Gujarat: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સામે આવ્યું

ID પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો હર્ષ સંઘવીની ફેસબુક, ઇન્ટ્રાગ્રામના માધ્યમથી અપીલ ફેક ID બનાવી લોકો પાસે રૂપિયા માંગવામાં આવે છે ગૃહ રાજ્ય મંત્રીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થયુ છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે. તેમાં ID પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો. હર્ષ સંઘવીની ફેસબુક, ઇન્ટ્રાગ્રામના માધ્યમથી અપીલ છે. સુરત પોલીસ કમિશનરના નામે પણ ફેક ફેસબુક ID છે. તેમજ સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે ફેક ફેસબુક ID બન્યા છે. ફેક ID બનાવી લોકો પાસે રૂપિયા માંગવામાં આવે છે.હર્ષ સંઘવીએ ફેસબુક અને ઇન્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીનું ફેક ફેસબુક આઈ.ડી બનાવામાં આવ્યું છે. જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ફેસબુક અને ઇન્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી છે. તેમાં આઈડી પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો તેમ જણાવ્યું છે. તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતનું પણ ફેક ફેસબુક આઈડી બનાવામાં આવ્યું છે.સાયબર ઠગબાજો દ્વારા સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે સોશિયલ મીડિયા પર આઈડી બનાવી રૂપિયા માંગવામાં આવે છે. સોશિયલ મીડિયા પર નકલી પ્રોફાઇલ્સની મોટી સમસ્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રખ્યાત હસ્તીઓ, પ્રભાવશાળી લોકો અથવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓની નકલી પ્રોફાઇલ્સની મોટી સમસ્યા છે. આવા ફેક એકાઉન્ટ બનાવવા પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. આ પ્યોર-પ્લે પેરોડી એકાઉન્ટ્સથી માંડીને તોફાન અથવા ગુના કરવા અથવા નાણાકીય છેતરપિંડી કરવા માટે બનાવેલા એકાઉન્ટ્સ સુધીની શ્રેણી હોય શકે છે. આવા કેટલાક એકાઉન્ટ લોકપ્રિય સેલિબ્રિટીના ચાહકો બનાવવામાં આવે છે. લોકપ્રિય વ્યક્તિત્વની છબીનો તેમના પ્રોફાઇલ ચિત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત, કેટલીક નકલી પ્રોફાઇલ્સ નિકટતાનો દાવો કરવા અને તરફેણ મેળવવા માટે મૂળ સામગ્રીને મોર્ફ કરીને સેલિબ્રિટી/રાજકારણીના ચિત્રમાં તેમની પોતાની છબી પણ ઉમેરવામાં છે. ભાજપ પ્રમુખ સતીશ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યુ અગાઉ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને તે એકાઉન્ટ દ્રારા લોકો પાસેથી રૂપિયા માગતા હોવાની ઘટના સામે આવી હતી. સતીશ પટેલે સોશ્યલ મીડિયાના માધ્યમથી આ મુદ્દે જાણકારી આપી હતી. નકલી ફેસબુક આઈડીથી લોકો પાસે રૂપિયા માંગતા મામલો સામે આવ્યો હતો. સતીશ પટેલે આવા ફેક એકાઉન્ટને ઇગ્નોર કરવા અને આવા લોકોને સહયોગ ન આપવા અપીલ કરી હતી. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું સોશિયલ મીડિયામાં ફેસબુક એકાઉન્ટ ફેક બનતાની સાથેજ વડોદરા જિલ્લામાં ચકચાર મચી ગયો હતો. સતીશ પટેલે પોતાના મોબાઈલ ફોનમાં પોતાનું એકાઉન્ટ જોતા ચોકી ગયા હતા. આ મામલાની તેમને જાણ થતાં જ સતીશ પટેલ કરજણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલની અરજી બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

Gujarat: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સામે આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ID પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો
  • હર્ષ સંઘવીની ફેસબુક, ઇન્ટ્રાગ્રામના માધ્યમથી અપીલ
  • ફેક ID બનાવી લોકો પાસે રૂપિયા માંગવામાં આવે છે

ગૃહ રાજ્ય મંત્રીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થયુ છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે. તેમાં ID પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો. હર્ષ સંઘવીની ફેસબુક, ઇન્ટ્રાગ્રામના માધ્યમથી અપીલ છે. સુરત પોલીસ કમિશનરના નામે પણ ફેક ફેસબુક ID છે. તેમજ સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે ફેક ફેસબુક ID બન્યા છે. ફેક ID બનાવી લોકો પાસે રૂપિયા માંગવામાં આવે છે.

હર્ષ સંઘવીએ ફેસબુક અને ઇન્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી

સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીનું ફેક ફેસબુક આઈ.ડી બનાવામાં આવ્યું છે. જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ફેસબુક અને ઇન્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી છે. તેમાં આઈડી પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો તેમ જણાવ્યું છે. તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતનું પણ ફેક ફેસબુક આઈડી બનાવામાં આવ્યું છે.સાયબર ઠગબાજો દ્વારા સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે સોશિયલ મીડિયા પર આઈડી બનાવી રૂપિયા માંગવામાં આવે છે.

 સોશિયલ મીડિયા પર નકલી પ્રોફાઇલ્સની મોટી સમસ્યા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રખ્યાત હસ્તીઓ, પ્રભાવશાળી લોકો અથવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓની નકલી પ્રોફાઇલ્સની મોટી સમસ્યા છે. આવા ફેક એકાઉન્ટ બનાવવા પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. આ પ્યોર-પ્લે પેરોડી એકાઉન્ટ્સથી માંડીને તોફાન અથવા ગુના કરવા અથવા નાણાકીય છેતરપિંડી કરવા માટે બનાવેલા એકાઉન્ટ્સ સુધીની શ્રેણી હોય શકે છે. આવા કેટલાક એકાઉન્ટ લોકપ્રિય સેલિબ્રિટીના ચાહકો બનાવવામાં આવે છે. લોકપ્રિય વ્યક્તિત્વની છબીનો તેમના પ્રોફાઇલ ચિત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત, કેટલીક નકલી પ્રોફાઇલ્સ નિકટતાનો દાવો કરવા અને તરફેણ મેળવવા માટે મૂળ સામગ્રીને મોર્ફ કરીને સેલિબ્રિટી/રાજકારણીના ચિત્રમાં તેમની પોતાની છબી પણ ઉમેરવામાં છે.

ભાજપ પ્રમુખ સતીશ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યુ

અગાઉ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને તે એકાઉન્ટ દ્રારા લોકો પાસેથી રૂપિયા માગતા હોવાની ઘટના સામે આવી હતી. સતીશ પટેલે સોશ્યલ મીડિયાના માધ્યમથી આ મુદ્દે જાણકારી આપી હતી. નકલી ફેસબુક આઈડીથી લોકો પાસે રૂપિયા માંગતા મામલો સામે આવ્યો હતો. સતીશ પટેલે આવા ફેક એકાઉન્ટને ઇગ્નોર કરવા અને આવા લોકોને સહયોગ ન આપવા અપીલ કરી હતી. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું સોશિયલ મીડિયામાં ફેસબુક એકાઉન્ટ ફેક બનતાની સાથેજ વડોદરા જિલ્લામાં ચકચાર મચી ગયો હતો. સતીશ પટેલે પોતાના મોબાઈલ ફોનમાં પોતાનું એકાઉન્ટ જોતા ચોકી ગયા હતા. આ મામલાની તેમને જાણ થતાં જ સતીશ પટેલ કરજણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલની અરજી બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.