Gujarat: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ 5 જુલાઈની રાત્રે આવશે અમદાવાદ

6 જુલાઈના રોજ 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસે આયોજિત કાર્યક્રમમાં રહશે ઉપસ્થિત મહાત્મા મંદિર ખાતે આયોજીત સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં આપશે હાજરી 7 જુલાઈ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથની મંગળા આરતીનો લેશે લાભ કેન્દ્રીયગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ 5 જુલાઈના રોજ મોડી રાત્રે અમદવાદ એરપોર્ટ પર ઉતરશે,સંભવિત 2 દિવસના ગુજરાત પ્રવાશે આવશે કેન્દ્રીય ગૃહ અને સહકરીતા મંત્રી અમિતભાઈ શાહ.6 જુલાઈના રોજ 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસે આયોજિત કાર્યક્રમમાં રહશે ઉપસ્થિત તો 7 જુલાઈ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથની મંગળા આરતીનો લાભ લેશે અમિત શાહ. ગત મહિને અમિત શાહે સ્માર્ટ શાળાનુ કર્યુ હતુ લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદમાં 30 સ્માર્ટ શાળાઓનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિ (એનઇપી) 2020 હેઠળ રૂ. 36 કરોડનાં ખર્ચે 30 સ્માર્ટ શાળાઓ વિકસાવવામાં આવી છે.અમિત શાહે જણાવ્યું હતું કે, તેમાંથી 9 સ્માર્ટ સ્કૂલો ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં, 10 વેજલપુર વિધાનસભા મત વિસ્તારમાં, 4 નારણપુરાની અને 7 સ્માર્ટ સ્કૂલો સાબરમતીમાં છે, જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. રાજકોટ અગ્નિકાંડને લઈ એક મહિના પહેલા કરી હતી બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા હતા. આંધ્રના તિરુપતી મંદિરથી તેઓ સીધા રાજકોટ હિરાસર એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં તેમણે લાઉન્જમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલાં અગ્નિકાંડ મુદ્દે બેઠક કરી હતી. 45 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ તેમજ કલેક્ટર પ્રભવ જોષી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.12 ફેબ્રુઆરી 2024ના અમદાવાદમાં અમિતશાહે વિવિધ લોકાર્પણ કાર્યક્રમો કર્યા  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમોની વિસ્તારથી વાત કરીએ તો તેઓએ થલતેજ સ્થિત દિવ્ય જ્યોત સ્કૂલ પાસે આવેલ અને એએમસી દ્વારા બનાવવામાં આવેલ નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ ઉપરાંત જૂના વાડજ ખાતે રામાપીર ટેકરા વિસ્તારમાં સ્લમ પુનર્વાસ યોજના હેઠળ EWS 588 આવાસ મકાનોનું ઉદ્ધાટન કર્યુ હતુ. ત્યારબાદ મહાનગર પાલિકા સંચાલિત નવનિર્મિત વાડજ સ્કૂલ નંબર 1નું ઉદ્ઘાટન કર્યુ હતુ.આ ઉપરાંત નવા વાડજ ખાતે સ્વાસ્તિક વિદ્યાલયના સંસ્થાપકની સ્મૃતિમાં સ્વ પ્રકાશચંદ્ર પાઠક માર્ગનું નામકરણ અને લોકાર્પણ કર્યુ.

Gujarat: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ 5 જુલાઈની રાત્રે આવશે અમદાવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 6 જુલાઈના રોજ 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસે આયોજિત કાર્યક્રમમાં રહશે ઉપસ્થિત
  • મહાત્મા મંદિર ખાતે આયોજીત સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં આપશે હાજરી
  • 7 જુલાઈ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથની મંગળા આરતીનો લેશે લાભ

કેન્દ્રીયગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ 5 જુલાઈના રોજ મોડી રાત્રે અમદવાદ એરપોર્ટ પર ઉતરશે,સંભવિત 2 દિવસના ગુજરાત પ્રવાશે આવશે કેન્દ્રીય ગૃહ અને સહકરીતા મંત્રી અમિતભાઈ શાહ.6 જુલાઈના રોજ 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસે આયોજિત કાર્યક્રમમાં રહશે ઉપસ્થિત તો 7 જુલાઈ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથની મંગળા આરતીનો લાભ લેશે અમિત શાહ.

ગત મહિને અમિત શાહે સ્માર્ટ શાળાનુ કર્યુ હતુ લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદમાં 30 સ્માર્ટ શાળાઓનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિ (એનઇપી) 2020 હેઠળ રૂ. 36 કરોડનાં ખર્ચે 30 સ્માર્ટ શાળાઓ વિકસાવવામાં આવી છે.અમિત શાહે જણાવ્યું હતું કે, તેમાંથી 9 સ્માર્ટ સ્કૂલો ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં, 10 વેજલપુર વિધાનસભા મત વિસ્તારમાં, 4 નારણપુરાની અને 7 સ્માર્ટ સ્કૂલો સાબરમતીમાં છે, જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.

રાજકોટ અગ્નિકાંડને લઈ એક મહિના પહેલા કરી હતી બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા હતા. આંધ્રના તિરુપતી મંદિરથી તેઓ સીધા રાજકોટ હિરાસર એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં તેમણે લાઉન્જમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલાં અગ્નિકાંડ મુદ્દે બેઠક કરી હતી. 45 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ તેમજ કલેક્ટર પ્રભવ જોષી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

12 ફેબ્રુઆરી 2024ના અમદાવાદમાં અમિતશાહે વિવિધ લોકાર્પણ કાર્યક્રમો કર્યા  

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમોની વિસ્તારથી વાત કરીએ તો તેઓએ થલતેજ સ્થિત દિવ્ય જ્યોત સ્કૂલ પાસે આવેલ અને એએમસી દ્વારા બનાવવામાં આવેલ નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ ઉપરાંત જૂના વાડજ ખાતે રામાપીર ટેકરા વિસ્તારમાં સ્લમ પુનર્વાસ યોજના હેઠળ EWS 588 આવાસ મકાનોનું ઉદ્ધાટન કર્યુ હતુ. ત્યારબાદ મહાનગર પાલિકા સંચાલિત નવનિર્મિત વાડજ સ્કૂલ નંબર 1નું ઉદ્ઘાટન કર્યુ હતુ.આ ઉપરાંત નવા વાડજ ખાતે સ્વાસ્તિક વિદ્યાલયના સંસ્થાપકની સ્મૃતિમાં સ્વ પ્રકાશચંદ્ર પાઠક માર્ગનું નામકરણ અને લોકાર્પણ કર્યુ.