Gujaratમાં 32 ટકા વરસાદ વરસ્યો પણ 207 જળાશયોમાં માત્ર 48 ટકા પાણી

Jun 30, 2025 - 22:30
Gujaratમાં 32 ટકા વરસાદ વરસ્યો પણ 207 જળાશયોમાં માત્ર 48 ટકા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં જૂન મહિનાથી જ મેઘરાજા મહેરબાન થઈ ગયાં છે. રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યમા સિઝનનો 32 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ 35 ટકા વરસાદ દક્ષિણ ઝોનમાં નોંધાયો છે. હવામાન વિભાગે આગામી બીજી અને ત્રીજી જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં 32.73 ટકા વરસાદ વરસી ગયો

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો, કચ્છમાં 29.45, ઉત્તર ગુજરાતમાં 24.77, પૂર્વ મધ્ય ગુજરાતમાં 34.66, સૌરાષ્ટ્રમાં 32.79 અને દક્ષિણ ગુજરાતમાં 35.75 ટકા વરસાદ નોંધાયો છે. જૂન મહિનાના અંત સુધીમાં જ રાજ્યમાં 32.73 ટકા વરસાદ વરસી ગયો છે. હજી બે મહિનામાં વધુ વરસાદ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ વખતે ગુજરાતમાં સો ટકાથી વધુ વરસાદ થવાનું અનુમાન લગાવાયું છે.


32 ટકા વરસાદ થયો હોવા છતાં 207 જળાશયોમાં હજી 48.19 ટકા પાણી

રાજ્યમાં જૂન મહિનામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. રાજ્યના દરેક વિસ્તારોમાં વરસાદ થતાં જળાશયોમા નવા નીર આવ્યાં છે. પરંતુ આંકડાઓ હજી પણ ચેતવણી જનક દેખાઈ રહ્યાં છે. રાજ્યમાં 32 ટકા વરસાદ થયો હોવા છતાં 207 જળાશયોમાં હજી 48.19 ટકા જ પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 38.75, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 56.72, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 46.52, કચ્છના 20 ડેમમાં 29.92, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 52.70 અને નર્મદા ડેમમાં 48.91 ટકા પાણીનો જથ્થો છે.

કયા ઝોનમા કેટલા ડેમ સંપૂર્ણ ભરાયા

ઉત્તર ગુજરાતના 15 ડેમમાંથી એક પણ ડેમ સંપૂર્ણ ભરાયો નથી. મધ્ય ગુજરાતના 17માંથી એક ડેમ, દક્ષિણ ગુજરાતમાં એક ડેમ, કચ્છમાં એક ડેમ, સૌરાષ્ટ્રમાં 10 ડેમ સંપૂર્ણ પણે ભરાઈ ગયાં છે. રાજ્યમાં હાલમાં હાઈ એલર્ટ પર 19 જળાશયો છે. એલર્ટ પર 13 જળાશયો છે. જ્યારે 14 જળાશયોને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. 160 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0