Gujarat Rain News: ગાંધીનગર સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટરમાં વેધર વોચ કમિટીની બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાબંબાકારની સ્થિતિ પેદા થઇ છે. મોટા ભાગના ગામ સંપર્ક વિહોણા થયા છે. તંત્ર તેમના સુધી મદદ પહોંચાડવા માટે અસમર્થ છે. જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વરસાહી કહેરને પહોંચી વળવા માટે ગાંધીનગરમાં બેઠક યોજાઇ હતી. અને રહીશોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે તજવીજ હાથ ધરાઇ હતી.
રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ
વરસાદને લઇ વેધર વોચ કમિટીની બેઠક મળી હતી. ગાંધીનગર સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે આ બેઠક યોજાઇ હતી. અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રાહત કમિશ્નરની આગેવાનીમાં મળેલી બેઠકમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન રાહત કમિશ્નર આલોક પાંડેનું નિવેદન સામે આવ્યુ હતુ. તેઓએ જણાવ્યુ હતુ કે, આજે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 25 જિલ્લાના કલેક્ટર જોડાયા હતા.
આગામી દિવસોમાં પણ વરસશે વરસાદ
રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યુ હતુ કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયુ છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડ્યો છે. અને આગામી 5 પણ વરસાદ યથાવત્ રહેશે. બોટાદ, સાયલામાં વધુ વરસાદ વરસ્યો છે. 12 NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે અને 2 ટીમ બોટાદમાં સ્ટેન્ડ બાય છે. તો SDRFની 20 ટીમો પણ ખડે પગે તૈનાત હોવાનું રાહત કમિશ્નરે જણાવ્યુ હતુ. તો ડાંગ સિવાય તમામ જિલ્લામાં ટીમો પહોચી ચુકી છે. આ સિવાય વધુ વરસાદના કારણે 18 લોકોના વિવિધ કારણોથી મોત થયા છે. જેની તપાસ હાલ ચાલુ હોવાનું રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યુ હતુ.
What's Your Reaction?






