Patan: શર્મસાર ઘટના આવી સામે, શાળાના આચાર્યએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા!

પાટણ જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં હારીજ તાલુકાની દુનાવાડા પ્રાથમિક શાળાના પ્રવિણ પટેલ નામના આચાર્યએ ગુરુની ગરિમા લજવી છે.હારીજ પોલીસ મથકે સ્કૂલના આચાર્ય સામે રજૂઆત શાળાના આચાર્ય દ્વારા એક નહીં, પરંતુ પાંચ જેટલી બાળકીઓ સાથે શારીરિક અડપલા કર્યાનો વાલીઓ દ્વારા આરોપ લગાવી હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, પોલીસે વાલીઓના નિવેદનના આધારે નફ્ફટ આચાર્ય સામે પોસ્કો સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આચાર્ય વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માગ હારીજના દુનાવાડા ગામે પ્રાથમિક શાળામાં શાળાના મુખ્ય શિક્ષક દ્વારા બાળકીઓ સાથે શારીરિક અડપલાં કર્યાની જાણ વાલીઓને થતા વાલીઓ હારીજ પોલીસ મથકે લંપટ શિક્ષક સામે કડક કાર્યવાહી થાય તેવી માગ સાથે પોલીસ નોંધાવી હતી. વાલીઓ જણાવી રહ્યા છે કે પ્રવિણ ભગાભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી શાળામાં ફરજ બજાવે છે અને હાલ શાળાના મુખ્ય શિક્ષક છે, જેઓએ ધોરણ 6માં ભણતી વિદ્યાર્થીનીના શરીરના વિવિધ પાર્ટમાં હાથ અડાડી શારીરિક અડપલાં કર્યા હતા, જેથી આવાનાર સમયમાં ફરી આવી ઘટના ના થાય અને ભોગ બનનાર વિદ્યાર્થીનીઓને ન્યાય મળે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે. વધુમાં વાલીઓ જણાવી રહ્યા છે કે શાળાના શિક્ષક દ્વારા બાળકો સાથે આવી કૃત્ય થાય એ સારૂ વર્તનના કહેવાય. દુનાવાડા પ્રાથમિક શાળાની કાળી કરતૂતથી સમગ્ર શિક્ષણ જગત કલંકિત બનવા પામ્યું છે, ત્યારે સમગ્ર ઘટનાની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને થતા તેમને તપાસના આદેશ આપ્યા છે અને તાલુકા શિક્ષણ અધિકારી અને CRC કોર્ડીનેટરની ટીમને સ્થળ પર મોકલી તપાસનો ધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે તપાસમાં જો શિક્ષક કસૂરવાર જણાશે તો શિક્ષકને ફરજ મોકૂફની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે લંપટ શિક્ષક વિરૂદ્ધ નોંધ્યો ગુનો શાળાના શિક્ષકની કરતૂતથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે, તેમજ એક ગુરુ જો પોતાની ગરિમા લજવશે તો ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધ પરથી પણ હવે ક્યાંક વિશ્વાસ કરવું મુશ્કેલ બનવા પામ્યું છે, ત્યારે દુનાવાડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પ્રવિણ પટેલની કરતૂત બાબતે વાલીઓના નિવેદનને આધારે પોલીસે ફરિયાદ નોંધી તપાસની દોર શરૂ કર્યો છે. હારીજ પોલીસે લંપટ આચાર્ય વિરૂદ્ધ પોક્સો, એટ્રોસિટી, જાતીય સતામણીની ફરિયાદ નોંધી છે તેમજ ફરિયાદમાં ન માત્ર એક બાળકી પરંતુ શિક્ષક દ્વારા પાંચ જેટલી બાળકીઓ સાથે કાળી કરતૂત છે તેવો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસે સમગ્ર ઘટના મામલે શિક્ષકને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે તેમ તેની અટક બતાવી વધુ પૂછપરછ કરવામાં આવશે.

