Gujarat Weather: દિવાળી સુધી બેવડી ઋતુ અનુભવાશે, જાણો હવામાન વિભાગની આગાહી

અગામી દિવસોમાં ગુજરાતનું હવામાન સુકું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ કેટલાક ભાગોમાં રાતના સમયે ઠંડક અનુભવાઈ રહી છે. જોકે હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડાની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી. ઓક્ટોબર મહિનો સામાન્ય કરતા ગરમ રહ્યો છે. જેથી રાજ્યમાં ઠંડીની જગ્યાએ ઉનાળા જેવી ગરમી રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર જઈ શકે છે.રાજ્યમાં ઠંડીની જગ્યાએ ઉનાળા જેવી ગરમી ઓક્ટોબર મહિનો સામાન્ય કરતા ગરમ રહ્યો મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર જઈ શકે અમદાવાદમાં તાપમાન 38.2 ડિગ્રી નોંધાયું બે શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું ડીસામાં 40.8, ભુજમાં 40.6 ડિગ્રી તાપમાન ત્રણ શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયું કંડલા, રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી પાર તાપમાન નોંધાયુંહવામાન વિભાગે ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરી છે,હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયવાસીઓને બેવડી ઋતુનો સામનો કરવો પડશે સાથે સાથે દિવાળીમાં લોકોએ ગરમીનો સામનો કરવો પડશે તેમજ રાજ્યમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે કાળઝાળ ગરમી પડી શકે છે. ઓક્ટોબર મહિનો સામાન્ય કરતા ગરમ રહ્યો હતો. રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર જઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 38.2 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યના બે શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. ડીસા 40.8 અને ભૂજમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્રણ શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયું છે. કંડલા,રાજકોટ,સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી પાર તાપમાન નોંધાયું છે.રાજ્યમાં ગરમીનો અનુભવ કરવો પડશે રાજયમાંથી વરસાદનું સંકટ ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે,ત્યારે રાજયમાં તાપમાનમાં વધારો થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે,બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે તો વહેલી સવારે ગુલાબી ઠંડીનો ધીરે ધીરે અહેસાસ થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર સાયકલોનમાં પરિવર્તિત થઈ છે.ટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ છે જેના કારણે હજી એક-બે દિવસ દક્ષિણ ગુજરાત પરના વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડે તેવી સંભાવના છે. આ માવઠું ભારે નહીં હોય પરંતુ હળવા છાંટા પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ મોટા વરસાદની કોઈ આગાહી નથી. અહીં ક્યાંક ક્યાંક હળવું ઝાપટું પડવાની શક્યતા છે.

Gujarat Weather: દિવાળી સુધી બેવડી ઋતુ અનુભવાશે, જાણો હવામાન વિભાગની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અગામી દિવસોમાં ગુજરાતનું હવામાન સુકું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ કેટલાક ભાગોમાં રાતના સમયે ઠંડક અનુભવાઈ રહી છે. જોકે હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડાની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી. ઓક્ટોબર મહિનો સામાન્ય કરતા ગરમ રહ્યો છે. જેથી રાજ્યમાં ઠંડીની જગ્યાએ ઉનાળા જેવી ગરમી રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર જઈ શકે છે.

  • રાજ્યમાં ઠંડીની જગ્યાએ ઉનાળા જેવી ગરમી
  • ઓક્ટોબર મહિનો સામાન્ય કરતા ગરમ રહ્યો
  • મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર જઈ શકે
  • અમદાવાદમાં તાપમાન 38.2 ડિગ્રી નોંધાયું
  • બે શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું
  • ડીસામાં 40.8, ભુજમાં 40.6 ડિગ્રી તાપમાન
  • ત્રણ શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયું
  • કંડલા, રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું
  • સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી પાર તાપમાન નોંધાયું

હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરી છે,હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયવાસીઓને બેવડી ઋતુનો સામનો કરવો પડશે સાથે સાથે દિવાળીમાં લોકોએ ગરમીનો સામનો કરવો પડશે તેમજ રાજ્યમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે કાળઝાળ ગરમી પડી શકે છે. ઓક્ટોબર મહિનો સામાન્ય કરતા ગરમ રહ્યો હતો.

રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર જઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 38.2 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યના બે શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. ડીસા 40.8 અને ભૂજમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્રણ શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયું છે. કંડલા,રાજકોટ,સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી પાર તાપમાન નોંધાયું છે.

રાજ્યમાં ગરમીનો અનુભવ કરવો પડશે

રાજયમાંથી વરસાદનું સંકટ ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે,ત્યારે રાજયમાં તાપમાનમાં વધારો થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે,બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે તો વહેલી સવારે ગુલાબી ઠંડીનો ધીરે ધીરે અહેસાસ થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર સાયકલોનમાં પરિવર્તિત થઈ છે.ટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ છે જેના કારણે હજી એક-બે દિવસ દક્ષિણ ગુજરાત પરના વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડે તેવી સંભાવના છે. આ માવઠું ભારે નહીં હોય પરંતુ હળવા છાંટા પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ મોટા વરસાદની કોઈ આગાહી નથી. અહીં ક્યાંક ક્યાંક હળવું ઝાપટું પડવાની શક્યતા છે.