Gujarat Weather : રાજયભરમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયામાં સૌથી ઠંડુ શહેર બન્યું

રાજયભરમા ઠંડીનો વર્તારો યથાવત રહ્યો છે અને આગામી સમયમાં હજી પણ વધારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.નલીયા 6.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે.આવતીકાલથી ઠંડીમાં થોડી આશિંક રાહત મળે તેવી પણ શકયતાઓ સેવાઈ રહી છે.જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,ભુજમાં 12.2 ડિગ્રી,ડીસામાં 12.4 ડિગ્રી, કંડલામાં 13.2 ડિગ્રી,રાજકોટમાં 13.6 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી,અમદાવાદમાં 15.1 ડિગ્રી, દ્વારકા 15.6 ડિગ્રી,સુરતમાં 17.4 ડિગ્રી,વડોદરામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કોલ્ડવેવની શકયતા નહીવત રાજયમાં હાલમાં કોલ્ડવેવની શકયતા નહીવત જોવા મળી છે,આગામી સમયમાં પણ રાજયમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી નથી,રાજયમાં બેઠી ઠંડી રહેશે અને પવનો ફૂંકાશે એટલે ઠંડીનો અહેસાસ જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. બપોરના સમયે ગરમી પણ પડી શકે છે ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.

Gujarat Weather : રાજયભરમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયામાં સૌથી ઠંડુ શહેર બન્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજયભરમા ઠંડીનો વર્તારો યથાવત રહ્યો છે અને આગામી સમયમાં હજી પણ વધારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.નલીયા 6.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે.આવતીકાલથી ઠંડીમાં થોડી આશિંક રાહત મળે તેવી પણ શકયતાઓ સેવાઈ રહી છે.

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,ભુજમાં 12.2 ડિગ્રી,ડીસામાં 12.4 ડિગ્રી, કંડલામાં 13.2 ડિગ્રી,રાજકોટમાં 13.6 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી,અમદાવાદમાં 15.1 ડિગ્રી, દ્વારકા 15.6 ડિગ્રી,સુરતમાં 17.4 ડિગ્રી,વડોદરામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

કોલ્ડવેવની શકયતા નહીવત
રાજયમાં હાલમાં કોલ્ડવેવની શકયતા નહીવત જોવા મળી છે,આગામી સમયમાં પણ રાજયમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી નથી,રાજયમાં બેઠી ઠંડી રહેશે અને પવનો ફૂંકાશે એટલે ઠંડીનો અહેસાસ જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.

બપોરના સમયે ગરમી પણ પડી શકે છે
ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.