Patan: શર્મસાર ઘટના આવી સામે, શાળાના આચાર્યએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં હારીજ તાલુકાની દુનાવાડા પ્રાથમિક શાળાના પ્રવિણ પટેલ નામના આચાર્યએ ગુરુની ગરિમા લજવી છે.

હારીજ પોલીસ મથકે સ્કૂલના આચાર્ય સામે રજૂઆત

શાળાના આચાર્ય દ્વારા એક નહીં, પરંતુ પાંચ જેટલી બાળકીઓ સાથે શારીરિક અડપલા કર્યાનો વાલીઓ દ્વારા આરોપ લગાવી હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, પોલીસે વાલીઓના નિવેદનના આધારે નફ્ફટ આચાર્ય સામે પોસ્કો સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આચાર્ય વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માગ

હારીજના દુનાવાડા ગામે પ્રાથમિક શાળામાં શાળાના મુખ્ય શિક્ષક દ્વારા બાળકીઓ સાથે શારીરિક અડપલાં કર્યાની જાણ વાલીઓને થતા વાલીઓ હારીજ પોલીસ મથકે લંપટ શિક્ષક સામે કડક કાર્યવાહી થાય તેવી માગ સાથે પોલીસ નોંધાવી હતી. વાલીઓ જણાવી રહ્યા છે કે પ્રવિણ ભગાભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી શાળામાં ફરજ બજાવે છે અને હાલ શાળાના મુખ્ય શિક્ષક છે, જેઓએ ધોરણ 6માં ભણતી વિદ્યાર્થીનીના શરીરના વિવિધ પાર્ટમાં હાથ અડાડી શારીરિક અડપલાં કર્યા હતા, જેથી આવાનાર સમયમાં ફરી આવી ઘટના ના થાય અને ભોગ બનનાર વિદ્યાર્થીનીઓને ન્યાય મળે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે. વધુમાં વાલીઓ જણાવી રહ્યા છે કે શાળાના શિક્ષક દ્વારા બાળકો સાથે આવી કૃત્ય થાય એ સારૂ વર્તનના કહેવાય.

દુનાવાડા પ્રાથમિક શાળાની કાળી કરતૂતથી સમગ્ર શિક્ષણ જગત કલંકિત બનવા પામ્યું છે, ત્યારે સમગ્ર ઘટનાની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને થતા તેમને તપાસના આદેશ આપ્યા છે અને તાલુકા શિક્ષણ અધિકારી અને CRC કોર્ડીનેટરની ટીમને સ્થળ પર મોકલી તપાસનો ધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે તપાસમાં જો શિક્ષક કસૂરવાર જણાશે તો શિક્ષકને ફરજ મોકૂફની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે લંપટ શિક્ષક વિરૂદ્ધ નોંધ્યો ગુનો

શાળાના શિક્ષકની કરતૂતથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે, તેમજ એક ગુરુ જો પોતાની ગરિમા લજવશે તો ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધ પરથી પણ હવે ક્યાંક વિશ્વાસ કરવું મુશ્કેલ બનવા પામ્યું છે, ત્યારે દુનાવાડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પ્રવિણ પટેલની કરતૂત બાબતે વાલીઓના નિવેદનને આધારે પોલીસે ફરિયાદ નોંધી તપાસની દોર શરૂ કર્યો છે.

હારીજ પોલીસે લંપટ આચાર્ય વિરૂદ્ધ પોક્સો, એટ્રોસિટી, જાતીય સતામણીની ફરિયાદ નોંધી છે તેમજ ફરિયાદમાં ન માત્ર એક બાળકી પરંતુ શિક્ષક દ્વારા પાંચ જેટલી બાળકીઓ સાથે કાળી કરતૂત છે તેવો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસે સમગ્ર ઘટના મામલે શિક્ષકને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે તેમ તેની અટક બતાવી વધુ પૂછપરછ કરવામાં આવશે.