Gujarat : ધાર્મિક સ્થળોના ગેરકાયદે બાંધકામને લઇ હાઈકોર્ટનું કડક વલણ
ગુજરાતમાં ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામ કરનારની હવે ખેર નહીં. હાઈકોર્ટે ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામને લઈને લાલ આંખ કરતાં તાત્કાલિક તોડી પાડવાનો આદેશ કર્યો. કોર્ટ નોંધ્યું કે રાજ્યમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.રાજ્યમાં ગેરકાયદેસર થયેલ ધાર્મિક બાંધકામ પર કોર્ટે લાલ આંખ કરતા તંત્રને ફટકાર લગાવી. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ગેરકાયદે બાંધકામ મુદ્દે અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા તંત્રને આદેશ કર્યો.ગેરકાયદે થયેલા બાંધકામ તાત્કાલિક તોડી પાડવા કોર્ટનો આદેશ ગેરકાયદે થયેલા ધાર્મિક બાંધકામ ચલાવી નહીં લેવાયઃ HC ધાર્મિક સ્થળના નામે જગ્યાનો દુરૂપયોગ યોગ્ય નહીઃ HC ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ હોવાની નોંધ ગેરકાયદે બાંધકામને લઇ હાઇકોર્ટે સુઓમોટો લીધી છે અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ ગેરકાયદે બાંધકામ મુદ્દે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીનો આદેશ ધાર્મિક સ્થળના નામે જગ્યાનો દુરૂપયોગરાજ્યમાં જાહેર સ્થળો અને માર્ગો પર ધાર્મિક સ્થળના નામે જગ્યાનો દુરૂપયોગ થઈ રહ્યો છે. ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામ મુદે હાઇકોર્ટે સુઓમોટો લીધી છે. રાજ્યમાં આડેધડ ધાર્મિક બાંધકામ કરી નિર્દોષ નાગરિકોની જગ્યા પચાવી પાડવામાં આવે છે. પ્રજાની જગ્યાનો દુરુપયોગ ના થાય માટે કોર્ટે તંત્રને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા આદેશ કર્યો. તેમજ ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા આદેશ કર્યો. મહત્વનું છે કે રાજ્યમાં અનેક સ્થાનો પર અનઅધિકૃત રીતે ધાર્મિક સ્થાનોનું બાંધકામ કરાયું હોવાની નોંધ લેતા સરકાર દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની રિટ દાખલ કરી. ગેરકાયદે ધાર્મિક બાંધકામ મુદ્દે લાલ આંખ સરકારે કોર્ટને જણાવ્યું કે રાજ્યમાં ઘણા સમયથી જાહેરમાર્ગો પર આડેધડ ધાર્મિક સ્થાનોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ જાહેર માર્ગો પરથી અંતરાયરૂપ એવા અનઅધિકૃત એવા ગેરકાયદે બાંધકામ દૂર કરાયા હતા.જેમાં જિલ્લા વિસ્તારના 236 અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના 267 સહિત કુલ 503 જેટલા ધાર્મિક સ્થાનોના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા હતા. જો કે સરકાર દ્વારા ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવાને લઈને કુલ 2975 નોટિસો જાહેર કરાઈ હતી. અતઃ તંત્ર દ્વારા ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવાની કામગીરી ઘણી નબળી જોવા મળી. આથી તાજેતરમાં હાઈકોર્ટ ગેરકાયદે ધાર્મિક બાંધકામ મુદ્દે લાલ આંખ કરતાં તંત્રને સાણસામાં લેતા કડક કામગીરીના આદેશ આપ્યા.
![Gujarat : ધાર્મિક સ્થળોના ગેરકાયદે બાંધકામને લઇ હાઈકોર્ટનું કડક વલણ](https://epapercdn.sandesh.com/images/2025/02/11/DVdsGOXDyYPrUaTY5BVggT83yRir0xiGMjhWsYKr.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામ કરનારની હવે ખેર નહીં. હાઈકોર્ટે ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામને લઈને લાલ આંખ કરતાં તાત્કાલિક તોડી પાડવાનો આદેશ કર્યો. કોર્ટ નોંધ્યું કે રાજ્યમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.રાજ્યમાં ગેરકાયદેસર થયેલ ધાર્મિક બાંધકામ પર કોર્ટે લાલ આંખ કરતા તંત્રને ફટકાર લગાવી. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ગેરકાયદે બાંધકામ મુદ્દે અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા તંત્રને આદેશ કર્યો.
- ગેરકાયદે થયેલા બાંધકામ તાત્કાલિક તોડી પાડવા કોર્ટનો આદેશ
- ગેરકાયદે થયેલા ધાર્મિક બાંધકામ ચલાવી નહીં લેવાયઃ HC
- ધાર્મિક સ્થળના નામે જગ્યાનો દુરૂપયોગ યોગ્ય નહીઃ HC
- ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ હોવાની નોંધ
- ગેરકાયદે બાંધકામને લઇ હાઇકોર્ટે સુઓમોટો લીધી છે
- અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ
- ગેરકાયદે બાંધકામ મુદ્દે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીનો આદેશ
ધાર્મિક સ્થળના નામે જગ્યાનો દુરૂપયોગ
રાજ્યમાં જાહેર સ્થળો અને માર્ગો પર ધાર્મિક સ્થળના નામે જગ્યાનો દુરૂપયોગ થઈ રહ્યો છે. ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામ મુદે હાઇકોર્ટે સુઓમોટો લીધી છે. રાજ્યમાં આડેધડ ધાર્મિક બાંધકામ કરી નિર્દોષ નાગરિકોની જગ્યા પચાવી પાડવામાં આવે છે. પ્રજાની જગ્યાનો દુરુપયોગ ના થાય માટે કોર્ટે તંત્રને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા આદેશ કર્યો. તેમજ ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા આદેશ કર્યો. મહત્વનું છે કે રાજ્યમાં અનેક સ્થાનો પર અનઅધિકૃત રીતે ધાર્મિક સ્થાનોનું બાંધકામ કરાયું હોવાની નોંધ લેતા સરકાર દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની રિટ દાખલ કરી.
ગેરકાયદે ધાર્મિક બાંધકામ મુદ્દે લાલ આંખ
સરકારે કોર્ટને જણાવ્યું કે રાજ્યમાં ઘણા સમયથી જાહેરમાર્ગો પર આડેધડ ધાર્મિક સ્થાનોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ જાહેર માર્ગો પરથી અંતરાયરૂપ એવા અનઅધિકૃત એવા ગેરકાયદે બાંધકામ દૂર કરાયા હતા.જેમાં જિલ્લા વિસ્તારના 236 અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના 267 સહિત કુલ 503 જેટલા ધાર્મિક સ્થાનોના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા હતા. જો કે સરકાર દ્વારા ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવાને લઈને કુલ 2975 નોટિસો જાહેર કરાઈ હતી. અતઃ તંત્ર દ્વારા ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવાની કામગીરી ઘણી નબળી જોવા મળી. આથી તાજેતરમાં હાઈકોર્ટ ગેરકાયદે ધાર્મિક બાંધકામ મુદ્દે લાલ આંખ કરતાં તંત્રને સાણસામાં લેતા કડક કામગીરીના આદેશ આપ્યા.