Gujarat Rain: રાજ્યના 85 તાલુકામાં વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 85 તાલુકામાં વરસાદસૌથી વધુ ઉમરગામમાં પોણા છ ઈંચ વરસાદ નોંધાયો રાજ્યના 55 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો આજે રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 85 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરગામમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે વેરાવળ-જામજોધપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ, અન્ય 3 તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 8 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ, 17 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 55 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં તો મેઘરાજા જાણે કે મહેરબાન થયા હોય તેવુ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક ડેમમાં નવા નીરની આવક થઈ છે અને ઘણા ડેમના દરવાજા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખોલવા પડ્યા છે અને આસપાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ઘણા વિસ્તારમાં વરસાદી પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને અનેક ગામડામાં વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે અને લોકોને લાઈટ વગર પણ રહેવા માટે મજબૂર બનવુ પડ્યુ છે. ઘેડ પંથકમાં ફરી આફતના મંડાણ ઘેડ પંથક ઉપર ફરી એક વખત આફતના મંડાણ સર્જાઈ રહ્યા છે. ભારે વરસાદને પગલે સાંબલી નદીમાં રેકોર્ડબ્રેક પાણીની આવક થઈ છે, મેંદરડા પંથકમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે સાંબલી નદીમાં પાણીની આવક થતાં સાંબલી ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાંબલી ડેમના 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે ફરી ઘેડ પંથકમાં તારાજી સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 5 દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદી માહોલ રહેશે. તેમાં દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ સહિત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. હાલમાં માછીમારોને પણ સલામત સ્થળે રહેવા માટે કહેવામાં આવ્યું છે અને દરિયો પણ ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Gujarat Rain: રાજ્યના 85 તાલુકામાં વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 85 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ ઉમરગામમાં પોણા છ ઈંચ વરસાદ નોંધાયો
  • રાજ્યના 55 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો

આજે રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 85 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરગામમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે વેરાવળ-જામજોધપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ, અન્ય 3 તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 8 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ, 17 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 55 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં તો મેઘરાજા જાણે કે મહેરબાન થયા હોય તેવુ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક ડેમમાં નવા નીરની આવક થઈ છે અને ઘણા ડેમના દરવાજા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખોલવા પડ્યા છે અને આસપાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ઘણા વિસ્તારમાં વરસાદી પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને અનેક ગામડામાં વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે અને લોકોને લાઈટ વગર પણ રહેવા માટે મજબૂર બનવુ પડ્યુ છે.

ઘેડ પંથકમાં ફરી આફતના મંડાણ

ઘેડ પંથક ઉપર ફરી એક વખત આફતના મંડાણ સર્જાઈ રહ્યા છે. ભારે વરસાદને પગલે સાંબલી નદીમાં રેકોર્ડબ્રેક પાણીની આવક થઈ છે, મેંદરડા પંથકમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે સાંબલી નદીમાં પાણીની આવક થતાં સાંબલી ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાંબલી ડેમના 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે ફરી ઘેડ પંથકમાં તારાજી સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

5 દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના

ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદી માહોલ રહેશે. તેમાં દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ સહિત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. હાલમાં માછીમારોને પણ સલામત સ્થળે રહેવા માટે કહેવામાં આવ્યું છે અને દરિયો પણ ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.