમ કમ્પ્લાયન્સ સર્વિસીઝનો સમાવેશ
ગિફ્ટ આઈએફએસસી ખાતે બીએટીએફ લાઇસન્સ હેઠળની આ સર્વિસ ઓફરિંગ્સ વૈશ્વિક ધોરણો સાથે સંલગ્ન થવા માટે સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવી છે. આ ઉપરાંત આ નિયમનો હેઠળ ફાઇનાન્શિયલ ક્રાઇમ કમ્પ્લાયન્સ સર્વિસીઝનો સમાવેશ એન્ટી-મની લૉન્ડરિંગ (એએમએલ), કાઉન્ટરિંગ ધ ફાઇનાન્સિંગ ઓફ ટેરરિઝમ (સીએફટી) અને નૉ યોર કસ્ટમર (કેવાયસી) કમ્પ્લાયન્સ સર્વિસીઝ માટેનો માર્ગ મોકળો કરે છે.
18 જાન્યુઆરી, 2024ના રોજ ભારત સરકારે બહાર પાડેલા નોટિફિકેશનના પગલે બીએટીએફ રેગ્યુલેશન્સ જારી કરવામાં આવ્યા હતા. આઈએફએસસીએ- બુકકીપિંગ, એકાઉન્ટિંગ, ટેક્સેશન અને ફાઇનાન્શિયલ ક્રાઇમ કમ્પ્લાયન્સ સર્વિસીઝ (બીએટીએફ) રેગ્યુલેશન્સ, 2024 આ સર્વિસીઝને 2019ના આઈએફએસસીએ એક્ટની કલમ 3 હેઠળ ફાઇનાન્શિયલ સર્વિસીઝ તરીકે ગણાવે છે. આ નિયમન ગિફ્ટ આઈએફએસસીમાં વાઇબ્રન્ટ ફાઇનાન્શિયલ માર્કેટ ઇકોસિસ્ટમ વિકસાવવામાં યોગદાન આપવા માટે બનાવવામાં આવ્યા છે, જે ફાઇનાન્શિયલ ક્રાઇમ વિરૂદ્ધ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય માપદંડોના અનુપાલન સુનિશ્ચિત કરીને આઈએફએસસીમાં બીએટીએફ સર્વિસ પ્રોવાઇડર્સ ઊભા કરવા અને ઓપરેટ કરવા માટેનું વિસ્તૃત માળખું પૂરું પાડે છે.
બીએટીએફ લાઇસન્સ મેળવવું એ ભારતમાં ઇનકોર્પ ગ્લોબલ માટેની એક મહત્વની ક્ષણ
ઇનકોર્પ ગ્લોબલના ભારતના સીઈઓ શ્રી મનીષ મોદીએ જણાવ્યું હતું કે, “બીએટીએફ લાઇસન્સ મેળવવું એ ભારતમાં ઇનકોર્પ ગ્લોબલ માટેની એક મહત્વની ક્ષણ છે જે ગિફ્ટ આઈએફએસસી ખાતે ફાઇનાન્શિયલ સર્વિસીઝ ફ્રેમવર્કને આકાર આપવામાં અમરી લીડરશિપને મજબૂત બનાવે છે. આ લાઇસન્સ ગ્લોબલ ક્લાયન્ટ્સને વિશિષ્ટ સર્વિસીઝ પૂરી પાડવા માટે ભારતની ગહન પ્રતિભા અને ક્ષમતાઓ અજમાવવા માટે સશક્ત બનાવે છે, જેનાથી ગ્લોબલ માર્કેટમાં અમારી હાજરી વધુ મજબૂત થાય છે. અમારું લક્ષ્ય ભારતીય બજારમાં ગ્લોબલ ક્લાયન્ટ્સ માટેના સરળ પ્રવેશને સક્ષમ બનાવવાનો, ઉપરાંત ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે ગિફ્ટ સિટીના વિકાસમાં સક્રિયપણે યોગદાન આપવાનો છે.”
હાલ ઇનકોર્પ ગ્લોબલ ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, યુએઈ, યુકે અને યુએસએ અને અન્ય દેશોમાં રહેલા ક્લાયન્ટ્સને એડવાઇઝરી અને કન્સલ્ટિંગ સર્વિસીઝ પૂરી પાડે છે.
ઇનકોર્પ ગ્લોબલ ગિફ્ટ સિટીમાં કંપનીઓને સેટઅપ સર્વિસીઝ પૂરી પાડે છે
ઇનકોર્પ ગ્લોબલ ગિફ્ટ સિટીમાં કંપનીઓને સેટઅપ અને સેટઅપ પછીની સર્વિસીઝ પૂરી પાડી જ રહી છે. 20થી વધુ નિષ્ણાંતોની ટીમ એરક્રાફ્ટ લીઝિંગ, શિપ લીઝિંગ, ફંડ મેનેજમેન્ટ, કેપિટલ માર્કેટ્સ અને ઉચ્ચ શિક્ષણ જેવા વિવિધ નિયમનકારી માળખામાં જટિલ નિયમનો, કરવેરા માળખા તથા ઓપરેશનલ જરૂરિયાતોમાં કામ કરવાની મજબૂત નિપુણતા ધરાવે છે.