Vapiથી નાસિક જતી ખાનગી લકઝરી બસ પલટી, મુસાફરોને કાચ તોડીને બહાર કાઢયા

વાપીથી નાસિક જતી ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે જેમાં કપરાડાના અંભેટી નજીક અકસ્માત સર્જાયો છે.બસના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઇ હતી જેમાં ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા તેમજ બસમાં સવાર પાંચથી સાત મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી.ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખાનગી લકઝરી બસ પલટી વાપીથી નાસિક જતી ખાનગી લક્ઝરી બસને કપરાડાના અંભેટી નજીક અકસ્માત નડયો છે,ખાનગી લકઝરી બસના ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી,બસનું ટાયર ખાડામાં પડતા ટાયરની રીંગ નીકળી જતા ચાલાકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની નીચે ઉતરી પલટી મારી ગઈ હતી આ ઘટનામાં મુસાફરોને બસના કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે હાથધરી કાર્યવાહી સમગ્ર ઘટનામાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી છે.આસપાસના સીસીટીવી પણ પોલીસે જપ્ત કર્યા છે અને ડ્રાઈવર અને મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા છે,હાલ રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે જેના કારણે પોલીસ ટ્રાફિક દૂર કરવા માટેની કામગીરી કરી રહી છે,સાથે સાથે અન્ય મુસાફરોને સાઈડમાં બેસાડવામાં આવ્યા છે તેમજ ક્રેઈન મારફતે બસને ઉભી કરી સાઈડમાં ખસેડવાની કામગીરી કરાઈ છે,હજી સુધી આ ઘટનામાં કોઈ પોલીસ કેસની કાર્યવાહી કરવામા આવી નથી. ત્રણ દિવસ પહેલા પણ વલસાડમાં બની આવી જ ઘટના વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દૂધની રોડ ઉપર કરચોન ગામ પાસે ટર્નિંગ ઉપર ખાનગી ટ્રાવેલસની એક બસની બ્રેક ફેઈલ થતા બાજુમા આવેલા ઝાડ સાથે બસ અથડાવી બસ રોકવાની પ્રયાસ કર્યો હતો. અકસ્માતમાં 10થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હતા. અને બસમાં સવાર ક્લીનર ચાલુ બસે કૂદીજતા ટાયર નીચે આવતા ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.  

Vapiથી નાસિક જતી ખાનગી લકઝરી બસ પલટી, મુસાફરોને કાચ તોડીને બહાર કાઢયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાપીથી નાસિક જતી ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે જેમાં કપરાડાના અંભેટી નજીક અકસ્માત સર્જાયો છે.બસના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઇ હતી જેમાં ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા તેમજ બસમાં સવાર પાંચથી સાત મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી.ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ખાનગી લકઝરી બસ પલટી

વાપીથી નાસિક જતી ખાનગી લક્ઝરી બસને કપરાડાના અંભેટી નજીક અકસ્માત નડયો છે,ખાનગી લકઝરી બસના ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી,બસનું ટાયર ખાડામાં પડતા ટાયરની રીંગ નીકળી જતા ચાલાકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની નીચે ઉતરી પલટી મારી ગઈ હતી આ ઘટનામાં મુસાફરોને બસના કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસે હાથધરી કાર્યવાહી

સમગ્ર ઘટનામાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી છે.આસપાસના સીસીટીવી પણ પોલીસે જપ્ત કર્યા છે અને ડ્રાઈવર અને મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા છે,હાલ રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે જેના કારણે પોલીસ ટ્રાફિક દૂર કરવા માટેની કામગીરી કરી રહી છે,સાથે સાથે અન્ય મુસાફરોને સાઈડમાં બેસાડવામાં આવ્યા છે તેમજ ક્રેઈન મારફતે બસને ઉભી કરી સાઈડમાં ખસેડવાની કામગીરી કરાઈ છે,હજી સુધી આ ઘટનામાં કોઈ પોલીસ કેસની કાર્યવાહી કરવામા આવી નથી.

ત્રણ દિવસ પહેલા પણ વલસાડમાં બની આવી જ ઘટના

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દૂધની રોડ ઉપર કરચોન ગામ પાસે ટર્નિંગ ઉપર ખાનગી ટ્રાવેલસની એક બસની બ્રેક ફેઈલ થતા બાજુમા આવેલા ઝાડ સાથે બસ અથડાવી બસ રોકવાની પ્રયાસ કર્યો હતો. અકસ્માતમાં 10થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હતા. અને બસમાં સવાર ક્લીનર ચાલુ બસે કૂદીજતા ટાયર નીચે આવતા ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.