Gujaratમાં 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ, જાણો કયા થઇ સૌથી વધુ મેઘમહેર

માંગરોળ તથા મળીયા હાટીનામાં 5 ઇંચ વરસાદ ખેડબ્રહ્મામાં 4 ઇંચ, ખંભાળીયામાં 3 ઇંચ મેઘમહેર ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ વેરાવળમાં 5.25 ઇંચ વરસાદ આવ્યો છે. તેમાં માણાવદરમાં 5.5 ઇંચ, વિંછીયામાં 5 ઇંચ તથા માંગરોળમાં 5 ઇંચ, મળીયા હાટીનામાં 5 ઇંચ ખેડબ્રહ્મામાં 4 ઇંચ, ખંભાળીયામાં 3 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ વડગામ, દાંતામાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે.ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલ્યાણપુર અને મુંદ્રામાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં પોરબંદર, લોધિકા, લાલપુરમાં 2-2 ઇંચ વરસાદ આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં 5.25 ઈંચ વરસાદ નોંધાયો હતો. મહિસાગર અને વડોદરા ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરા નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર અને વડોદરા ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

Gujaratમાં 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ, જાણો કયા થઇ સૌથી વધુ મેઘમહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માંગરોળ તથા મળીયા હાટીનામાં 5 ઇંચ વરસાદ
  • ખેડબ્રહ્મામાં 4 ઇંચ, ખંભાળીયામાં 3 ઇંચ મેઘમહેર
  • ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ વેરાવળમાં 5.25 ઇંચ વરસાદ આવ્યો છે. તેમાં માણાવદરમાં 5.5 ઇંચ, વિંછીયામાં 5 ઇંચ તથા માંગરોળમાં 5 ઇંચ, મળીયા હાટીનામાં 5 ઇંચ ખેડબ્રહ્મામાં 4 ઇંચ, ખંભાળીયામાં 3 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ વડગામ, દાંતામાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે.

ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલ્યાણપુર અને મુંદ્રામાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં પોરબંદર, લોધિકા, લાલપુરમાં 2-2 ઇંચ વરસાદ આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં 5.25 ઈંચ વરસાદ નોંધાયો હતો.

મહિસાગર અને વડોદરા ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરા નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર અને વડોદરા ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.